આ તહેવાર અત્યાચારી રાવણ પર ભગવાન રામની જીતનો છેઃ પીએમ મોદી
વિજયાદશમી પર શસ્ત્ર પૂજનનો રિવાજ છે, આપણે શસ્ત્રોની પૂજા રક્ષા માટે કરીએ છીએ, હુમલા માટે નહીં
બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌત દિલ્હીના લાલ કિલ્લાના મેદાન પર પહોંચી શકે તે પહેલા જ રાવણનું પૂતળું પડી ગયું હતું
આજે દેશભરમાં વિજયાદશમી એટલે કે દશેરાનું પર્વ મનાવવામાં આવી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હીના દ્વારકા રામલીલા મેદાન પહોંચ્યા હતા. આ કાર્યક્રમમાં રાવણ, કુંભકરણ અને મેઘનાથ ઉપરાંત અન્ય પૂતળા પણ બનાવવામાં આવ્યા છે. આ પુતળું મહિલાઓ પર થતા ગુનાઓના વિરોધમાં બનાવવામાં આવ્યું હતું. સૌથી પહેલા પીએમ મોદીએ નાટક મંડળીમાં રામ-લક્ષ્મણ અને સીતા બનેલાની આરતી ઉતારી હતી. ત્યાર બાદ સામે ઊભા કરવામાં આવેલા રાવણના વિશાળ પૂતળાને આગ ચાંપી હતી. આગ ચાંપતા જ રાવણનું પૂતળું ભડભડ કરતું સળગી ઉઠ્યું હતું. અહીં તેમણે રાવણ દહન બાદ લોકોને સંબોધન કર્યુ હતું.
રાવણ પૂતળાના દહન પહેલા પ્રધાનમંત્રી મોદીએ સંબોધન કર્યું હતું. પીએમે કહ્યું કે અમે શ્રીરામની મર્યાદા પણ જાણીએ છીએ અને સીમાઓની રક્ષા પણ જાણીએ છીએ. ‘પીએમ મોદીએ કહ્યું, “આજે આપણને ભગવાન રામનું ભવ્ય મંદિર નિર્માણ થતું જોવાનું સૌભાગ્ય મળ્યું છે. પીએમ મોદીએ કહ્યું, આપણે યાદ રાખવું જોઈએ કે રાવણનું દહન માત્ર પૂતળાનું ન હોવું જોઈએ. આ સળગતી વિકૃતિ છે જે સમાજને જાતિ અને ધર્મના આધારે વહેંચવાનું કામ કરે છે. આવનારા 25 વર્ષ ભારત માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આજે આખી દુનિયા ભારત પર નજર રાખી રહી છે અને આપણી ક્ષમતા જોઈ રહી છે.
પીએમ મોદીએ અયોધ્યામાં બની રહેલા રામ મંદિરનો પણ ઉલ્લેખ કર્યો હતો.પીએમ મોદીએ કહ્યું કે આ અત્યાચારી રાવણ પર ભગવાન રામની જીતનો તહેવાર છે. પીએમએ કહ્યું કે સદીઓની રાહનો અંત આવી રહ્યો છે. રામ મંદિરનું નિર્માણ આપણી જીત સમાન છે. ભગવાન રામ આવવાના છે. વડાપ્રધાને ‘ભય મણિપત કૃપાલા’નો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું, આ સંકલ્પોનો તહેવાર છે. ચંદ્ર પરની આપણી જીતના પ્રથમ બે મહિના પૂર્ણ થયા છે ત્યારે આપણે વિજયાદશમીની ઉજવણી કરી રહ્યા છીએ. વિજયાદશમી પર શસ્ત્ર પૂજનનો રિવાજ છે, આપણે શસ્ત્રોની પૂજા રક્ષા માટે કરીએ છીએ, હુમલા માટે નહીં. રામલીલા મેદાનમાં દશેરાના કાર્યક્રમને નિહાળવા લોકોની મોટી ભીડ જામી હતી.
સીએમ કેજરીવાલે લાલ કિલ્લા પર લવ કુશ રામલીલામાં ‘રાવણ દહન’ કર્યું.
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દિલ્હીના લાલ કિલ્લા પર લવ કુશ રામલીલા સમિતિ દ્વારા આયોજિત ‘રાવણ દહન’ કર્યું.
બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌત 24 ઓક્ટોબરની સાંજે દિલ્હીના લાલ કિલ્લાના મેદાન પર પહોંચી શકે તે પહેલા જ રાવણનું પૂતળું પડી ગયું હતું. કંગના દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર શ્રી વિનય કુમાર સક્સેના અને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સાથે રાવણ, કુંભકરણ અને મેઘનાથના પૂતળા દહન કરવા જઈ રહી હતી. આ પ્રસંગની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.