મોદી સરકાર વિરુદ્ધ વિપક્ષી પાર્ટીઓએ લાવેલા અવિશ્વાસ પ્રસ્તાવની દરખાસ્ત રદ

Modi

વડાપ્રધાન મોદી 2.12 કલાક બોલ્યા, વડાપ્રધાન મોદી પર અશોભનીય ટિપ્પણીના આરોપમાં અધીર રંજન સસ્પેન્ડ

વડાપ્રધાન મણિપુર પર બોલવાનું શરૂ કરે તે પહેલા જ વિપક્ષનું ગૃહમાંથી વોકઆઉટ

વિપક્ષને અનુરોધ છે કે તક આવી છે દેશને આગળ વધારવાની. સમજાતું નથી તો ચૂપ રહો, દેશના વિશ્વાસને તોડવાનો પ્રયાસ ન કરો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મણિપુર હિંસાને લઈને વિપક્ષ દ્વારા લાવવામાં આવેલા અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચાનો જવાબ આપ્યો. જેમાં તેમણે વિપક્ષ પર જોરદાર બેટિંગ કરી. PM મોદીએ અનેક મુદ્દે વિપક્ષ પર નિશાન સાધી આકરા પ્રહાર કર્યા. આ વચ્ચે વિપક્ષે વોકઆઉટ પણ કર્યું હતું. વડાપ્રધાન મોદીના સંબોધન બાદ લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાના આદેશ પર અવિશ્વાસ પ્રસ્તાવ પર મતદાન થયું. જે બાદ I.N.D.I.A ગઠબંધનનો અવિશ્વાસ પ્રસ્તાવ ધ્વનિમતથી ભાંગી પડ્યો. આ દરમિયાન વડાપ્રધાન મોદી પર અશોભનીય ટિપ્પણીના આરોપમાં અધીર રંજનને લોકસભામાંથી સસ્પેન્ડ કરી દેવાયા છે. વિપક્ષે 26 જુલાઈના રોજ મોદી સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કર્યો હતો, જેને લોકસભા સ્પીકર ઓમ બિરલાએ સ્વીકારી લીધો હતો જે બાદ ત્રણ દિવસ સુધી ચર્ચા થઈ હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આખરે અવિશ્વાસ પ્રસ્તાવનો જવાબ આપ્યો હતો. PM મોદીએ આજે 2 કલાક 12 મિનિટનું ભાષણ આપ્યું હતું, જેમાં 1 કલાક 52 મિનિટ પછી મણિપુર પર ભાષણ આપ્યું હતું. વડાપ્રધાન મણિપુર પર બોલવાનું શરૂ કરે તે પહેલા જ વિપક્ષ ગૃહમાંથી વોકઆઉટ કરી ચૂક્યો હતો. વડાપ્રધાન મોદીએ એમ પણ કહ્યું કે યુપીએને લાગે છે કે દેશના નામનો ઉપયોગ કરીને વિશ્વસનીયતા વધારી શકાય છે પરંતુ આ ઈન્ડિયાનું ગઠબંધન નથી પરંતુ આ એક ઘમંડીયા ગઠબંધન છે. દરેક વ્યક્તિ આ વરઘોડામાં વરરાજા બનવા માગે છે તેમાં દરેક વ્યક્તિ વડાપ્રધાન બનવા માગે છે.

વડાપ્રધાન મોદીએ કહ્યું કે- છેલ્લાં 9 વર્ષમાં સામાન્ય નાગરિકના સપનાં નવી ઉંચાઈને સ્પર્શી રહ્યાં છે. તેનાથી મોટું સૌભાગ્ય શું હશે કે દરેક ભારતીય વિશ્વાસથી ભરેલો છે. આજનો ભારત ન તો દબાણમાં આવે છે ન તો ઝુકે છે અને ન તો અટકે છે. જ્યારે દેશનો સામાન્ય દેશ પર વિશ્વાસ કરે છે તો દુનિયા તેને માને છે. વિપક્ષને અનુરોધ છે કે તક આવી છે દેશને આગળ વધારવાની. સમજાતું નથી તો ચૂપ રહો, દેશના વિશ્વાસને તોડવાનો પ્રયાસ ન કરો. જે રીતે આજે મજબૂતીથી આગળ વધી રહ્યાં છીએ તે વિચારની સાથે 2047માં ભારત વિકસિત રાષ્ટ્ર હશે.

