અમદાવાદને નવા મેયર મળ્યા પ્રતિભા જૈન, વડોદરાના નવા મેયર તરીકે પિંકી સોનીની પસંદગી

મેયર પદ માટે સામાન્ય વર્ગની મહિલા માટે અનામત હોવાથી મહિલા મેયરની નિમણૂક કરવામાં આવી છે

AMC ડેપ્યુટી મેયર જતીન પટેલ, સ્ટેન્ડિંગ ચેરમેન પદ દેવાંગ દાણીને મળ્યું

VMCનાં ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ, સ્ટેન્ડિંગ ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રીની વરણી કરાઈ

અમદાવાદ અને વડોદરા મહાનગરપાલિકાને આજે નવા મેયર અને પદાધિકારીઓ મળ્યા છે. બન્ને મહાનગરપાલિકાને મહિલા મહેર મળ્યા છે. અમદાવાદના મેયર તરીકે પ્રતિભા જૈનને પદ મળ્યો અને વડોદરાના મેયર તરીકે પિંકી બેન સોનીની પસંદગી કરવામાં આવી છે. AMC અને VMCનાં મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેન સહિતના પદાધિકારીઓની અઢી વર્ષની ટર્મ પૂર્ણ થઈ રહી છે ત્યારે અમદાવાદના અને વડોદરાના બે મહિલા મહેર તરીકે નિમણૂક કરવામાં આવી છે. ઘણા દિવસોથી મહાનગરપાલિકાના પદાધિકારીઓની નિમણૂકને લઈને અનેક તર્ક વિતર્કો ચાલતા હતા. ત્યારે હવે તેનો અંત આવ્યો છે. મેયર પદ માટે સામાન્ય વર્ગની મહિલા માટે અનામત હોવાથી મહિલા મેયરની નિમણૂક કરવામાં આવી છે. શાહીબાગના કોર્પોરેટર પ્રતિભા જૈન હાલ તેઓ મહિલા અને બાળ વિકાસ કમિટીના ચેરમેન છે.

આજે સવારે મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય સભામાં મેયર તરીકે પ્રતિભા જૈન અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે દેવાંગ દાણીના નામની પસંદગી કરવામાં આવી છે.

પ્રતિભા જૈનની મેયર તરીકે નિમણૂક

AMCના પ્રતિભા જૈન નવા મેયર

છેલ્લા ઘણા સમયથી રાજ્ય અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પર ભાજપનો કબજો જમાવી રાખ્યો છે ત્યારે સત્તા પક્ષ ભાજપ કોર્પોરેશનમાં અઢી વર્ષની મેયર ટર્મ પૂરી થતાં સત્તાધીશોની નવી વરણીને લઈને આજે અમદાવાદ મેયર તરીકે પ્રતિભા જૈનની નિમણૂક કરવામાં આવી છે. ડેપ્યુટી મેયર તરીકે ઘાટલોડિયા વોર્ડના કોર્પોરેટર જતીન પટેલની પસંદગી કરવામાં આવી અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગદાણીની જાહેરાત કરવામાં આવી છે. અમદાવાદ મહાનગરપાલિકાના શાસક પક્ષના નેતા ભાઈપુરા વોર્ડના કોર્પોરેટર ગૌરાંગ પ્રજાપતિની નિમણૂક.

પિંકીબેન સોનીની મેયર તરીકે નિમણૂક

VMCના પિંકીબેન સોની નવા મેયર

આજે વડોદરામાં મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર તરીકે પિન્કીબેન સોનીના નામની પસંદગી કરવામાં આવી છે. આ સાથે નવા ડેપ્યુટી મેયર ચિરાગ બારોટની નિયુક્તિ થઈ છે. અને સ્ટેન્ડિંગ ચેરમેન નો પદ ડોક્ટર શીતલબેન મિસ્ત્રીને સોંપવામાં આવ્યું છે. પક્ષના નેતા તરીકે મનોજ પટેલનું નામ જાહેર

આવતીકાલે સુરત, રાજકોટ, ભાવનગર, જામનગરના નવા મેયરની જાહેરાત થઈ શકે છે.

રાજ્યની તમામ મહાનગર પાલિકા અને જિલ્લાઓમાં ભાજપના સત્તા દિવસોની ટર્મ પૂરી થતાં નવા પદાધિકારીઓ વરણી માટે ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે નો રિપીટ થિયરી લાગુ કરવામાં આવશે. મ્યુનિસિપલ કોર્પોરેશનના ઇતિહાસમાં પ્રથમવાર સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જે ભેગા મળીને પ્રદેશના નેતાઓ ધારાસભ્ય શહેર સંગઠનના નેતાઓ કોર્પોરેટરો અને અન્ય પદાધિકારીઓ નામના સલાહ સૂચન વિષે પૂછવામાં આવ્યું હતું. તે તમામ નામોની વિચાર વિમર્શ બાદ આજે પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડમાં તે નામોની ચર્ચાઓ કરી અને સવારે નામની જાહેરાત કરવામાં આવી હતી.

મહાનગરપાલિકા અમદાવાદ સહિત રાજ્યના આઠ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં તેમજ અન્ય સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં પદાધિકારીઓ હોદ્દેદારોની પસંદગી ચૂંટણીની પ્રક્રિયા આજથી 16મી સપ્ટેમ્બરે પૂર્ણ થવાને આરે છે. સ્ટેટ પાર્લામેન્ટ્રી બોર્ડ દ્વારા માત્ર નામ સોર્ટલિસ્ત કરાયા છે. દિલ્હી હાઈ કમાન્ડ દ્વારા પસંદગી કરવામાં આવી રહી છે.