રાંચીમાં કુવામાં પડી ગયેલા પશુને બચાવવાનો પ્રયાસ કરતી વખેત કુવો તૂટ્યો, 9 લોકો ડુબ્યા

Ranchi

પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી, રેસ્ક્યુ ઓપરેશન શરૂ, પુરજોશમાં બચાવ કામગીરી શરૂ, 2 લોકોને બહાર કઢાયા

મળતી માહિતી મુજબ રાંચી જિલ્લાના પિસ્કા ગામમાં કુવામાં પડી ગયેલા એક બળદને બચાવવા લોકો પ્રયાસો કરી રહ્યા હતા આ દરમિયાન અચાનક કુવો તુટતા 9 લોકો કુવામાં ગરકાવ થઈ ગયા હતા. આસપાસના લોકોએ જણાવ્યું કે, કુવામાં એક બળદ પડી ગયું હતું, જેને બચાવવા 8થી 9 લોકો પ્રયાસ કરી રહ્યા હતા. આ દરમિયાન અચાનક કોઈ કારણસર કુવો તુટી જતા 9 લોકો કુવામાં પડી ગયા હતા. ઘટનાની માહિતી મળતા જ રાંચી જિલ્લાના આજસૂ ઉપાધ્યક્ષ વીણા ચૌધરી, ઘણા સ્થાનિક જનપ્રતિનિધિઓ અને પોલીસ તંત્ર ઘટના સ્થળે પહોંચી ગયા છે. લોકો કુવામાં ફસાઈ ગયા છે, જેમને બચાવવા પુરજોશમાં રેસ્ક્યુ ઓપરેસન શરૂ કરી દેવાયું છે. હાલમાં 2 લોકોને કૂવામાંથી બહાર કાઢવામાં આવ્યા છે. અન્ય લોકોને બચાવવા માટે કાર્ય ચાલુ છે. આ વાતની જાણ થતા જ આસપાસના ગામોના લોકો ઘટના સ્થળે પહોંચી ગયા હતા.