નરેન્દ્ર મોદીના ભાષણની મહત્વની વાતો…

વડાપ્રધાન મોદીએ કહ્યું કે હું ભગવાનનો આભાર માનું છું કે તેમણે વિપક્ષને સૂચન કર્યું અને તેઓ અવિસ્તાવ પ્રસ્તાવ સાથે આવ્યા. 2018માં પણ તેઓ અવિશ્વાસ પ્રસ્તાવ લાવ્યા હતા. ત્યારે મેં કહ્યું હતું કે આ અમારી સરકાર માટે ફ્લોર ટેસ્ટ નથી. તેમનો ફ્લોર ટેસ્ટ છે. એવું જ થયું. આટલું જ નહીં, જ્યારે અમે બધા લોકો માં ગયા ત્યારે જનતાએ પણ તેમના પર સંપૂર્ણ તાકાત સાથે અવિશ્વાસ જાહેર કર્યો હતો. ચૂંટણીમાં NDAને વધુ બેઠકો મળી હતી. એક રીતે જોઈએ તો વિપક્ષનો અવિશ્વાસ પ્રસ્તાવ અમારા માટે શુભ છે. NDA અને ભાજપ 2024ની ચૂંટણીમાં તમામ જૂના રેકોર્ડ તોડીને જનતાના આશીર્વાદ સાથે પાછા આવશે.

વિપક્ષે સત્રની શરૂઆતથી જ ગંભીરતા સાથે ગૃહની કાર્યવાહીમાં ભાગ લીધો હોત તો સારું થાત. જો તમે એક થાઓ તો અવિશ્વાસની દરખાસ્ત પર એક થાઓ. કટ્ટર ભ્રષ્ટ ભાગીદારની સલાહ પર જોડાવાની ફરજ પડી. તમે આ અવિશ્વાસ પ્રસ્તાવની પણ કેવી રીતે ચર્ચા કરી? તમારા દરબારીઓ પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ દુઃખી છે. આ ચર્ચાની મજા… વિપક્ષે ફિલ્ડિંગનું આયોજન કર્યું હતું, પરંતુ અહીંથી જ ચોગ્ગા-છગ્ગાની શરૂઆત થઈ હતી. વિપક્ષ અવિશ્વાસ પર નો-બોલ ફેંકી રહ્યો છે અને અહીંથી સદી આવી રહી છે. તમે તૈયારી કરીને કેમ નથી આવતા? જે કામ માટે દેશની જનતાએ તેમને અહીં મોકલ્યા હતા, તે જનતા સાથે પણ દગો થયો છે.

આપણે બધા એવા સમયગાળામાં છીએ, પછી તે આપણે કે તમે… આ સમયગાળો ખૂબ જ મહત્વપૂર્ણ છે. સર્જાયેલા યુગની અસર આવનારા 1000 વર્ષ સુધી આ દેશ પર રહેશે. આ સમયમાં આપણા સૌની જવાબદારી છે, માત્ર એક જ ફોકસ હોવું જોઈએ કે દેશનો વિકાસ, સપના સાકાર કરવાનો સંકલ્પ, તેને સાબિત કરવા માટે સખત મહેનત કરવી.

વડાપ્રધાન મોદીએ કહ્યું કે છેલ્લા 5 વર્ષમાં 13.5 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે. IMF લખે છે કે ભારતે અત્યંત ગરીબીને લગભગ દૂર કરી દીધી છે. WHOએ કહ્યું છે કે જલ જીવન દ્વારા 4 લાખ લોકોના જીવ બચાવવામાં આવી રહ્યા છે. UNICEFએ કહ્યું કે સ્વચ્છ ભારતને કારણે દર વર્ષે ગરીબોના 50 હજાર રૂપિયાની બચત થઈ રહી છે. કોંગ્રેસ સહિત વિપક્ષના કેટલાક પક્ષોને આ સિદ્ધિઓ પર અવિશ્વાસ છે. જે સત્ય દુનિયા દૂરથી જોઈ રહી છે, તે અહીં રહીને જોઈ શકતી નથી. અમે યુવાનોને કૌભાંડમુક્ત સરકાર આપી છે. વિશ્વમાં ભારતની કલંકિત પ્રતિષ્ઠા સંભાળવામાં આવી છે. હજુ પણ કેટલાક લોકો એવો પ્રયાસ કરી રહ્યા છે કે પ્રતિષ્ઠાને ડાઘ લાગે. ભારત પ્રત્યે વિશ્વનો વિશ્વાસ વધી રહ્યો છે. આ સમયગાળા દરમિયાન અમારા વિરોધે શું કર્યું? તેઓએ અવિશ્વાસ પ્રસ્તાવની આડમાં જનતાનો વિશ્વાસ તોડવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો છે. તેમની નસોમાં અવિશ્વાસ અને અભિમાનનું નિર્માણ થયું છે. તેઓ ક્યારેય જનતાના વિશ્વાસને જોઈ શકતા નથી. આ જે શાહમૃગ અભિગમ છે, આ માટે દેશ શું કરી શકે. જ્યારે તે શુભ હોય, મંગળ હો છેય, બાળક સ્વચ્છ હોય છે ત્યારે કાળો ટીકો લગાવવામાં આવે છે. આજે દેશનો મંગળ થઈ રહ્યો છે, વખાણ થઈ રહ્યા છે, તમારો આભાર માનું છું કે કાળા ટીકાના રૂપમાં, કાળા કપડામાં ગૃહમાં આવીને, તમે આ મંગળને સુનિશ્ચિત કરવાનું કામ કર્યું. દેશના મંગળ પર તમે કાળા કપડાં પહેર્યા, આ માટે આભાર.

