ઓડિશાના શખ્સે મૃત મિત્ર સાથે વાત કરવા સ્મશાનમાં ઘર બનાવ્યું

assam

પદ્મનાભના મિત્ર મુનાનું ૧૯૯૨માં અવસાન થયું હતું, ઓડિશાનો શખ્સ ૩૧ વર્ષથી મિત્રની રાહ જુએ છે

સાલેપુર : ઓડિશાના સાલેપુરમાં એક વ્યક્તિ છેલ્લા ૩૧ વર્ષથી તેના મિત્રની રાહ જાેઈ રહ્યો છે. આ વ્યક્તિનું નામ પદ્મનાભ સાહુ છે. જાે કે પદ્મનાભ સાહુના મિત્ર હયાત નથી. તેણે તેના મિત્રની આત્માને મળવા અને તેની સાથે વાતચીત કરવા માટે સ્મશાનને પોતાનું ઘર બનાવ્યું છે. કેટલાક લોકો પદ્મનાભને માનસિક રીતે વિકલાંગ કહી શકે છે, પરંતુ તેમના મિત્ર માટેનો તેમનો પ્રેમ ચોક્કસપણે અનન્ય છે કારણ કે તેઓ હજુ પણ પોતાના મિત્રને મળવા માટે આશાવાદી છે, જેની તેઓ સ્મશાનમાં રાહ જાેઈ રહ્યા છે. મળેલ માહિતી મુજબ પદ્મનાભના મિત્ર પ્રતાપ કુમાર સિંહ ઉર્ફે મુનાનું વર્ષ ૧૯૯૨માં અવસાન થયું હતું. તેમના અંતિમ સંસ્કાર કટક જિલ્લાના સાલેપુર બ્લોકના સૈદાગડા ખાતે સ્મશાનભૂમિમાં કરવામાં આવ્યા હતા. તે દિવસથી પદ્મનાભ તેમના મિત્રના ભૂતને મળવાની આશા સાથે તેમનો મોટાભાગનો સમય સ્મશાનમાં વિતાવતા હતા. ખાવાથી લઈને સૂવા સુધી, સ્મશાન હવે પદ્મનાભના ઘરમાં ફેરવાઈ ગયું છે. પદ્મનાભ કહે છે કે તે મારો મિત્ર હતો જેની હું રાહ જાેઈ રહ્યો છું. મારો પરિવાર જાણે છે કે હું ક્યાંય જઈશ નહીં અને હું તેમને સ્મશાનમાં જ મળીશ.

ગ્રામજનોનું કહેવું છે કે આ પ્રકારની મિત્રતા અનોખી છે કારણ કે વ્યક્તિ હજુ પણ તેના મિત્રના પરત આવવાની રાહ જાેઈ રહ્યો છે. સાલેપુરના એક સ્થાનિક રહેવાસીએ કહ્યું કે આપણામાંથી ઘણા સ્મશાનમાં જતા ડરે છે. પરંતુ પદ્મનાભ મોટાભાગે ત્યાં જ રહે છે. આ ભૌતિક વિશ્વમાં આ પ્રકારની મિત્રતા દુર્લભ છે. અન્ય એક સ્થાનિક રહેવાસીએ કહ્યું, પદ્મનાભ અને તેના મિત્ર બંને વચ્ચે ગાઢ સંબંધ હતો અને જેના માટે તે તેના મિત્રના પરત આવવાની રાહ જાેઈ રહ્યો છે. પદ્મનાભ સ્મશાનમાં એકલા રહેવાથી ડરતા નથી. આજ સુધી તે તેના મિત્રના ભૂતને નથી મળ્યો.