નાની બચત યોજનાઓના પોસ્ટ ઓફિસની 5 વર્ષની રિકરિંગ ડિપોઝિટના વ્યાજના દરમાં 20 બેસિસ પોઈન્ટનો વધારો

small saving scheme

ઓક્ટોમ્બરથી ડિસેમ્બરના સમય માટે વ્યાજના દરોની જાહેરાત કરી

નાણા મંત્રાલયના આર્થિક બાબતોના વિભાગ દ્વારા ઓક્ટોમ્બરથી ડિસેમ્બરના સમય માટે વ્યાજના દરોની જાહેરાત કરવામાં આવી છે. નાણા મંત્રાલયે ચાલુ નાણાકીય વર્ષના ત્રીજા ત્રિમાસિક ગાળાની ઓક્ટોમ્બર થી ડિસેમ્બર માટેની નાની બચત યોજનાઓના વ્યાજ દરોની જાહેરાત કરી છે. આ સમયગાળા માટે માત્ર પોસ્ટ ઓફિસની 5 વર્ષની રિકરિંગ ડિપોઝિટના વ્યાજના દરમાં 20 બેસિસ પોઈન્ટનો વધારો કરવાનો નિર્ણય કર્યો છે. 5 વર્ષની રિકરિંગ ડિપોઝિટના વ્યાજ દરોમાં 6.5 ટકાને વધારીને 6.7 ટકા કરવામાં આવ્યા છે. પીપીએફ, સુકન્યા સમૃદ્ધિ યોજના સહિતની કિસાન વિકાસ પત્રના વ્યાજદરોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. પીપીએફના વ્યાજ દરમાં કોઈ વધારો કરવામાં નથી આવ્યો અને તેમા રોકાણ કરનારાઓને માત્ર 7.1 ટકાનું વ્યાજ મળશે. એપ્રિલ 2020 બાદ પીપીએફના વ્યાજ દરોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. પોસ્ટની અલગ- અલગ મુદતવાળી ડિપોઝિટ યોજનાના વ્યાજ દરોમાં કોઈ ફેરફાર નહી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

સરકારે દરેક બચત યોજનાનાં વ્યાજ દરોમાં કોઈમાં વધારો કર્યો છે પરંતુ પીપીએફમાં રોકાણ કરનારા લોકો આ વખતે ફરી નિરાશા મળી હતી. 1 ઓક્ટોમ્બર 2023થી લઈને 31 ડિસેમ્બર 2023 દરમ્યાન સુકન્યા સમૃદ્ધિ યોજના પર 8 ટકાનું વ્યાજ આપવામાં આવે છે. નેશનલ સેવિંગ સર્ટિફેકેટ પર 7.7 ટકાનો વ્યાજ દરમાં કોઈ વધારો -ઘટાડો કરવામાં આવ્યો નથી. કિસાન વિકાસ પત્રમાં રોકાણ કરનારાઓને 7.5 ટકાના દરે વ્યાજ મળશે અને તેની પાકતી મુદત 115 મહિનાની રહેશે. સીનિયર સિટીઝન સેવિંગ સ્કીમમાં 8.2 ટકા પ્રમાણે વ્યાજ મળશે. પોસ્ટ ઓફિસની માસિક એકાઉન્ટ સ્કીમમાં રોકાણકારોને 7.4 ટકા પ્રમાણે વ્યાજ મળશે.