5 ઓગસ્ટે ચદ્રયાન -3 ચંદ્રના ઓર્બિટમાં સહી સલામત રીતે પહોંચી જશે
17 ઓગસ્ટે ચંદ્રયાન-3 ચંદ્રની 100 કિલોમીટરના ઓર્બિટમાં આવશે
ભારતવાસીઓ અને ઈસરો માટે આનંદના સમાચાર છે કે ચંદ્રયાન-3 તેના ચન્દ્ર મિશન તરફ સતત સફળતા પૂર્વક આગળ વધી રહ્યું છે.ચંદ્રયાન-3 એ એનો પ્રથમ પડાવ પાર કરી લીધો છે. ઇસરોના જણાવ્યા અનુસાર ચંદ્રયાન-3 એ પૃથ્વીની કક્ષા છોડી દીધી છે. અને હવે તે ચંદ્ર તરફ ઉડાન ભરી રહ્યું છે.
ગુરુવારે ચંદ્રયાન-3ની ચોથી ભ્રમણકક્ષા વધારવાની પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ કરી હતી. ચંદ્રયાન હવે 71351 કિમી x 233 કિમીની ભ્રમણકક્ષામાં હતું . મતલબ કે ચંદ્રયાન એવી લંબગોળ ભ્રમણકક્ષામાં આગળ વધી રહ્યું હતું , જેનું પૃથ્વીથી લઘુત્તમ અંતર 233 કિમી અને મહત્તમ અંતર 71351 કિમી છે. અગાઉ 18 જુલાઈના રોજ 51400 કિમી x 228 કિમીની ભ્રમણકક્ષા કરવામાં આવી હતીહવે તે પાંચમી અને છેલ્લી ભ્રમણકક્ષા માથી પણ બહાર આવી ચૂક્યું છે અને ચન્દ્રતરફ આગળ વધી રહ્યું છે.
ભ્રમણકક્ષામાં વધારો કરવા માટે પાંચમું અને અંતિમ પૃથ્વી બાઉન્ડ એન્જિન ફાયરિંગનું આયોજન 25 જુલાઈ 2023ના રોજ બપોરે 2 થી 3 વાગ્યાની વચ્ચે કરવામાં આવ્યું હતું . આ પછી, અવકાશયાન પૃથ્વીની ભ્રમણકક્ષા છોડીને 31 જુલાઈ અને 1 ઓગસ્ટના મધ્યરાત્રિના સ્લિંગ શોટ દ્વારા ચંદ્ર તરફ આગળ વધ્યું હતું.5મીએ ચંદ્રનું ગુરુત્વાકર્ષણ અવકાશયાનને પકડી લેશે. તે 23મીએ ચંદ્ર પર ઉતરશે.
ચંદ્રયાન 3 મિશને પોતાનો એક પડાવ પાર કરી લીધો છે. 1 ઓગસ્ટે રાત્રે 12.23 કલાકે ચંદ્રયાન -3 પૃથ્વીના ઓર્બિટને છોડીને ચાંદ તરફ ચાલ્યું ગયું છે. આ માટે ચંદ્રયાન -3 એ 20 મિનિટ માટે પ્રોપલ્શન મોડલ ચાલુ કરવામાં આવ્યું હતું . પ્રોપલ્શનની મદદથી ચંદ્રયાન- 3 ને ટ્રાસ લૂનર ટ્રોજેક્ટરી પર મોકલવામાં આવ્યું છે. આ પ્રક્રિયામાં કુલ 179 કિલો ઇંધણનો ઉપયોગ થયો છે. 5 ઓગસ્ટે ચદ્રયાન 3 ચાંદના ઓર્બિટમાં સહીસલામત પહોંચી જશે. ચંદ્રયાન 3 એ અત્યાર સુધી પૃથ્વીના પાંચ ઓર્બિટ મેન્યૂવરમાં 500-600 કિલો ઇંધણનો ઉપયોગ કર્યો છે. હાલ ચંદ્રયાન 3 પાસે 1100-1200 કિલો ઇંધણ બચ્યું છે.
ચંદ્રયાન -3 શનિવારે એટલે 5 ઓગસ્ટે સાંજે 7 થી 7.30 કલાકે ચંદ્રના બહારના ઓર્બિટમાં પ્રવેશ કરશે. ત્યાર બાદ ચંદ્રયાન- 3 ચંદ્રની કક્ષામાં પાંચ વખત આગળ વધીને ચંદ્રની સપાટીની નજીક જવાનો પ્રયાસ કરશે. ધીરે ધીરે ચંદ્રયાન-3 ઓર્બિટ મેન્યૂવર કરીને 100 કિમીના ઓર્બિટમાં આવવાનો પ્રયાસ કરશે.
