15મી ઓગસ્ટને લઈને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. લોકો આઝાદીનાઆ પર્વને અલગ અલગ રીતે ઉજવવાની તૈયારી કરી રહ્યા છે. ત્યારે મોબાઇલ ફોન ઉત્પાદક કંપની લાવાએ કંઈક અલગ જ કર્યું કે તેનું નામ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાઈ ગયું છે. મોબાઇલ ફોન ઉત્પાદક કંપની લાવાએ શોપિંગ મોલમાં સ્માર્ટફોનનો ઉપયોગ કરીને સૌથી મોટો એનિમેટેડ તિરંગો બનાવ્યો છે. લાવાએ નોઈડાના એક મોલમાં 1206 એન્ડ્રોઈડ મોબાઈલ સાથે એનિમેટેડ તિરંગો બનાવ્યો છે. કંપની તિરંગો બનાવી રહી હતી તે દરમિયાન ગિનીસ વર્લ્ડ રેકોર્ડના એક અધિકારી હાજર હતા. કંપનીનું આ કામ ગિનીસ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયેલું છે. અધિકારીએ કહ્યું કે સ્માર્ટફોનથી બનેલો આ અત્યાર સુધીનો સૌથી મોટો એનિમેટેડ તિરંગો છે.

લાવા ઈન્ટરનેશનલના પ્રેસિડેન્ટ સુનીલ રૈનાએ જણાવ્યું હતું કે, “અમને ભારતીય રાષ્ટ્રધ્વજની સૌથી મોટી એનિમેટેડ સાઈઝ બનાવવા બદલ ગર્વ છે. તેમણે કહ્યું કે આ રાષ્ટ્રને તેના 77માં સ્વતંત્રતા દિવસ પર અમારી શ્રદ્ધાંજલિ છે. આટલું જ નહીં, આ લાવાના અગ્નિ 2 સ્માર્ટફોનની સફળતાની ઉજવણી પણ છે.