G20ની સંયુક્ત ઘોષણા 37 પાનામાં છે. તેમાં કુલ 83 ફકરા છે તેને નવી દિલ્હી ઘોષણાપત્ર કહેવામાં આવે છે
નવી દિલ્હીમાં ચાલી રહેલી G20 સમિટના પહેલા જ દિવસે એક સંયુક્ત ઘોષણા પર સંમતિ સધાઈ છે. વડાપ્રધાન મોદીએ શનિવારે બીજા સત્રની શરૂઆતમાં અધ્યક્ષ તરીકે આ માહિતી આપી હતી. આ પછી તેમણે તમામ સભ્ય દેશોની સહમતિથી નવી દિલ્હી ઘોષણાપત્ર પસાર કર્યું. આ ઘોષણાપત્રમાં કુલ ચાર વખત રશિયા યુક્રેશન યુદ્ધનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ ઘોષણાપત્રમાં ન્યાયસંગત અને સ્થાયી શાંતિનો ઉલ્લેખ કરાયો છે. આ સાથે એવી અપીલ કરવામાં આવી છે કે, સભ્ય દેશ જે તે વિસ્તાર પર કબજો કરવા તથા એ માટે પૂરી તાકાતનો ઉપયોગ કરવાથી બચે. ક્ષેત્રીય અખંડતાથી વિરૂદ્ધ જઈને કોઈ કાર્ય ન કરે.
આ ઘોષણા પસાર કર્યા પછી, વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું કે તમામ દેશોએ નવી દિલ્હી ઘોષણાનો સ્વીકાર કર્યો છે. તેમણે કહ્યું- તમામ નેતાઓએ સ્વીકાર્યું છે કે G20 રાજકીય મુદ્દાઓ પર ચર્ચા કરવા માટેનું પ્લેટફોર્મ નથી. દરેક વ્યક્તિએ અર્થવ્યવસ્થા સાથે જોડાયેલા મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરી. આ ઘોષણાપત્રમાં 4 વખત યુક્રેન યુદ્ધનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે અમને પડકારજનક સમયમાં અધ્યક્ષતા મળી. G20ની સંયુક્ત ઘોષણા 37 પાનામાં છે. તેમાં કુલ 83 ફકરા છે. તેને નવી દિલ્હી ઘોષણાપત્ર કહેવામાં આવે છે.
તમામ દેશ સસ્ટેનેબલ ડેવપમેન્ટ ગોલ પર કામ કરે. ભારત વન ફ્યુચર વન એલયાંસ બનાવશે. જેમાં ફાઉન્ડર મેમ્બર તરીકે ભારત રહેશે. એ પછી અમેરિકા અને બ્રાઝિલનો સમાવેશ કરાયો છે. મલ્ટિલેટ્રલ ડેવલપમેન્ટ બેંકને મજબુતી આપવામાં આવશે. એક ધરતી એક પરિવાર અને એક ભવિષ્ય પર ભાર દેવામાં આવશે. બેંકની સક્ષમતાને વધારવામાં આવશે. ગ્લોબલ સાઉથની પ્રાથમિકતા પર ભાર મૂકવામાં આવશે. ક્રિપ્ટોકરંસીને લઈને એક ગ્લોબલ પોલીસી તૈયાર કરવામાં આવશે. પછી એના પર ચર્ચા વિચારણા થશે. ગ્રીન અને લૉ કાર્બન એનર્જી ટેકનોલોજી પર કામ કરવામાં આવશે.
લોન લઈને એક સારી એવી વ્યવસ્થા ઊભી કરવા માટે ભારતે કોમન ફ્રેમવર્ક બનાવવા પર વાત કરી હતી. દુનિયામાં ઝડપથી વિકાસ કરતા શહેર માટે ફંડ ફાળવવામાં આવશે. જૈવિક વિવિધતા, વન અને મહાસાગરની સુરક્ષા કરવામાં આવશે. ભવિષ્યમાં આરોગ્યની સ્થિતિમાં સુધારો કરવા માટે પૂરતી તૈયારીઓ કરવામાં આવશે. વિકાસશીલ દેશમાં લોન સંબંધીત ખામીઓ પર પૂરતું કામ કરવામાં આવશે. વધી રહેલા તાપમાન પર ચર્ચા વિચારણા કરવામાં આવશે. તાપમાનને કંટ્રોલ કરવા માટે એક સંસાધનના વિકાસ પર મંજૂરી બની છે.
ડેવલપમેન્ટ બેંક તૈયાર કરવામાં આવશે. ડિજિટલ સેવાઓ અને ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારો કરવા માટે મંજૂરી મળી છે. આ માટે તમામ દેશે સહમતી દર્શાવી છે. વિકાસને વેગ આપવા માટે ડિજિટલ ટ્રાંસફોર્મેશન પર ફોક્સ કરવામાં આવશે. મહિલાઓની સમાન પ્રગતિ તથા પ્રભાવી ભાગીદારને વેગ દેવા માટે ભાર મૂકવામાં આવશે. અર્થ વ્યવસ્થામાં મહિલાઓની ભાગીદારી માટે પગલાં લેવાશે. પર્યાવરણના દ્રષ્ટિકોણથી ટકાઉ અને વિકાસના રસ્તાઓ પર આગળ વધવામાં આવશે.
આમાં સમાવિષ્ટ મુખ્ય પ્રસ્તાવ નીચે જોઈ શકાય છે
- તમામ દેશો સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ પર કામ કરશે. ભારતની પહેલ પર વન ફ્યુચર એલાયન્સની રચના કરવામાં આવશે.
- તમામ દેશોએ યુએન ચાર્ટરના નિયમો અનુસાર કામ કરવું જોઈએ.
- બાયો ફ્યુઅલ એલાયન્સ બનાવવામાં આવશે. તેના સ્થાપક સભ્યો ભારત, અમેરિકા અને બ્રાઝિલ હશે.
- વન અર્થ, વન ફેમિલી, વન ફ્યૂચર પર ભાર મૂકવામાં આવશે.
- બહુપક્ષીય વિકાસ બેંકોને મજબૂત કરવામાં આવશે. તેમને વધુ સારા, મોટા અને વધુ અસરકારક બનાવવામાં આવશે.
- ગ્લોબલ સાઉથની પ્રાથમિકતાઓ પર ભાર મૂકવામાં આવશે.
- ક્રિપ્ટોકરન્સી અંગે વૈશ્વિક નીતિ બનાવવા માટે વાતચીત થશે.
- ભારતે લોન સંબંધિત વધુ સારી સિસ્ટમ બનાવવા માટે એક સામાન્ય માળખું બનાવવા પર ભાર મૂક્યો છે.
- વિશ્વના સૌથી ઝડપથી વિકસતા શહેરોને ફંડ આપવામાં આવશે.
- ગ્રીન અને લો કાર્બન એનર્જી ટેક્નોલોજી પર કામ કરવામાં આવશે.
- તમામ દેશોએ તમામ પ્રકારના આતંકવાદની ટીકા કરી છે. આતંકવાદનો ઉલ્લેખ 9 વખત કરવામાં આવ્યો હતો.