આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ-2023: ન્યુઝીલેન્ડે 9 વિકેટથી મેચ જીતી, 36.2 ઓવરમાં ટાર્ગેટ ચેઝ કર્યો

england

ઈંગ્લેન્ડે 283 રનનો ટાર્ગેટ આપ્યો હતો

વર્લ્ડ કપ ડેબ્યૂમાં કોનવેની અણનમ સદી, કોનવે અને રચીન રવીન્દ્ર વચ્ચે 273 રનની રેકોર્ડ પાર્ટનરશિપ
ભારતીય મૂળના ન્યૂઝીલેન્ડના બેટર રચિન રવિન્દ્રએ પોતાના ક્રિકેટ કરિયરની પ્રથમ સેન્ચુરી ફટકારી

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને ફીલ્ડીંગ કરવાનું પસંદ કર્યું હતું. ઈગ્લેંડની ટીમે પ્રથમ બેટીંગ કરતા 50 ઓવરમાં 9 વિકેટે 282 રન બનાવ્યા હતા. તેનાં જવાબમાં ન્યુઝિલન્ડની ટીમે માત્ર 36.2 ઓવરમાં 283 રન બનાવી મેચ જીતી લીધી હતી. ન્યૂઝીલેન્ડના ટોપ-3 બેટ્સમેનોએ 36.2 ઓવરમાં જ 283ના લક્ષ્યાંકને હાંસલ કરી લીધો હતો. ટીમે એક વિકેટ ગુમાવીને મેચ જીતી લીધી હતી. ડેવોન કોનવે અને રચિન રવીન્દ્રએ અણનમ સદી ફટકારી હતી. બંને વચ્ચે 273 રનની રેકોર્ડ ભાગીદારી થઈ હતી.

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિમમાં આજથી આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ-2023ની ધમાકેદાર શરૂઆત થઈ ગઈ છે. આજની પ્રથમ મેચમાં ઈંગ્લેન્ડે ધમાકેદાર બેટીંગ કરી ન્યુઝીલેન્ડને મોટો ટાર્ગેટ આપ્યો છે. ઈંગ્લેન્ડની ટીમે નિર્ધારીત 50 ઓવરમાં 9 વિકેટે 282 રન બનાવ્યા છે. જો રૂટના 86 બોલમાં 77 રન ફટકારી મહત્વનું યોગદાન આપ્યું છે, તો જોશ બટલરે પણ 42 બોલમાં 2 ફોર અને 2 સિક્સની મદદથી 43 રન ફટકાર્યા છે. ન્યુઝીલેન્ડના બોલર મેટ્ટ એનરીએ 3 વિકેટ ઝડપી છે.

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા ટીમે 50 ઓવરમાં 9 વિકેટે 282 રન બનાવ્યા. ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડે વર્લ્ડ કપની ઓપનિંગ મેચમાં ન્યૂઝીલેન્ડને જીતવા માટે 283 રનનો ટાર્ગેટ આપ્યો છે. ન્યુઝીલેન્ડના બેટરોએ આજે ધમાકેદાર બોલીંગ કરીને ઈંગ્લેન્ડના બોલરોને હંફાવ્યા છે. ડેવોન કોનવેએ સદી ફટકાર્યા બાદ ઈંગ્લેન્ડ સામે ભારતીય મૂળના ન્યૂઝીલેન્ડના બેટર રચિન રવિન્દ્રએ પોતાના ક્રિકેટ કરિયરની પ્રથમ સેન્ચુરી ફટકારી છે. કિવી ટીમ તરફથી મેટ હેનરીએ 3 વિકેટ ઝડપી. ગ્લેન ફિલિપ્સ અને મિશેલ સેન્ટનરને બે-બે વિકેટ મળી. જો રૂટે 86 બોલમાં 77 રનની અડધી સદી ફટકારી જ્યારે કેપ્ટન જોસ બટલરે 43 રન બનાવ્યા. જોની બેયરસ્ટોએ 33 રનનું યોગદાન આપ્યું.

ઇંગ્લેન્ડ: જોસ બટલર (કેપ્ટન અને વિકેટકીપર), જોની બેયરસ્ટો, ડેવિડ મલાન, હેરી બ્રુક, મોઈન અલી, લિયામ લિવિંગસ્ટન, ક્રિસ વોક્સ, સેમ કરન, આદિલ રાશિદ અને માર્ક વુડ.

ન્યૂઝીલેન્ડ: ટોમ લાથમ (કેપ્ટન અને વિકેટકીપર), ડેવોન કોનવે, વિલ યંગ, રચિન રવીન્દ્ર, ગ્લેન ફિલિપ્સ, માર્ક ચેપમેન, જીમી નીશમ, મિચેલ સેન્ટનર, મેટ હેનરી અને ટ્રેન્ટ બોલ્ટ.

આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ-2023: ન્યુઝીલેન્ડે 9 વિકેટથી મેચ જીતી
36.2 ઓવરમાં ઈંગ્લેન્ડે આપેલ 282 રનનો ટાર્ગેટ ચેઝ કર્યો