અમદાવાદ એસઓજી ક્રાઈમે બે કરોડની કિંમતનાં મેફેડ્રોન ડ્રગ્સ સાથે એક આરોપીને ઝડપી પાડ્યો

SOG Crime Branch

અમદાવાદ એસઓજી દ્વારા વધુ એક વખત બે કિલો ત્રણ ગ્રામ મેફેડ્રોન નામના ડ્રગ્સ બે કરોડ ના મુદ્દા માલ સાથે એક આરોપીને ગીતામંદિર નવા બસ સ્ટેશનના એક્ઝિટ ગેટ બહાર મહેશકુમાર નામના આરોપીને ઝડપી લીધો.

અમદાવાદ સહિત ગુજરાત રાજ્યભરમાં યુવાધનને બરબાદ કરતા ડ્રગ્સ વેચાણના કિસ્સાઓ વધી રહ્યાં છે ત્યારે અમદાવાદ એસઓજી પોલીસે માહિતીનાં આધારે આરોપી મહેશકુમાર ઉર્ફે વિજય રામસહાય નિષાદ ઉંમર 28 વર્ષ રહે ગામ વામોલી (બહવા) પોસ્ટ તેરિયા જિલ્લા આંબેડકર નગર ઉત્તર પ્રદેશનાઓ કબજામાંથી વગર પરમિટ અને ગેરકાયદેસર નશીલા પદાર્થો સાથે મેફેડ્રોનનો જથ્થા સાથે ૨૦૦૩ ગ્રામ ૫૦૦ મીલીગ્રામના મુદ્દા માલ બે કરોડ પંત્રીસ હજાર અને અન્ય બીજી ચીજ બે કરોડ પિસ્તાલીસ હજારની મળી આવી છે જેથી આરોપી વિરુદ્ધ પોલીસે ડીસીબી પોલીસ સ્ટેશનમા એન ડી પી એસ એક્ટ આધારે કલમ 8(સી), 21(સી) મુજબ ગુનો નોંધીને આગળ કાર્યવાહી વધુ ધરી છે.

થોડા દિવસ પહેલા ચાંદખેડામાંથી એસઓજી દ્વારા ડ્રગ્સ સાથે એક વ્યક્તિની ધપકડ કરી હતી તેમાં વિશાખા નામના વ્યક્તિનું નામ સામે આવ્યું હતું.