મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના જયસુખ પટેલ અને ઓરેવા કંપનીના મેનેજરો જવાબદાર

Morbi bridge

SITની ટીમનો અંતિમ તપાસ રિપોર્ટ હાઈકોર્ટમાં રજૂ કરાયો અને આરોપીઓ સામે 302ની કલમ લાગવી જોઈએ

31 ઓક્ટોબર, 2022ના રોજ મોરબી મચ્છુ નદી પરનો કેબલ બ્રિજની મોટી દુર્ઘટનામાં 135 લોકોના મૃત્યુ નિપજ્યા હતા. મોરબી બ્રિજ દૂર્ઘટનાને લઈને SITની ટીમનો અંતિમ તપાસ રિપોર્ટ હાઈકોર્ટમાં રજૂ કરાયો હતો. આ દુર્ઘટના થયા બાદ કેસની તપાસ રાજ્ય સરકારે રચેલી SIT ની ટીમ દ્વારા 5000 પેજનો તપાસ અહેવાલ કોર્ટમાં રજૂ કર્યો હતો. SITના રિપોર્ટમાં ખુલાસો થયો હતો ઝૂલતા પુલ દુર્ઘટના માટે ઓરેવા ગ્રુપ જવાબદાર હોવાનો ખુલાસો થયો હતો કે જયસુખ પટેલ અને ઓરેવા કંપનીના મેનેજરો મોરબી પુલ દુર્ઘટના માટે જવાબદાર છે.

મોરબીમાં ગયા વર્ષે થયેલી કેબલ બ્રિજ દુર્ઘટનામાં રાજ્ય સરકારે આ કેસમાં એસઆઈટી રચના કરવામાં આવી હતી મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના કેસને લઈને SITની ટીમે પાંચ હજાર પેજનો તપાસ રિપોર્ટ હાઈકોર્ટમાં રજૂ કર્યો હતો. અગાઉ આંતરિક તપાસ રિપોર્ટમાં પણ મહત્વના ખુલાસાઓ થયા હતા. ઓરેવા કંપનીના મેનેજિંગ ડિરેક્ટર, મેનેજર સહિતના લોકોની બ્રિજ તૂટવાની ઘટનામાં જવાબદારી હોવાનું રિપોર્ટમાં સામે આવ્યું છે.

SIT રિપોર્ટના અહેવાલ ઉલ્લેખ કરાયો

દુર્ઘટના પાછળ જયસુખ પટેલ, મેનેજર દિનેશ દવે, દિપક પારેખ સહિતના બાજા લોકો જવાબદાર છે. બ્રિજ પર પ્રતિબંધ અથવા રોકવાની વ્યવસ્થા નહોતી. બ્રિજ ઓપન કરતા પહેલા ફિટનેસ રિપોર્ટ તૈયાર કરાયો નહોતો. તે સિવાય ટિકિટના વેચાણ પર કોઈપણ પ્રતિબંધ મુકાયો નહોતો. બ્રિજ પર સુરક્ષાના સાધનોનો અભાવ હતો. ઓરેવા કંપનીએ બ્રિજ પર કેટલા લોકોને પ્રવેશ આપવો તેનું ધ્યાન રાખ્યું નહોતું.