મ્યુનિસિપલ કોર્પોરેશનના ઇતિહાસમાં પ્રથમ વખત સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી
નગરપાલિકાઓનો, તાલુકા પંચાયતના હોદ્દેદારો પ્રમુખની નિમણૂક કરવામાં આવી
રાજ્યની આઠ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં તેમજ અન્ય સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં પદાધિકારીઓ હોદ્દેદારોની પસંદગી ચૂંટણી પ્રક્રિયા આજથી 16મી સપ્ટેમ્બરે પૂર્ણ થવાની છે. સ્ટેટ પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા માત્ર નામ શોર્ટ લિસ્ટ કરાયા હતા. અને દિલ્હી હાઈકમાન્ડ દ્વારા પસંદગી કરવામાં આવી રહી છે. મેયર, ડે-મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિતના નામો પર મહોર લાગી છે. સુરતના નવા મેયરના નામની જાહેરાત દક્ષેશ માવાણી બન્યા. સુરતના નવા મેયર, ડેપ્યુટી મેયર નરેશ પાટીલ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજન પટેલ, શાસક પક્ષના નેતા તરીકે શશીબેન ત્રિપાઠીની વરણી કરવામાં આવી છે.
સુરતનાં મેયર દક્ષેશ માવાણી
સુરત મહાનગરપાલિકાની અઢી વર્ષની ટર્મ પૂરી કર્યા બાદ આજે સવારે નવા પદાધિકારીઓ વરણી માટે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે નો રીપીટ થિયરી લાગુ કરવામાં આવશે. મ્યુનિસિપલ કોર્પોરેશનના ઇતિહાસમાં પ્રથમવાર સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જે ભેગા મળીને પ્રદેશ નેતાઓ ધારાસભ્ય શહેર સંગઠનના નેતાઓ કોર્પોરેટરો અને અન્ય પદાધિકારીઓના નામ સલાહ સૂચન વિશે પૂછવામાં આવ્યું હતું. ત્યારબાદ નવા પદધિકારીઓ નિમણૂક કરવમાં આવી છે. આ વચ્ચે સુરતમાં ચાલતી તમામ અટકળ બાદ 38 માં મેયર તરીકે દક્ષેશ માવાણીનાં નામની જાહેરાત સુરત મેયર તરીકે કરવામાં આવી છે. જ્યારે જે નામ ચર્ચામાં જ ન હતું તેવા રાજન પટેલની સ્થાયી સમિતિના અધ્યક્ષ બનાવાયા છે.
ગઈકાલે સંકલન બેઠકમાં ચર્ચા બાદ આજે શીતલ સોની અને નિરંજન જાજમેરા તે મેન્ડેડ લઈ આવ્યા હતા. જેમાં મેયર તરીકે સૌથી આગળ ચર્ચામાં હતા તેઓ દક્ષેશ માવાણીના નામની જાહેરાત કરવામાં આવી હતી. અને સ્થાયી સમિતિના અધ્યક્ષ તરીકેની નિમણૂક જે ચર્ચામાં જ નોહ હતા. તે રાજન પટેલ નામની જાહેરાત કરવામાં આવી હતી. ડેપ્યુટી મેયર તરીકે નરેશ પાટીલ જ્યારે શાસક પક્ષ નેતા તરીકે વરણી શશી ત્રિપાઠીની કરવામાં આવી છે. જ્યારે દંડક તરીકે ની પસંદગી ધર્મેશ વાણીયા વાળાને કરવામાં આવી હતી.
રાજકોટના નવા મેયર નયનાબેન પેઢરીયા, ડેપ્યુટી મેયર તરીકે નરેન્દ્રસિંહ જાડેજા
રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના નવા મેયરના નામની જાહેરાત કરવામાં આવી છે. જે મેયર તરીકે નયનાબેન પેઢડિયા બન્યા રાજકોટના નવા મેયર, ડેપ્યુટી મેયર તરીકે નરેન્દ્રસિંહ જાડેજાની વરણી, જયારે જયમીન ઠાકર બન્યા સ્ટેન્ડિંક કમિટીના ચેરમેન, રાજકોટમાં મેયર પદની રેસમાં ચારથી પાંચ મહિલા નગર સેવકોના નામ ચર્ચામાં હતા. તેમાંથી નયના પેઢરિયા નામ પર મહોર લાગી છે. જ્યારે ગઈકાલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન બે મહિલા મેયરની નિમણૂક કરવામાં આવી હતી. આમ ત્રણ મહાનગરપાલિકાને મહિલા મેયર મળ્યા છે.