વધુમાં તેમણે કહ્યું હતું કે વિપક્ષના લોકોને ગુપ્ત વરદાન મળ્યું છે. આ લોકો જેનું ખરાબ ઈચ્છે છે, તેનું ભલું જ થશે. હું 3 ઉદાહરણો સાથે સાબિત કરી શકું છું.

પહેલું- આ લોકોએ કહ્યું હતું કે બેંકિંગ સેક્ટર ડૂબી જશે. પબ્લિક સેક્ટર બેંકોનો ચોખ્ખો નફો બમણાથી વધુ થયો છે. ફોન બેંકિંગ કૌભાંડ વિશે વાત કરી. દેશને એનપીએના ગંભીર સંકટમાં ડૂબાડી દીધો હતો. આજે જે એનપીએનો ઢગલો કરીને ગયા હતા, અમે તેમાંથી આગળ વધી ગયા છીએ. નિર્મલાજીએ જણાવ્યું કે કેટલો નફો થયો.
બીજું- ડિફેન્સ હેલિકોપ્ટર બનાવતી સરકારી કંપની HAL માટે કેટલી સારી અને ખરાબ વાતો કહેવામાં આવી હતી. HAL બરબાદ થઈ ગયું છે, સમાપ્ત થઈ ગયું છે, ભારતીય સંરક્ષણ ઉદ્યોગ સમાપ્ત થઈ ગયું છે. પરંતુ આજે HAL સફળતાની નવી ઊંચાઈઓ સર કરી રહ્યું છે. અત્યાર સુધીની સૌથી વધુ આવક નોંધાઈ છે. ત્યાં કામદારોને ઉશ્કેરવાના પ્રયાસો છતાં, HAL દેશના ગૌરવ તરીકે ઉભરી આવ્યું.
ત્રીજું- એલઆઈસી માટે કહ્યું કે ડૂબી રહ્યું છે. દરબારીઓએ ઘણા કાગળો પકડ્યા અને આગેવાનો બધું જ કહેતા. એલઆઈસી મજબૂત થઈ રહી છે. શેરબજાર માટે પણ એક ગુરુ મંત્ર છે, જે સરકારી કંપનીઓનો આ લોકો દુરુપયોગ કરે છે, તેના પર પૈસા લગાવો તો સારું થશે.

ત્રીજી વખત સરકાર બનશે તો આપણે વિશ્વની ત્રીજી અર્થવ્યવસ્થા બની જઈશું
આ એવા લોકો છે જેઓ દેશની ક્ષમતામાં વિશ્વાસ કરતા નથી. અમારી સરકારના આગામી કાર્યકાળમાં એટલે કે ત્રીજા કાર્યકાળમાં ભારત વિશ્વની ત્રીજી ટોચની અર્થવ્યવસ્થા બની જશે. આવી સ્થિતિમાં આ જવાબદાર વિપક્ષ પૂછશે કે મોદીજી, નિર્મલાજી, તમે આ કેવી રીતે કરશો? આ પણ મારે શીખવવું પડી રહ્યું છે. અહીં તેઓ કેટલાક સૂચનો આપી શક્યા હોત અથવા કહી શક્યા હોત કે અમે ચૂંટણીમાં જનતામાં જઈશું અને કહીશું કે તેઓ ત્રીજા પક્ષની વાત કરે છે અને અમે તેને એક પર લાવીશું.

