નવા સંસદ ભવન જતા પહેલા PM એ અંતિમ ભાષણમાં જુના સંસદ ભવનની 75 વર્ષની ઉપલબ્ધિઓ ગણાવી

PM Modi

75 વર્ષની સંસદીય યાત્રા પુનઃ સ્મરણ કરીને પ્રેરક ઐતિહાસિક સદનથી વિદાય

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંસદના વિશેષ સત્રના પહેલા દિવસે લોકસભામાં ભાષણ આપ્યું હતું. અને સંસદની 75 વર્ષની ઉપલબ્ધિઓ ગણાવી અને ચર્ચા કરવામાં આવી હતી. જે જુના સંસદ ભવનને વિદાય આપતી વખતે પીએમ મોદીએ દેશના ભવિષ્ય વિશે વાત કરી હતી. પોતાના સંબોધનમાં પીએમ મોદીએ સંસદની 75 વર્ષની ઉપલબ્ધિઓ વિગતો આપતા સંસદની બહાર મીડિયા સાથે વાત કરતા કહ્યું કે આ સત્ર નાનું છે, પરંતુ સમયની દ્રષ્ટિએ ઘણું મોટું છે અને ઐતિહાસિક નિર્ણયનું સત્ર છે.

આજે વડાપ્રધાન મોદીએ ગૃહને સંબોધિત કરતા આ જૂના સંસદ ભવનની ઉપલબ્ધિઓ પર પણ જોર આપ્યું. વડાપ્રધાન મોદીએ કહ્યું- નવા ગૃહમાં જતા પહેલા તે પ્રેરક પળો, ઈતિહાસના મહત્વપૂર્ણ અવસરને સ્મરણ કરતા આગળ વધવાનો આ પ્રસંગ છે. આપણે સૌ આ ઐતિહાસિક ભવનથી વિદાય લઈ રહ્યાં છીએ. આઝાદી પહેલા આ ગૃહ કાઉન્સિલનું સ્થાન હતું. આઝાદી પછી સંસદ ભવન તરીકે એક ઓળખ મળી, આ ઈમારતના નિર્માણ કરવાનો નિર્ણય વિદેશી શાસકોનો હતો. પરંતુ આ વાત આપણે કદી ન ભૂલી શકીએ અને આપણે ગર્વથી કહી શકીએ છીએ કે આ ભવનના નિર્માણમાં પરસેવો અને પરિશ્રમ મારા દેશવાસીઓનો હતો અને પૈસા પણ આપણાં દેશના લોકોના હતા.

આઝાદી પહેલા આ સદન ઇમ્પીરીયલ લેજિસ્ટલેટિવ કાઉન્સિલને સ્થાને હતો, આઝાદી પછી સંસદ ભવનના રૂપમાં ઓળખ પ્રાપ્ત થઈ. એ સાચું છે કે આ સંસદ ભવનની ઇમારત કરવાનો નિર્ણય વિદેશી શાસકોનો હતો. આ વાત ક્યારેય અમે ભૂલી નથી શકતા કે સંસદ ભવનના નિર્માણમાં પરસેવો આપણા દેશવાસીઓનો લાગેલો છે.

75 વર્ષની યાત્રા લોકતાંત્રિક પરંપરાઓ
આ પ્રક્રિયાનું ઉત્તમથી ઉત્તમ સર્જન કર્યું. આ સદનમાં રહેલા લોકોએ સક્રિયતાથી યોગદાન આપ્યું. અને આપણે ભલે નવા સંસદ ભવનમાં જઈશું પણ જુનું સંસદભવન આવનાર પેઢીને પ્રેરણા આપતુ રહેશે. આ ભારતની લોકતંત્રની સુવર્ણ યાત્રાનો મહત્વપૂર્ણ અધ્યાય છે, આખી દુનિયાએ ભારતનાં લોકતંત્રને સામર્થન કર્યું છે. હવે પછી પરિચિત કરવાનું કામ સંસદ ભવન ની નવી ઈમારતથી થતું રહેશે.

અમૃતકાળની પહેલી સવારનું પ્રકાશ
રાષ્ટ્રમાં એક નવો આત્મવિશ્વાસ, ઉમંગ, નવા સપના, સંકલ્પ રાષ્ટ્રમાં નવો સામર્થ્ય ભરી રહ્યો છે. ચારેય બાજુ ભારતની ઉપલબ્ધીઓની ચર્ચા થઈ રહી છે. ગર્વની સાથે અમારી 75 વર્ષ સંસદનો ઇતિહાસનો એક સામૂહિક પ્રયાસ જેના પરિણામના કારણે વિશ્વમાં આજે તેની ગૂંજ સાંભળવા મળી રહી છે.