જામનગરના મેયર વિનોદ ખીમસુરિય
આજે જામનગરના મહાનગરપાલિકાના મેયર ડેપ્યુટી મેયર સ્ટેન્ડિંગ કમિટન્સ ચેરમેન સહિતના હોદ્દેદારોના નામની જાહેરાત કરવામાં આવી છે જેમાં મેયર તરીકેની જાહેરાતમાં વિનોદ ખીમસુરીયા નામ પર મહોર લગાવી દીધી છે, મેયર તરીકે ક્રિષ્નાબેન સોઢા બન્યાં છે. અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદે નિલેશ કગથરા નીમાયા છે. જયારે શાસક પક્ષના નેતા તરીકે આશિષ જોશી અને દંડક તરીકે કેતન નાખવા વરણી આપવામાં આવી છે.
ભાવનગરના મેયર ભરતભાઈ બારડ
ભાવનગરના મેયર તરીકે ભરતભાઈ બારડના નામ પર મહોર લાગી છે. ડેપ્યુટી મેયર તરીકે મોનાબેન પારેખ અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજુભાઈ રાબડીયા, શાસક પક્ષના નેતા બન્યા કિશોરભાઈ ગુરુમુખાણી, દંડક તરીકે ઉષાબેન બધેકા બન્યા છે
અમદાવાદને નવા મેયર મળ્યા પ્રતિભા જૈન, વડોદરાના નવા મેયર તરીકે પિંકી સોનીની પસંદગી
મહાનગરપાલિકાના અને નગરપાલિકા અને તાલુકા પંચાયતના હોદ્દેદારો તથા પ્રમુખોના નામની જાહેરા કરી છે અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર, ભાવનગર અને જૂનાગઢ સહિતના મેયર, ડેપ્યુટી મેયર,સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, પ્રમુખ, ઉપપ્રમુખ નામોની જાહેરાત થઈ ગઇ છે. જ્યારે ગુજરાતની નગરપાલિકાઓની તાલુકા પંચાયતના હોદ્દેદારો, પ્રમુખ, ઉપપ્રમુખ, ચેરમેને, શાસક પક્ષ નેતા, દંડકના નામોની જાહેરાત આજરોજ કરવામાં આવી છે
અન્ય નગરપાલિકાઓનો પ્રમુખની નિમણૂક કરવામાં આવી
જૂનાગઢ તા.પંચાયતના પ્રમુખની વરણી મંજુલાબેન ઠુંમ્મર જૂનાગઢ તા.પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ તરીકે મધુબેન પાથરીયાની નિમણૂક કરી ભરત દોમડીયા કારોબારી ચેરમેન તરીકે નિમાયા છે
ગીર સોમનાથ સુત્રાપાડા નગરપાલિકાના હોદ્દેદારોની નામની જાહેરાત પ્રમુખ તરીકે રમેશ વડાંગરીની વરણી.
બનાસકાંઠાના ડીસા નગરપાલિકામાં હોદ્દેદારની વરણી પ્રમુખ પદે સંગીતાબેન દવેની નામની જાહેરાત કરવામાં આવી. ઉપ-પ્રમુખ પદે શૈલેષભાઈ ની વરણી.
પાટણની સિદ્ધપુર નગરપાલિકામાં હોદ્દેદારોની વરણી અને ઉપ-પ્રમુખ પદે સોનલબેન ઠાકર બન્યા.
ઉના નગરપાલિકાના ઉપપ્રમુખ પદે દર્શનાબેન જોશી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે ધીરુભાઈ બન્યા.
તાપી જિલ્લાના વ્યારા નગરપાલિકા હોદ્દેદારો ની નિમણૂક કરવામાં આવી છે જ્યારે પ્રમુખ તરીકે રીતેશ ઉપાધ્યાય બન્યાં છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દિલીપ જાદવ બન્યાં છે. શાસક પક્ષના નેતા બન્યા મહેશ ગામીત, દંડક બન્યાં જમનાબેન બિરાડે.
વડોદરાના ડભોઇ નગરપાલિકાના હોદ્દેદારોની વરણીમાં પ્રમુખ પદનું સ્થાન હિરેનભાઈ શાહ ને આપ્યો છે. શાસક પક્ષના નેતા બન્યા હર્ષાબેન ચૌહાણ, દંડક તરીકેની નિમણૂક દાનિયલ મહેંદી સૈયદની કરવામાં આવી છે.
સાવલી નગરપાલિકાના પ્રમુખની વરણી હર્ષભાઈ પટેલ ના નામની જાહેરાત કરવામાં આવી છે. અને ઉપપ્રમુખ તરીકે ચેતનભાઇ દવેના નામની જાહેરાત કરી છે.
દાહોદ નગરપાલિકા હોદ્દેદારોના નામની વરણીમાં પ્રમુખ પદે તરીકેની નામની જાહેરાત નીરજ દેસાઈની થઈ છે. જ્યારે ઉપપ્રમુખ પદે ગીતાબેન ભંડગ કરી છે. મારી ચેરમેન તરીકે હિમાંશુભાઈ બન્યાં છે. શાસક પક્ષના નેતા તરીકે દિપકભાઈ વાલાની જાહેરાત કરી છે
નાયબ કલેકટરના અઘ્યક્ષ સ્થાને યોજાઈ પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