બીજાની વાતને કેચ કરી લે છે, અમારી વેક્સિન પર ભરોસો નથી
દેશના ઘણા ભાગોમાં કોંગ્રેસને જીત નોંધાવવામાં દાયકાઓ લાગ્યા છે. તમિલનાડુમાં છેલ્લી વખત કોંગ્રેસ 1962માં જીતી હતી, 61 વર્ષથી ત્યાંના લોકો કહેતા આવ્યા છે કે કોંગ્રેસ અવિશ્વાસ છે. બંગાળમાં 1972, ઉત્તર પ્રદેશ, ગુજરાત, 1985માં બિહાર. 1988માં ત્રિપુરા, 1995માં ઓડિશા અને 1998માં નાગાલેન્ડ જીત્યું હતું. દિલ્હી, આંધ્રપ્રદેશ, બંગાળમાં એક પણ ધારાસભ્યના ખાતામાં નથી. જનતાએ કોંગ્રેસ પ્રત્યે સતત નો-કોન્ફિડન્સ જાહેર કર્યો છે. કોંગ્રેસને હુર્રિયત, અલગતાવાદીઓમાં વિશ્વાસ હતો. ભારતે આતંકવાદ પર સર્જિકલ સ્ટ્રાઈક કરી, એર સ્ટ્રાઈક કરી. તેમને ભારતીય સેના પર નહીં પણ દુશ્મનની હોડમાં વિશ્વાસ હતો. આજે દુનિયામાં કોઈ ભારત માટે કોઈ ખરાબ શબ્દ બોલે તો તરત જ માની લેવામાં આવે છે. કોરોના મહામારી આવી, ભારતીય વૈજ્ઞાનિકોએ મેડ ઇન ઇન્ડિયા વેક્સીન બનાવી, ત્યારે પણ તેના પર ભરોસો નહોતો. દરબારના કારણે તેણે અનેક મહાન લોકોનો નાશ કર્યો. તેઓ સંસદમાં દરબારી ન હોય તેવા લોકોના ચિત્રો પણ મુકવામાં અચકાતા હતા. 1991માં જ્યારે ભાજપ સમર્થિત બિન-કોંગ્રેસી સરકાર સામે આવી ત્યારે સેન્ટર હોલમાં તેમનું પોટ્રેટ સ્થાપિત કરવામાં આવ્યું હતું. 1978માં જ્યારે જનતા પાર્ટી સત્તામાં હતી ત્યારે હોલમાં નેતાજીની તસવીર લગાવવામાં આવી હતી. 1993માં બિન-પરિવાર સરકારમાં શાસ્ત્રી અને ચરણ સિંહની તસવીરો લગાવી.

મોદીએ ભાષણની વચ્ચે પાણી પીધું તો જુઓ મોદીને પાણી પીવડાવ્યું. ઉનાળામાં કાળઝાળ ગરમીમાં હું પરસેવો લૂછું તો તેઓ કહે છે મોદી કો પસીના લા દિયા. એક ગીતની પંક્તિ છે – ‘ડૂબને વાલે કો તિનકે કા સહારા હી બહુત, ઈતને પર ભી આસમાં વાલા ગિરા દે બીજલિયાં, કોઈ બતા દે જરા યે, ડૂબતા ફિર ક્યા કરે’; હું કોંગ્રેસની સમસ્યાને સમજું છું, વર્ષોથી તેઓ એક જ પ્રોડક્ટ વારંવાર લોંચ કરે છે. લોન્ચિંગ નિષ્ફળ જાય છે.

જેમને લોકશાહીમાં વિશ્વાસ નથી, તેઓ સંભળાવવા માટે તૈયાર છે, પણ સાંભળવાની ધીરજ નથી. ખરાબ શબ્દો બોલો ભાગી જાઓ, કચરો ફેંકો ભાગી જાઓ, જૂઠ્ઠાણું ફેલાવો ભાગી જાઓ. ગઈકાલે અમિતજીએ મણિપુર પર વિગતવાર વાત કરી અને દેશને તેમના જુઠ્ઠાણા વિશે પણ ખબર પડી. તેમણે અવિશ્વાસ પ્રસ્તાવ પર દરેક વિષય પર વાત કરી. અમે કહ્યું હતું કે એકલા મણિપુર આવો, પણ હિંમત નહોતી, પેટમાં પાપ હતું અને અમારા માથા પર ફોડી રહ્યાં હતા. તેમની પાસે રાજકારણ સિવાય બીજું કંઈ નથી.