17 ઓગસ્ટે ચંદ્રયાન-3 ચંદ્રની 100 કિલોમીટરના ઓર્બિટમાં આવશે. આ જ દિવસે પ્રોપલ્શન મોડલ અને લેન્ડર મોડલને એકબીજાથી અલગ કરી દેવામાં આવશે. આ પછી 18 થી 20 ઓગસ્ટ સુધી લેન્ડર મોડલ પોતાની સ્પીડમાં ઘટાડો કરશે અને ડી ઓર્બિટ કરવાનો પ્રયાસ કરશે. આ પછી ચંદ્રયાન-3 100×30 કિમીના ઓર્બિટમાં પહોંચી જશે. જો ચંદ્રયાન-3 આ તમામ સ્તરને પાર કરી લે છે તો 23 ઓગસ્ટે સાંજે 5:45 વાગ્યે ચંદ્રના દક્ષિણી ધ્રુવ પર સોફ્ટ લેન્ડિંગ કરવાનો પ્રયત્ન કરશે.
તેની ગતિવિધિને સમજવાનો પ્રયત્ન કરીએ તોચંદ્રયાન-3ના થ્રસ્ટર્સને સૌથી નજીકના બિંદુથી પૃથ્વી પર ચાલુ કરીને તેની ગતિ વધારવાનો પ્રયાસ કરવામાં આવે છે.કારણ કે ત્યારે તેની ગતિ સૌથી વધુ હોય છે. ચંદ્રયાન-3 હાલમાં 1 કિમી/સેકન્ડ અને 10 કિમી/સેકન્ડ પર ઉપલબ્ધ છે. તે 3 કિ.મી./સે.ની ઝડપે લંબગોળ ભ્રમણકક્ષામાં પૃથ્વીની આસપાસ પરિભ્રમણ કરી રહ્યું છે. ચંદ્રયાન-3નો વેગ પૃથ્વીની સૌથી નજીકના બિંદુ (10.3 કિમી/સે)ના સૌથી વધુ અને પૃથ્વીથી સૌથી દૂરના બિંદુએ સૌથી ઓછો છે. ચંદ્રયાન-3ની સ્પીડ વધારવાની કોશિશ કરતી વખતે તેને ઝડપી ગતિની જરૂર પડશે. બીજું કારણ એ છે કે ચંદ્ર તરફ આગળ વધવા માટે તેનો ખૂણો બદલવો પડે છે. જેને ચંદ્રયાન-3ની ધરતીની સૌથી નજીકના પોઇન્ટ પર બદલી શકાય છે.
અગાઉથી તૈયાર કરવામાં આવેલા અને ટ્રાન્સ-લુનર ઇન્જેક્શન માટે લોડ કરવામાં આવેલા કમાન્ડ્સ થ્રસ્ટર્સના અપેક્ષિત સમયના પાંચ-છ કલાક પહેલાં શરૂ કરવામાં આવશે. આનાથી ચંદ્રયાન-3ને ચંદ્ર તરફ આગળ વધવા માટે પોતાનો એંગલ બદલવામાં મદદ મળશે. આ ઉપરાંત થ્રસ્ટર્સના ફાયરિંગથી પણ તેની સ્પીડ વધશે. ટીએલઆઈ પછી ચંદ્રયાન-3નો વેગ પેરિજી કરતા લગભગ 0.5 કિમી/સેકન્ડ વધારે હોવાની સંભાવના છે. ચંદ્રયાન-3ની એવરેજ 1 છે. 2 લાખ કિલોમીટરની મુસાફરી કરવામાં લગભગ 51 કલાકનો સમય લાગે છે. જ્યારે પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનું સરેરાશ અંતર ૩.૮ લાખ કિ.મી. જો કે, કોઈ પણ દિવસે વાસ્તવિક અંતર પૃથ્વી અને ચંદ્રની સ્થિતિને આધારે અલગ અલગ હશે.
