વડાપ્રધાન મોદી આજે મધ્યપ્રદેશના પ્રવાસે છે. વડાપ્રધાને નરેન્દ્ર મોદીએ મધ્યપ્રદેશને 4000 કરોડની વિકાસ યોજનાઓ ભેટમાં આપી. આ સિવાય વડાપ્રધાન મોદીએ આજે સાગર જિલ્લામાં સંત રવિદાસ મંદિરનું ભૂમિપૂજન કર્યું હતું. સાગરના બડતુમા ખાતે સંત રવિદાસ મંદિર 100 કરોડથી વધુના ખર્ચે બની રહ્યું છે. 12 એકર જમીનમાં બનાવવામાં આવનાર આ વિશાળ સ્મારકમાં મ્યુઝિયમ, પુસ્તકાલય, સંગત સભાખંડ સહિતની અનેક રચનાઓ હશે.
વડાપ્રધાન મોદીએ મંદિરની પ્રતિકૃતિની મુલાકાત લીધી હતી. અને સંત રવિદાસ મહારાજની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી તથા અહીં ઉપસ્થિત સંતોનું સ્વાગત પણ કર્યું હતું. આ કાર્યક્રમમાં એમપીના રાજ્યપાલ મંગુભાઈ પટેલ, મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ, કેન્દ્ર અને રાજ્ય સરકારના મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો અને અન્યો ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે અહીં મંદિરની પ્રતિકૃતિ અંગે વડાપ્રધાનને વિગતવાર માહિતી આપી હતી. સાગરના બડતૂમામાં સંત રવિદાસ ભવ્ય મંદિર સ્મારકના ભૂમિપૂજન બાદ પીએમ મોદી ધાનામાં એર સ્ટ્રિપમાં આયોજીત જનસભાને સંબોધિત કરશે. પીએમ મોદીના કાર્યક્રમ દરમિયાન બડતૂમા, ધાના અને આસપાસના 3 કિમીના ક્ષેત્રમાં ડ્રોન, પેરાગ્લાઈડર, હાટ બલૂન પર પ્રતિબંધ રહેશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મધ્યપ્રદેશને 4000 કરોડની વિકાસ યોજનાઓ ભેટમાં આપી, સંત રવિદાસ મંદિરનું ભૂમિપૂજન કર્યું

સંબંધિત ન્યૂઝ
-
પીએમ નરેન્દ્ર મોદીએ ઉચ્ચ-શક્તિવાળા ડેમોગ્રાફી ચેન્જ મિશનની રચના કરી : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ
29 August, 2025 -
“પીએમ મોદીના નેતૃત્વમાં, ભારત સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર બન્યું : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
28 August, 2025 -
મહારાષ્ટ્રમાં ગણેશોત્સવ ઘણા વર્ષો પહેલા શરૂ થયો હતો, ભાજપના સાંસદ હેમા માલિની
27 August, 2025 -
“વડાપ્રધાનએ ગુજરાતમાં મારુતિ સુઝુકીની નવી ઈફ ઉત્પાદન સુવિધાનું ઉદ્ઘાટન કર્યું
26 August, 2025 -
હું તે સમયે સાબરમતી આશ્રમ પર કામ કરવા માંગતો હતો, પરંતુ કેન્દ્ર સરકાર અમારા પક્ષમાં નહોતી : વડા પ્રધાન
25 August, 2025