રામ મંદિરનાં ઉદ્ધાટન વખતે PM મોદી મસ્જિદનો શિલાન્યાસ કરે તેવી અયોધ્યાના મુસ્લિમાનોની માંગ

ayodhya-masjid

નવેમ્બર 2019માં સુપ્રીમ કોર્ટે ચુકાદામાં મસ્જિદના બાંધકામ માટે 5 એકર જમીન આપી હતી

અયોધ્યામાં રામ મંદિરના નિર્માણનું કામ ચાલી રહ્યું છે. આવતા વર્ષે 2024નાં જાન્યુઆરીમાં મંદિરમાં ભગવાન રામનો અભિષેક કરવામાં આવશે. પીએમ નરેન્દ્ર મોદી પોતે રામ મંદિરના ઉદ્ઘાટન સમારોહમાં ભાગ લેવા પહોંચશે. દરમિયાન, અયોધ્યાના મુસ્લિમોએ પીએમ મોદીની મોટી માંગ કરી છે. તેમણે કહ્યું છે કે પ્રાણ પ્રતિષ્ઠ કાર્યક્રમમાં આવતા વડા પ્રધાન ધન્નીપુર મસ્જિદનો શિલાન્યાસ કરે. સુપ્રીમ કોર્ટેએ ચુકાદામાં ઉત્તર પ્રદેશ સુન્ની સેન્ટ્રલ વકફ બોર્ડને મસ્જિદના નિર્માણ માટે 5 એકર જમીન આપી હતી. વિવાદીત અયોધ્યામાં બાબરી મસ્જિદની જગ્યાએ મંદિર બનાવા માટે નિર્ણય કર્યો હતો. બંન્નેને અલગ અલગ જગ્યાઓ પર જમીન મળી હતી. જ્યારે મંદિર માટે શ્રી રામ જન્મભુમિની તીર્થ ક્ષેત્રની વિસ્તારની રચના કરવામાં આવી હતી, મસ્જિદના નિર્માણ માટે ઇન્ડો ઇસ્લામિક કલ્ચરલ ફાઉન્ડેશન રચના કરવામા આવી હતી. જાન્યુઆરીમાં મંદિરમાં ભગવાન રામનો અભિષેક થવા જઈ રહ્યો છે. ત્યારે ધન્નીપુર મસ્જિદનો હજૂ સુધી શિલાન્યાસ થયું નથી. આવી સ્થિતિમાં ઘણા વરિષ્ઠ મુસ્લિમ બૌદ્ધિકો પાસેથી માંગ કરવામાં આવી છે કે મસ્જિદની નિવ (પાયો) પીએમ મોદી દ્વારા કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. તે લગભગ નક્કી કે 22 જાન્યુઆરી 2024 ના રોજ રામ મંદિરના ઉદ્ઘાટન સમારોહમાં અયોધ્યા આવી રહ્યા છે, તે સમયે મસ્જિદનો શિલાન્યાસ કરેં.

મોહમ્મદ ઇસ્માઇલ અંસારી પ્રમુખ ઇન્ડિયન મુસ્લિમ લીગએ કહ્યું કે આપણા વડા પ્રધાન શુભ પ્રસંગે અયોધ્યા આવી રહ્યા છે. અમે તેમને મસ્જિદ પર કામ શરૂ કરવાની વિનંતી કરીએ છીએ. આ અમારી દિલની ઈચ્છા છે. ડો. નજમુલ હસન ગની કાર્યકારી પ્રદેશ અધ્યક્ષ ઇન્ડિયન મુસ્લિમ લીગ કહે છે. કે સુપ્રીમ કોર્ટના આદેશ પર મસ્જિદના નિર્માણ માટે 5 એકર જમીન આપવામાં આવી છે. જો આ મસ્જિદનો શિલાન્યાસ વડાપ્રધાન મોદી હસ્તકે થાય તો સારું રહેશે. ડો. નઝમુલ હસન તે વડાપ્રધાન રામ મંદિરના ઉદ્ઘાટન માટે અયોધ્યા આવી રહ્યો છે. તેમની સાથે જામા મસ્જિદના ઇમામ અહેમદ બુખારી અને ઓલ ઇન્ડિયાના સંગઠના પ્રમુખ ડો. ઇલ્યાસીને પોતાના સાથે લેતા આવે અને ધન્નીપુર મસ્જિદની નિવ મૂકે.

આ દરમિયાન મુફ્તી અબ્દુલ્લા બાદશાહ ખાન મુદાઇ બાબરી મસ્જિદ કહે છે કે મોદી જી સમગ્ર ભારતના વડા પ્રધાન છે. તે અયોધ્યામાં હિન્દુઓના રામ મંદિરના પાયો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરવાના છે. હું ઇચ્છુ છું કે તેજ રીતે ધન્નપુરી મસ્જિદનો શિલાન્યાસ કરવામાં આવે. આખી દુનિયા જોઈ શકે, તાજમહેલનું નામ પણ આખી દુનિયામાં છે. તેના કરતા આ મસ્જિદનો મોટુ નામ હોવું જોઈએ.

ઇન્ડો ઇસ્લામિક કલ્ચરલ ફાઉન્ડેશન પર સવાલ ઉઠ્યા
ઇકબાલ અંસારી બાબરી મસ્જિદના સમર્થક કહ્યુ કે મસ્જિદના નિર્માણનાં વિલબ માટે ઇન્ડો ઇસ્લામિક કલ્ચરલ ફાઉન્ડેશન જવાબદાર છે. અને તેમના વિષય કઠોર ટીપણી પણ કરે છે. તેમનું કહેવું છે. કે જો ટ્રસ્ટીઓ સાચા હોત, તો અત્યાર સુધીમાં કામ આગળ વધી ગયું હોત, આથી સરકારે મસ્જિદના નિર્માણમાં સહકાર આપવો જોઈએ પરંતુ ટ્રસ્ટિઓ પણ બદલવા જોઈએ અંસારીના કહેવા પ્રમાણે ટ્રસ્ટીઓ સાથે કોઈ જોડાવા માંગતું નથી આજ કારણ છે. કે રામ મંદિર તૈયાર છે. અને મસ્જિદ આજ સુધી કોઈ કામ થયું નથી લોકો પ્રશ્ન કરે છે કે મસ્જિદમાં કેટલું કામ થયું છે.

ઇન્ડો ઇસ્લામિક કલ્ચરલ ફાઉન્ડેશન ટ્રસ્ટના સચિવ અને પ્રવક્તા અતહર હુસૈને જણાવામા આવ્યુ હતું કે સુપ્રીમ કોર્ટના નિર્દેશ પર અયોધ્યા જિલ્લાના ધન્નીપુર ગામમાં વક્ફ બોર્ડને મળેલી પાંચ એકર જમીન પર હોસ્પિટલ, લાઇબ્રેરી, સામુદાયિક રસોઈઘર અને રિસર્ચ સેન્ટર બનાવવામાં આવશે.