શુભમન ગિલનો ડેન્ગ્યૂ ટેસ્ટ પોઝિટિવ: ઓસ્ટ્રેલિયા સામે મેચ રમવા પર શંકા

subhman-gil

ભારત તેની પ્રથમ મેચમાં ઓસ્ટ્રેલિયા સામે 8 ઓક્ટોબરે ટકરાશે

વર્લ્ડ કપ 2023માં ભારત તેની પ્રથમ મેચ રવિવારે એટલે કે 8મી ઓક્ટોબરે ચેન્નાઈમાં ઓસ્ટ્રેલિયા સામે રમશે. આ મેચમાં ગિલના રમવા પર શંકા છે. કારણ કે ટીમ ઈન્ડિયાના ઓપનર શુભમન ગિલનો ડેન્ગ્યૂ ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. ગિલની ગેરહાજરીમાં ઈશાન કિશન અને રોહિત શર્મા ઓપનિંગ કરી શકે છે. ગિલનો શુક્રવારે એટલે કે આજે બીજો ટેસ્ટ થશે, ત્યારબાદ રમવા અંગે નિર્ણય લેવામાં આવશે.ગિલે ગુરુવારે એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં ટીમના નેટ સેશનમાં પણ ભાગ લીધો ન હતો.

BCCIના જણાવ્યા અનુસાર, ‘ચેન્નઈ પહોંચ્યા બાદથી શુભમનને ખૂબ તાવ છે. તેના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. તેના વધુ ટેસ્ટ થશે અને પ્રારંભિક મેચમાં તેના રમવા અંગે નિર્ણય લેવામાં આવશે.