ગાઝિયાબાદની કોલેજની ઘટના, ભડકેલાં મહિલા પ્રોફેસરે ઠપકો આપ્યો, વીડિયો વાયરલ થતા મહિલા પ્રોફેસરને સસ્પેન્ડ કરાયા
ઉત્તરપ્રદેશના ગાઝિયાબાદની એક કોલેજની ઘટનાછે. ABES કોલેજ ઑફ એન્જીનિયરિંગ કોલેજમાં યોજાયેલા કલ્ચરલ પ્રોગ્રામ દરમિયાન એક વિદ્યાર્થીએ જય શ્રી રામ બોલતાં ત્યાં હાજર મહિલા પ્રોફેસરે તેને મંચ પરથી નીચે ઉતારી દીધો હતો. પ્રોફેસરની ઓળખ મમતા ગૌતમ તરીકે થઈ છે. જે વીડિયો વાયરલ થયો છે તેમાં પ્રોફેસર વિદ્યાર્થીને ઠપકો આપતાં જોવા મળે છે. આ મામલે વીડિયો સામે આવ્યા બાદ મહિલા પ્રોફેસરને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.
ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદની ABES કોલેજ ઑફ એન્જીનિયરિંગ કોલેજમાં તારીખ 20 ઓક્ટોબરને શુક્રવારે કોલેજમાં યોજાયેલા કલ્ચરલ ફેસ્ટિવલમાં એક વિદ્યાર્થીએ સ્ટેજ પરથી ‘જય શ્રીરામ’ કહીને અભિવાદન કરતાં ત્યા હાજર રહેલ મહિલા પ્રોફેસર ભડકી ઉઠી હતી અને વિદ્યાર્થીને ઠપકો આપ્યો હતો. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયા બાદ કોલેજ સામે કાર્યવાહીની માંગ ઉઠી રહી છે.
કલ્ચરલ પ્રોગ્રામ દરમ્યાન મંચ પર એક વિદ્યાર્થી પરફોર્મ કરવા પહોંચે છે. સામે ઓડિયન્સમાંથી કોઈએ જય શ્રી રામ બોલતાં વિદ્યાર્થીએ પણ સામે જય શ્રી રામ બોલીને જવાબ આપ્યો હતો. પ્રોફેસરની ઓળખ મમતા ગૌતમ તરીકે થઈ છે. જે વીડિયો વાયરલ થયો છે તેમાં પ્રોફેસર વિદ્યાર્થીને ઠપકો આપતાં જોવા મળે છે. તેઓ પૂછે છે કે આખરે તેણે ‘જય શ્રીરામ’ના નારા કેમ લગાવ્યા? તેઓ કહે છે, “તમે આના માટે કોલેજમાં આવો છો? આ સાંસ્કૃતિક કાર્યક્રમ છે. આની પરવાનગી ન આપી શકાય. બહાર નીકળી જાઓ.” બીજી તરફ વિદ્યાર્થી કહેતો સંભળાય છે કે તેણે માત્ર ઓડિયન્સમાંથી કરવામાં આવેલા અભિવાદનનો જવાબ જ આપ્યો હતો. ઉલ્લેખનીય છે કે વીડિયોની શરૂઆતમાં ઓડિયન્સમાંથી ઘણા લોકો સ્ટેજ પરના વિદ્યાર્થીને ‘જય શ્રીરામ’થી અભિવાદન કરતા સંભળાય છે.
લોકોએ અભિવાદન કર્યા બાદ વિદ્યાર્થીએ પણ ‘જય શ્રીરામ’ કહ્યું હતું અને ત્યારબાદ ઓડિયન્સમાંથી પણ સતત ‘જય શ્રીરામ’ના નારા લગાવવામાં આવ્યા. જેના કારણે મહિલા પ્રોફેસર ભડકી ઉઠ્યાં અને વિદ્યાર્થીને ઠપકો આપ્યો હતો અને બહાર કાઢી મૂક્યો હતો. આ સમગ્ર ઘટનાક્રમનો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો. હવે એબીઈએસ કોલેજના મેનેજમેન્ટે પ્રોફેસર મમતા ગૌતમ અને ડૉ. સ્વેતા શર્માને સસ્પેન્ડ કરી દીધા છે.