વધુ કાર્યવાહી 1 સપ્ટેમ્બરે થશે, તથ્યને જેલનું ભોજન ર જમવુ પડશે, ઘરનું જમવાનું નહીં મળે
અમદાવાદ ઇસ્કોન બ્રિજ પર જેગુઆર ગાડી વડે 9 લોકોને કચડીને મોતના મુખમાં ધકેલી દેનાર કારચાલક તથ્ય પટેલ અને તેના પિતા પ્રજ્ઞેશ પટેલ હાલઅકસ્માત કેસમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં અમદાવાદ જેલમાં બંધ છે. ગઈકાલે તથ્ય પટેલની જામીન અરજી કોર્ટે ફગાવી હતી. આજે પોલીસ-બંદોબસ્ત વચ્ચે તથ્ય પટેલ અને તેના પિતા પ્રજ્ઞેશ પટેલને અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં લાવવામાં આવ્યા હતા. પિતા-પુત્ર કોર્ટમાં જજ સમક્ષ ઉપસ્થિત થયા હતા. બન્ને આરોપી વકીલને પણ મળ્યા હતા. હવે આ કેસમાં નવું અપડેટ સામે આવ્યું છે જેમાં જાણવા મળ્યુ છે કે પ્રજ્ઞેશ પટેલને જેલ મેન્યુઅલ પ્રમાણે ઘરનું જમવાનું મળશે. પરંતું તથ્યને હાલ જેલનું જ જમવાનું જમવું પડશે. તથ્યને ઘરનું જમવાનું મળશે નહીં. આ કેસમાં આગળની વધુ કાર્યવાહી માટે કોર્ટે 1 સપ્ટેમ્બરે નક્કી કરી છે. આરોપીના વકીલે તથ્યના અભ્યાસને લઈને કહ્યું કે તેનો અભ્યાસ અધૂરો છે તો સરકારી વકીલે દલીલ કરી હતી કે અભ્યાસ તો જેલમાં પણ કરી શકાય છે. જિલ શાહ આરોપીના વકીલના રૂપમાં આજે હાજર રહ્યા હતા. કોર્ટે આરોપીઓને વકીલને મળવા માટેનો સમય આપ્યો હતો. તો તથ્ય અને પ્રજ્ઞેશ પટેલની વકીલ રોકવા કોર્ટમાં માગ કરાઈ હતી. ચુસ્ત પોલીસ જપતામાં તથ્ય અને પ્રજ્ઞેશને ફરી જેલભેગા રવાના કરવામાં આવ્યા છે. સેશન્સમાં આરોપી તરફે કેસ લડવા વકીલ વકીલાતપત્ર રજૂ કરશે. આ કેસમાં જુદા-જુદા વકીલ આરોપી તરફથી આવ્યા છે.
કોર્ટમાં હાજર થતી સમયે તથ્ય પટેલ ચશ્મા પહેરીને આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે અકસ્માત સંદર્ભે તથ્યની આંખોનો ટેસ્ટ કરવામાં આવ્યો છે. તે હાલમાં નંબરના ચશ્મા પહેરેલો જોવા મળ્યો હતો. ઈસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં સેશન્સ કોર્ટમાં બંને આરોપી સામે ચાર્જફ્રેમ થશે. તથ્ય ચશ્માં અને જેક એન્ડ જોન્સની ટી-શર્ટ પહેરીને આવ્યો હતો. આરોપીઓને વકીલને મળવા ન દેવાતાં કોર્ટે જેલ પોલીસને પ્રશ્ન કર્યા હતા અને પોલીસે કોર્ટ ઓર્ડર માગ્યો હતો. નિયમો પ્રમાણે કાર્યવાહી કરવા કોર્ટે પોલીસને કહ્યું હતું. નહીંતર ટ્રાયલ એક તરફ જાય. આથી જલ ઉનવાલાની આસિસ્ટન્ટ વકીલ અને સોમનાથ વત્સની આસિસ્ટન્ટ વકીલ બંને આરોપીઓને મળ્યા હતા. કોર્ટમાં ચુસ્ત પોલીસ જાપતા સાથે બંને આરોપીને લાવવામાં આવ્યા હતા.
બીજી તરફ આરોપી તથ્ય પટેલ અને પ્રજ્ઞેશ પટેલ સામેની ટ્રાયલ શરૂ થઈ છે. આરોપીઓ સામે સેશન્સ કેસ નોંધાયો. સેશન્સ કેસ નંબર 115/ 2023થી કેસ નોંધાયો. તથ્ય પટેલને વિડિયો કોન્ફરન્સથી કોર્ટ સમક્ષ રજૂ કરાયો હતો. જેલમાં ઘરનું જમવાનું નહીં મળતું હોવાનું તથ્ય પટેલે ફરી એકવાર ફરિયાદ કરી છે. વકીલને મળવા નહીં દેવાતા હોવાની પણ ફરિયાદ કરી છે. ગઈકાલે અમદાવાદ ગ્રામ્ય સેશન્સ કોર્ટમાં સેન્ટ્રલ જેલ સાબરમતીથી તથ્ય પટેલ અને તેના પિતા પ્રજ્ઞેશ પટેલને વીડિયો કોફરન્સથી ઉપસ્થિત રાખવામાં આવ્યા હતા.