ચંદ્રયાન-3ની સફળતા
ભારત સહિત આખો દેશ અભિભૂત છે. ભારતના સામર્થ્ય રૂપ આધુનિકતાથી જોડાયેલું છે, વિજ્ઞાન અને ટેકનોલોજીથી પણ જોડાયેલું છે, વૈજ્ઞાનિકોના સામર્થ્યથી પણ જોડાયેલું છે. દેશની 140 કરોડની જનતાનાં સંકલ્પથી જોડાયેલું છે જે દુનિયાભરમાં નવા પ્રભાવ પેદા કરશે. સદનના માધ્યમથી મોદીએ ફરી એકવાર વૈજ્ઞાનિકોનો આભાર વ્યક્ત કર્યો.

G20ની સફળતા કોઈ એક પક્ષની નથી
140 કરોડ દેશવાસીઓની સફળતા છે, કોઈ એક વ્યક્તિની કે કોઈ પક્ષની સફળતા નથી તે સંપુર્ણ ભારત દેશની સફળતા છે. ભારતના ફેડરલ સ્ટ્રક્ચરે વિવિધતાઓ 60 સ્થળ ઉપર 200 થી અધિક સમિટ અને તેની મેજબાની હિન્દુસ્તાનના અલગ અલગ રૂપમાં મોટા આનબાન શાન થી કરી હતી. આ સમય સેલિબ્રેટ કરવાનો સમય છે. ભારત એ વાત પર ગર્વ કરે છે કે તે G20ની અધ્યક્ષતા કરી હતી. આ સમયે આફ્રિકન યુનિયનને G20માં સદસ્ય બનાવવામાં આવ્યું હતું. તે ક્ષણ આપણા માટે ભાવુક હતી. આફ્રિકન યુનિયનની ઘોષણા થતા આફ્રિકન પ્રેસિડેન્ટે મોદીજીને કહ્યું મારા જીવનમાં એવી ક્ષણ હતી કે હું બોલતા બોલતા રડી પડ્યો હતો. કલ્પના નથી કરી શકતા કે આપણ ને આ અવસર પ્રાપ્ત થયો.

ભારત વિશ્વ મિત્ર રૂપમાં જગા પર પ્રાપ્ત કરી
આખુ વિશ્વ ભારતમાં પોતાનું મિત્ર શોધી રહ્યો. વિશ્વ ભારતની મિત્રતાનો અનુભવ કરે છે. તેનું મૂળ કારણ એ છે કે વૈદ થી વિવેકાનંદ સુધી આપણે પ્રાપ્ત કર્યો છે. સબકા સાથ સબકા વિકાસ હજી વિશ્વને જોડી રહ્યો છે. જુના સંસદ થી વિદાય લેતા આ એક ભાવિક ક્ષણ છે પરિવારમાં પણ જુના ઘર થી નવા ઘર જતા ભાવુક થઈએ છે. સદન છોડીને જઈ રહ્યા છે. ત્યારે મારું મન ભાવનાઓ અને સંઘર્ષ ભર્યા માહોલમાં રહ્યુ છે.

PM મોદીએ નેહરુની પ્રસંશા કરી
નહેરુની પ્રશંસા કરતાં પીએમ મોદીએ કહ્યું કે સામાજિક ઉત્થાન અને ન્યાય માટે પંડિત નેહરુએ અને બાબાસાહેબ આંબેડકર સાથે મળીને કામ કર્યું હતું. બાબાસાહેબ કહેતા હતા કે દલિતો અને વંચિતોનો વિકાસ માટે દેશમાં ઔદ્યોગિકરણ જરૂરી છે. નહેરુની કેબિનેટમાં વાણિજ્ય મંત્રી રહેલા આંબેડકરે આ માટે જે નીતિ બનાવી હતી.

કલમ 370
નરેન્દ્ર મોદીએ કહ્યું કે સંસદમાં કલમ 370, જીએસટી, વન રેન્ક, વન પેન્શન,ગરીબી ઉચ્ચ જાતિઓ માટે 10% આરક્ષણ પર ઐતિહાસિક નિર્ણયો લેવાયા હતા આ સંસદમાં સર્વ સંમતિથી એક સાથે ત્રણ નવા રાજ્યની રચના કરવામાં આવી હતી.
સંસદ પર આતંકવાદી હુમલો ભૂલી શકાતું નથી 2001 માં સંસદ પર થયેલો હુમલાનો ઉલ્લેખ કરતાં પીએમ મોદીએ કહ્યું કે સુરક્ષા કર્મીઓ ગૃહ અને સભ્યોનો બચાવવા માટે બલિદાન આપ્યું હતું હું આજે તેમને પણ પ્રણામ કરું છું. આતંકવાદી હુમલા ને ભૂલી શકતો નથી. આતંકવાદી હુમલો ઈમારત પર નહીં પરંતુ આપણી આત્મા ઉપર હતો.

આઝાદ ભારતની નવનિર્માણથી જોડાયેલી ઘટના
અનેક ઘટનાઓ 75 વર્ષમાં આકાર લીધી જોવાય છે સમય રહેતા જેવું સમય બદલાતું ગયું સદનની સરચનામાં પણ નિરંતર બદલાવ થયો ગયો સમાજનો હર એક પ્રતિનિધિ સદનમાં જોવા મળે છે.