પેલેસ્ટાઈને ઈઝરાયેલ પર 5 હજાર રોકેટ છોડ્યા, ઈઝરાયલની જવાબી કાર્યવાહીમાં ગાઝામાં સર્જાઈ ભારે તબાહી

israel strike on gaza

ઈઝરાયેલે રાષ્ટ્રીય કટોકટીની સ્થિતિ જાહેર કરી

ઈઝરાયેલની સેનાએ ગાઝા પટ્ટીમાં હમાસ વિરુદ્ધ ‘ઓપરેશન આયર્ન સ્વોર્ડ્સ’ શરૂ કર્યું

એર ઈન્ડિયાએ ઈઝરાયેલના તેલ અવિવાવ વચ્ચેની તેની હવાઈ સેવા એટલે કે ફ્લાઈટ કેન્સલ કરી

ઈઝરાયલના વડાપ્રધાન કાર્યાલય તરફથી જારી નિવેદનમાં જણાવાયું હતું કે શત્રુ દેશની કોઈ મદદ ના કરે.

ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન વચ્ચે ભયાનક યુદ્ધ ફાટી નીકળ્યું છે. આજે પેલેસ્ટાઈને ઈઝરાયેલ પર 5 હજાર રોકેટ છોડ્યા હતા. જેના જવાબમાં ઈઝરાયેલની સેનાએ ગાઝા પટ્ટીમાં હમાસ વિરુદ્ધ ‘ઓપરેશન આયર્ન સ્વોર્ડ્સ’ શરૂ કર્યું છે. અલ-અરેબિયાએ અહેવાલ આપ્યો છે કે પેલેસ્ટિનિયન આરોગ્ય મંત્રાલય તરફથી આપવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ઈઝરાયેલની જવાબી હુમલામાં ઓછામાં ઓછા 161 લોકો માર્યા ગયા છે. જોકે ઈઝરાયેલના મિડિયા અહેવાલ પ્રમાણે પેલેસ્ટાઈનમાં 198 લોકોના મોત થયા છે અને 1610 લોકો ઈજાગ્રસ્ત થયા છે.

ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે એર ઈન્ડિયાએ ઈઝરાયેલના તેલ અવિવાવ વચ્ચેની તેની હવાઈ સેવા એટલે કે ફ્લાઈટ કેન્સલ કરી છે.

રોકેટ હુમલામાં ઇઝરાયેલમાં મૃત્યુ આંક વધીને 100 થયો છે અને 740થી વધુ લોકો ઘાયલ થયા છે. જેમાં અનેક લોકો ગંભીર હાલતમાં છે. હમાસના ઓચિંતા હુમલાના જવાબમાં સૈન્યએ ‘આયર્ન સ્વોર્ડ્સ’ ઓપરેશન શરૂ કર્યું હોવાથી ઈઝરાયેલે રાષ્ટ્રીય કટોકટીની સ્થિતિ જાહેર કરી છે. હવાઈ, જમીન અને દરિયાઈ માર્ગે – ગાઝા પટ્ટીમાંથી રોકેટોનો આડશ અને દક્ષિણમાં તેની ભારે કિલ્લેબંધીવાળી સરહદમાં ઘૂસણખોરીનો સમાવેશ થાય છે.

ઈઝરાયલ પર 5000થી વધુ રોકેટ ઝિંકાયા બાદ લાલઘૂમ થયેલા ઈઝરાયલે હવે ગાઝા પટ્ટીમાં હમાસના ઠેકાણાઓને નિશાન બનાવ્યાં હતાં. હમાસ નામના આતંકી સંગઠનને ટારગેટ કરતાં ઈઝરાયલ દ્વારા હવાઈ હુમલા કરાયા હતા જેમાં મોટાપાયે જાનહાનિ થયાના અહેવાલ આવી રહ્યા છે.

પેલેસ્ટાઈનના સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર ગાઝા પટ્ટી પર ઈઝરાયલની વળતી કાર્યવાહીમાં કુલ 198થી વધુ લોકો જીવ ગુમાવી ચૂક્યા છે જ્યારે 1610થી વધુ લોકો ઘાયલ હોવાની માહિતી મળી રહી છે. ઈઝરાયલ દ્વારા વિનાશક કાર્યવાહી કરવામાં આવી રહી છે.

બીજી બાજુ હમાસના હુમલાથી અકળાયેલા ઈઝરાયલે તેના નાગરિકોને સાવચેત રહેવા અને વોટ્સએપ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અફવાઓ ન ફેલાવવા આગ્રહ કર્યો હતો. ઈઝરાયલના વડાપ્રધાન કાર્યાલય તરફથી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર જારી નિવેદનમાં જણાવાયું હતું કે શત્રુ દેશની કોઈ મદદ ના કરે.

ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ પણ આ મામલે પોતે ટ્વિટ કરીને ઇઝરાયલ યુદ્ધની સ્થિતિમાં છે તેવી જાહેરાત કરી દીધી છે. આ દરમિયાન મોટા અહેવાલ એવા મળી રહ્યા છે કે હમાસ દ્વારા કરાયેલા હુમલામાં અત્યાર સુધીમાં કુલ 40થી વધુ ઈઝરાયલી નાગરિકો મૃત્યુ પામી ચૂક્યા છે જ્યારે ઘાયલોની સંખ્યા 500ને વટાવી ગઈ છે.

ઈઝરાયલમાં નેપાળના રાજદૂત કાંતા રિજાલે કહ્યું હતું કે ઈઝરાયલી યુનિવર્સિટીમાં ભણતાં સાત નેપાળી વિદ્યાર્થીઓ આ હુમલામાં ઘવાયા હતા અને તેમને હમાસના આતંકીઓ દ્વારા બંધક બનાવી લેવામાં આવ્યા હતા. આ સ્ટુડન્ટ્સ ઈઝરાયલી સરકાર દ્વારા સંચાલિત લર્ન એન્ડ અર્ન પ્રોગ્રામ હેઠળ ભણવા ગયા હતા. તેમની સાથે જ આશરે 10 જેટલા અન્ય નેપાળી સ્ટુડન્ટ્સને પણ બંધક બનાવી લેવાયાની માહિતી મળી રહી છે. તેઓ ત્યાં દક્ષિણ ઈઝરાયલમાં ખેતી સંબંધિત અભ્યાસમાં જોડાયેલા હોવાની માહિતી છે. ઈઝરાયલના વિદેશ મંત્રાલય અને રેસ્ક્યૂ ટીમે આ મામલે સ્થિતિની જાણકારી આપી હતી અને સ્ટુડન્ટ્સને એલર્ટ પર રહેવા જણાવાયું છે.