કોરોનાને અટકાવવા mRNA વૈક્સીન બનાવનાર વૈજ્ઞાનિકો કૈટેલિક કૈરિકો અને ડ્રુ વેઇસમેનને મળ્યો પુરસ્કાર
આ વેક્સિન બનાવ્યા બાદ શરીરમાં થતા ઈમ્યૂન સિસ્ટમની અસર અને રિએક્શન બંનેને વૈજ્ઞાનિકો સમજી શક્યા
વર્ષ 2023 માટે નોબેલ પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી છે. નોબલ પુરસ્કાર એવા વૈજ્ઞાનિકોને અપાય છે જેમણે માનવજાતના ફાયદા માટે મહત્વપૂર્ણ શોધો- સંશોધન કર્યા છે. આ વખતે કોરોના વેક્સિન વિકસાવનાર બે વૈજ્ઞાનિક કેટલિન કેરીકો અને ડ્રૂ વેઈસમેનને મેડિસિન – ફિઝિયોલોજીનો નોબલ પ્રાઇસ 2023 એનાયત કરવામાં આવ્યો છે. કોરોના વેક્સિન બનાવનાર વૈજ્ઞાનિક કેટાલિન કેરીકો અને ડ્રુ વેઇસમેનને 2023નું ચિકિત્સા ક્ષેત્રે નોબેલ પુરસ્કાર મળ્યો છે.
કોવિડ-19 રોગચાળાને રોકવા માટે mRNA રસી બનાવનાર વૈજ્ઞાનિકો કેટાલિન કારીકો અને ડ્રૂ વેઈસમેનને ચિકિત્સા ક્ષેત્રે નોબેલ પુરસ્કાર મળ્યું છે. આ કોરોના રસી દ્વારા આ બંને વૈજ્ઞાનિકોએ આખી દુનિયાની વિચારસરણી બદલી નાખી. અને વિશ્વભરના વૈજ્ઞાનિકો શરીરમાં રોગપ્રતિકારક શક્તિની ક્રિયાઓ અને પ્રતિક્રિયાઓ વિશે વધુ સમજ આપી હતી. બંને વૈજ્ઞાનિકોએ વૈક્સિન દ્વારા વિશ્વભરના વૈજ્ઞાનિકોને વિચારસરણી બદલી નાખી… શરીરમાં થતા ઈમ્યૂન સિસ્ટમની અસર એટલે કે એક્શન અને રિએક્શન બંનેને વૈજ્ઞાનિકો સમજી શક્યા હતા.
કૈટેલિક કૈરિકો : 1955માં હંગેરીની જોલનોકમાં કૈટેલિક કૈરિકોનો જન્મ થયો હતો. તેમણે 1982માં જેગેડ યૂનિવર્સિટીમાંથી પીએડી કરી, ત્યારબાદ હંગેરિયન એકેડમી ઓફ સાયન્સમાં પોસ્ટ ડોક્ટરોલ ફેલોશિપ પૂર્ણ કરી… ત્યારબાદ તેમણે ફિલાડેલ્ફિયાના ટેંપલ યુનિવર્સિટીમાં પોસ્ટ ડોક્ટોરલ રિસર્ચ પૂર્ણ કર્યું અને પછી તેઓ પેન્સિલવેનિયા યુનિવર્સિટીમાં આસિસ્ટન્ટ પ્રોફેશર બની… 2013 બાદ કૈટેલિક BioNTech RNA ફાર્માસ્યુટિકલ કંપનીની સિનિયર વાઈસ પ્રેસિડે્ટ બની. 2021માં કોવિડ મહામારી દરમિયાન તેમણે કોરોનાની mRNA વેક્સીન બનાવી…
ડ્રુ વેઇસમેન : ડ્રુ વેઇસમેનનો જન્મ 1959માં મૈસાચ્યૂસેટ્સમાં થયો હતો. તેમણે 1987માં બોસ્ટન યુનિવર્સિટીમાંથી પીએચડી અને એમડીની ડિગ્રી હાંસલ કરી… ત્યારબાદ હાર્વર્ડ મેડિકલ સ્કૂલના બેથ ઈઝરાયલ ડિકોનેસ મેડિકલ સેન્ટર ક્લીનિકલ ટ્રેનિંગ કરતા રહ્યા… 1997માં ડ્રુ વેઇસમેને પોતાનું રિસર્ચ ગ્રુપ તૈયાર કર્યું… તેમણે પેન્સિલવેનિયા યુનિવર્સિટીના પેરેલમૈન સ્કૂલ ઓફ મેડિસિનમાં રિસર્ચ શરૂ કર્યું હતું… હાલ તેઓ પેન ઈન્સ્ટીટ્યૂટ ઓફ આરએનએ ઈનોવેશન્સના ડાયરેક્ટર છે.
વર્ષ 1901થી ફિઝિયોલોજી અથવા મેડિસિનમાં 113 નોબલ પારિતોષિકો એનાયત કરવામાં આવ્યા છે, જેમાંથી 12 મહિલાઓને આપવામાં આવ્યા છે. અત્યાર સુધીના સૌથી યુવા મેડિસિન પ્રાઈઝ વિજેતા ફ્રેડરિક જી. બેન્ટિંગ છે, જેમને 32 વર્ષની ઉંમરે ઈન્સ્યુલિનની શોધ માટે 1923નું મેડિસિન પ્રાઈઝ એનાયત કરવામાં આવ્યું હતું.