રાજસ્થાનમાં વંદે ભારત ટ્રેનને ઉથલાવવાનો પ્રયાસ નિષ્ફળ, ટ્રેક પર મળ્યા પથ્થર-લોખંડની કડી

vande-bharat-train

ઉદયપુર-જયપુર વંદે ભારત ટ્રેનના લોકો પાઈલોટ્સે રેલ્વે ટ્રેક પર પથ્થરો અને લોખંડની કડીઓ જોઈ સમયસર ઈમરજન્સી બ્રેક લગાવી મોટી દુર્ઘટના થતી અટકાવી

દેશમાં વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન સૌકોઈ માટે રાહત સમાન સાબિત થઈ રહી છે પરંતુ વંદે ભારત ટ્રેન જ્યારથી ચાલુ કરવામાં આવી છે ત્યારથી કોઈને કોઈ વિવાદ થઈ રહ્યા છે તો કેટલાક અસામાજિક તત્વો દ્વારા વંદે ભારત ટ્રેન ઉપર પથ્થરમારો કરીને ટ્રેનને નુકશાન કરવાના પ્રયત્નો પણ કરવામાં આવી રહ્યા છે. બદમાશો દ્વારા ટ્રેનમાં અડચણો પણ ઉભા કરતા હોવાના અહેવાલો સતત મળતા રહ્યા છે. ત્યારે આવી જ એક ઘટના આજે બની છે.

આજે રાજસ્થાનના ઉદયપુર-જયપુર વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન ઉથલાવવા માટે ટ્રેક પર પથ્થરો અને લોખંડની કડીઓ મુકાઈ હોવાની ઘટના સામે આવી છે. કેટલાક બદમાશોએ અકસ્માત સર્જાય તેવા બદઈરાદાથી ઉદયપુર-જયપુર વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનના રૂટના ટ્રેક પર મોટા પથ્થરો અને લોખંડની કડીઓ મુકી ટ્રેને ઉથલાવવાનો પ્રયાસ કરવાનું ષડયંત્ર રચ્યું હતું. જોકે ઉદયપુર-જયપુર વંદે ભારત એક્સપ્રેસના ફરજ પરના સાવચેત લોકો પાઇલોટ્સએ સમયસર આ અડચણરૂપ વસ્તુઓને જોઈ લીધી હતી અને સમયસૂચકતા દાખવી ઈમરજન્સી બ્રેક લગાવી ટ્રેનને રોકી હતી અને ટ્રેનમાંથી નીચે ઉતરી ટ્રેક પર પથ્થરો અને લોખંડની કડીઓ હટાવી મોટી દુર્ઘટના થતી આટકાવી હતી. જો આ પથ્થરો-કડીઓ પરથી ટ્રેન પસાર થઈ હોત તો મોટી દુર્ઘટના થવાની સંભાવના હતી. વંદે ભારત ટ્રેનનાં લોકો પાયલટ્સની સમયસુચકતા તેમજ તેમણે ત્વરીતપણે નિર્ણય લઈ ટ્રેનને રોકી દેતા અનેક લોકોના જીવ બચી ગયા હતા.

આ ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે, વીડિયોમાં દેખાય છે કે, ટ્રેનની થોડી આગળ ટ્રેક પર પથ્થરો અને લોખંડની કડીઓ મુકવામાં આવી છે અને ટ્રેન કર્મચારી ટ્રેક પરથી ઐઆ .