CCIએ ટાટા ગ્રૂપની એરલાઇન કંપની એર ઈન્ડિયાને વિસ્તારા સાથે વિલયની મંજૂરી આપી

Airindia merch vistara

સરળ ભાષામાં સમજીએ તો વિલય પછી વિસ્તારા એરલાઇન્સનું નામ ભૂંસાઈ જશે

કોમ્પિટિશન કમિશન ઓફ ઈન્ડિયાએ ટાટા ગ્રૂપની એરલાઈન્સ એર ઈન્ડિયા- વિસ્તારાના મર્જરનો એર-વે ક્લિયર કરી દીધો છે. એટલે કે, આ મર્જરને મંજૂરી આપી દીધી છે. પ્રતિસ્પર્ધા આયોગ એટલે કે CCIએ ટાટા ગ્રૂપની એરલાઇન કંપની એર ઈન્ડિયાને વિસ્તારા સાથે વિલયની મંજૂરી આપી દીધી છે. જો કે આ મંજૂરી કેટલીક શરતો પર નિર્ભર છે. વિસ્તારા એરલાઇનનું વિલિનીકરણ થયા બાદ પણ પૂર્ણ સેવા એરલાઇન એર ઈન્ડિયાના નામથી જ ઓળખાશે. સરળ ભાષામાં સમજીએ તો વિલય પછી વિસ્તારા એરલાઇન્સનું નામ ભૂંસાઈ જશે. વિસ્તારાના મર્જર બાદ હવે એર ઈન્ડિયા દેશની બીજા ક્રમની સૌથી મોટી ડોમેસ્ટિક એરલાઈન્સ અને સૌથી મોટી ઈન્ટરનેશનલ એરલાઈન્સ બની ગઈ છે. CCIએ આ મામલે એક ટ્વિટ કરીને જાણકારી આપી હતી. CCI દ્વારા કહેવામાં આવ્યું કે- CCIએ ટાટા SIA એરલાઇન્સના એર ઈન્ડિયામાં વિલયને અને પાર્ટીઓ દ્વારા પ્રસ્તાવિત સ્વૈચ્છિક પ્રતિબદ્ધતાઓના અનુપાલનને આધીન એર ઈન્ડિાયમાં સિગાપુર એરલાઇન્સ દ્વારા કેટલાંક શેરના અધિગ્રહણને મંજૂરી આપી દીધી છે. જોકે, આ મંજૂરી કેટલીક શરતોને આધીન આપવામાં આવી છે. જોકે, પહેલા સમગ્ર ડીલની સ્ક્રુટિની થશે. એ પછી બીજા ઑપરેશનને ફાઈનલાઈઝડ કરવામાં આવશે. વિલયમાં ટાટા સન્સ પ્રાઈવેટ લિમિટેડ, એર ઈન્ડિયા લિમિટેડ, ટાટા એસઆઈએ એરલાઇન્સ લિમિટેડ અને સિંગાપુર એરલાઇન્સ લિમિટેડ પક્ષ બન્યા છે.


છેલ્લા ઘણા સમયથી આ મર્જર વચ્ચે કેટલાક વિધ્નો આવી રહ્યા હતા. જે હવે ક્લિયર થઈ જતા ડીલ ફાઈનલ થઈ ચૂકી છે. CCI એ એર ઈન્ડિયામાં ટાટા SIA એરલાઈન્સના વિલીનીકરણને અને પક્ષકારો દ્વારા ઓફર કરાયેલી સ્વૈચ્છિક પ્રતિબદ્ધતાઓના પાલનને આધીન એર ઈન્ડિયામાં સિંગાપોર એરલાઈન્સ (SIA) દ્વારા ચોક્કસ શેરહોલ્ડિંગના સંપાદનને મંજૂરી આપી છે, એક મહિના પછી આ ડીલ અંગેની મંજૂરી મળી છે. જૂન મહિનામાં CCIએ એર ઈન્ડિયાને શૉ કોઝ નોટિસ ફટકારી હતી. જેમાં સ્પષ્ટતા માંગવામાં આવી હતી કે, શા માટે એર વિસ્તાર સાથેના મર્જરને તપાસ્યા વગર નક્કી કરી દેવાયું, આ ડીલમાં CCIને શા માટે ધ્યાન ન લીધું. ટાટા ગ્રૂપે એરલાઈન્સનો બિઝનેસ વધારવાની દિશામાં એક મોટું પગલું ભર્યું છે.
હાલમાં CCIએ એર ઈન્ડિયાને કારણ જણાવો નોટિસ જાહેર કરતા પૂછ્યું હતું કે વિસ્તારાની સાથે વિલયના પ્રસ્તાવની તપાસ કેમ ન થવી જોઈએ. કંપનીને આ નોટિસનો જવાબ 30 દિવસમાં આપવાનો હતો. એર ઈન્ડિયા દ્વારા જવાબ આપવામાં આવ્યા બાદ હવે CCIએ વિલયની મંજૂરી આપી દીધી છે.


આ ડીલ પછી એર ઈન્ડિયા દેશની સૌથી મોટી ઈન્ટરનેશનલ એરલાઇન અને બીજી સૌથી મોટી ડોમેસ્ટીક એરલાઇન બની જશે. ગત વર્ષે જાન્યુઆરીમાં સરકાર પાસેથી એર ઈન્ડિયાનું નિયંત્રણ પોતાના હાથમાં લીધા બાદથી ટાટા ગ્રૂપે તેના પુનર્ગઠનના પ્રયાસમાં લાગેલું છે. આ ક્રમમાં વિસ્તારાનું વિલય એર ઈન્ડિયાની સાથે જ્યારે એર એશિયા ઈન્ડિયાનું વિલય એર ઈન્ડિયા એક્સ્પ્રેસ સાથે કરવામાં આવશે. વિસ્તારા, ટાટા સન્સ અને સિંગાપુર એરલાઇનનું જોઈન્ટ વેન્ચર છે. ટાટા સન્સની 51 ટકા અને સિંગાપુર એરલાઇનની 49 ટકા ભાગીદારી છે. આ વિલય પછી એર ઈન્ડિયાની વૈશ્વિક સ્તરે ડઝનેક જેટલા નવા સ્લોટ સુધી પહોંચ બનશે. તો ટાટા સન્સનો એરલાઇન વ્યવસાય વધુ મજબૂત બનશે.
એર ઈન્ડિયા દ્વારા વિલયની કવાયતની અસર એવિએશન ઈન્ડસ્ટ્રી પર પણ જોવા મળશે. આ ઈન્ડસ્ટ્રીમાં એર ઈન્ડિયાનો દબદબો વધશે. જો કે હાલ ઈન્ડિગોની એવિએશનમાં સૌથી મોટી 60% માર્કેટ ભાગીદારી છે. એર ઈન્ડિયા અને વિસ્તારાની બજારમાં ભાગીદારી કુલ મળીને 18.4% છે. જો એર એશિયા પણ એર ઈન્ડિયાના બાસ્કેટમાં આવી જશે તો પણ આ ભાગીદારી 30%થી નીચે જ રહેશે.


વિસ્તારા એરલાઈન્સને TATA SIA એરલાઈન્સથી પણ ઓળખવામાં આવે છે. કારણ કે, આ એરલાઈન્સ ટાટા સન્સ અને સિંગાપોર એરલાઈન્સનું જોઈન્ટ વેન્ચર છે. વિસ્તારમાં સિંગાપોર એરલાઈન્સનો 49 ટકા ભાગ છે. ટાટા ગ્રૂપે ગત વર્ષે નવેમ્બર મહિનામાં એક સોદા અંતર્ગત એર ઈન્ડિયા-વિસ્તારાના મર્જરનું એલાન કર્યું હતું. જેમાં સિંગાપોર એરલાઈન્સ પણ એર ઈન્ડિયામાં 25.1 ટકા ભાગ સાથે ટેકઓવર કર્યું હતું. જોકે, સમગ્ર સંચાલનમાં મુખ્ય ભૂમિકા કંપનીની રહી હતી. જોકે, આ પ્રકારના મર્જરથી એર ટ્રાવેલર્સને સીધો ફાયદો થવાનો છે. જોકે, આ ડીલ પછી ફ્લાઈટના રેટ કેટલા રહે છે એના પર સમગ્ર ડીલની સફળતાનો આધાર રહેલો છે.