ચંદ્રથી પૃથ્વીના અંતરની મર્યાદા 3. ૬ લાખ કિ.મી. થી ૪ લાખ કિ.મી. તે વચ્ચે હોઈ શકે છે. ચંદ્રની કક્ષામાં પહોંચવું એ ભારતના ત્રીજા ચંદ્ર મિશનનો માત્ર એક ભાગ છે. ઈસરો 2008 (ચંદ્રયાન-1) અને 2019 (ચંદ્રયાન-2)માં ચંદ્રની આસપાસ એક સેટેલાઈટ મોકલી ચૂક્યું છે. ચંદ્રયાન-3નો વધુ મહત્વનો ભાગ અંતરિક્ષ યાન ચંદ્રની કક્ષામાં પહોંચ્યા બાદ હશે. એકવાર ચંદ્રયાન-3 ચંદ્રની કક્ષામાં પહોંચી ગયા બાદ ઈસરોએ ચંદ્રયાન-3ની ઊંચાઈ ઓછી કરીને તેને 100 કિમી કરવી પડશે. તેને વર્તુળાકાર ભ્રમણકક્ષામાં સ્થાપિત કરવાનું કાર્ય હાથ ધરવું પડશે. ઇસરોએ ૧૭ ઓગસ્ટે પ્રોપલ્શન મોડ્યુલને લેન્ડિંગ મોડ્યુલથી અલગ કરવાનું નક્કી કર્યું છે. આ પછી 23 ઓગસ્ટે ચંદ્રયાન-3 ચંદ્રની સપાટી પર ઉતરવાનો પ્રયાસ કરશે.
અત્રે ઉલ્લેખનીય છે કે ઇસરોએ 14 જુલાઈએ ચંદ્રયાન-3 લોન્ચ કર્યું હતું.
ઇસરોએ જણાવ્યું છે કે, ચંદ્રયાન-3 મિશને લોન્ચિંગના 19 દિવસની અંદર પૃથ્વીની ચારેતરફ પોતાની પરિક્રમા પુરીકરી લીધી છે. ચંદ્રયાન-3 હવે ચાંદ તરફ આગળ વધી રહ્યું છે. લેંડર અને રોવર ચાંદના સાઉથ પોલ પર ઉતરશે. અને 14 દિવસ સુધી કેટલાય પ્રયોગો કરશે. જ્યારે પ્રોપલ્શન મોડ્યૂલ ચંદ્રની સપાટીમાં રહીને ધરતી પરથી આવતા રેડિએશન્સને શોધશે. હવે ચંદ્રયાન 5 ઓગસ્ટે ચાંદની ઓર્બિટમાં પહોંચશે.ચંદ્રયાનની 23 ઓગસ્ટ 2023ના રોજ ચાંદની સપાટી પર સોફ્ટ લેન્ડીંગ થશે.
ઈસરોએ તેની મહત્વાકાંક્ષી યોજના ચંદ્રયાન-3 અવકાશયાન 14 જુલાઈના રોજ બપોરે 2.35 કલાકે શ્રીહરિકોટા, આંધ્રપ્રદેશના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી લોન્ચ કર્યું હતું. ચંદ્રયાન-3માં લેન્ડર, રોવર અને પ્રોપલ્શન મોડ્યુલ છે. લેન્ડર અને રોવર ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરશે અને ત્યાં 14 દિવસ સુધી સંશોધનો કરશે. આ મિશન દ્વારા ISRO ચંદ્રની સપાટી પર ભૂકંપ કેવી રીતે આવે છે તે જાણવાની સાથે ચંદ્રની જમીનનો અભ્યાસ કરશે.
ચંદ્રયાન -3ને ચંદ્રની યાત્રા પૂર્ણ કરવામાં 40 થી 50 દિવસનો સમય લાગશે.ચંદ્ર અને પૃથ્વી વચ્ચેનું અંતર 384,400 કિલોમીટર છે.પૃથ્વીથી ચંદ્રનું અંતર 3 લાખ 84 હજાર 400 કિલોમીટર છે, જે પૃથ્વીના વ્યાસ કરતાં લગભગ 30 ગણું છે.
હાલ ચંદ્રયાન-3 પૃથ્વીના ચંદ્રની કક્ષામાં જવાના રસ્તે 38,520 કિમી પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે. ચંદ્રયાન-3 એ ચંદ્રના ઓર્બિટ સુધી પહોંચવા માટે પોતાની ગતિ 3,600 કિમી પ્રતિ કલાક કરવી પડશે. જો આમ નહીં થાય તો ચંદ્રયાન-3 આગામી 10 દિવસ સુધી પ્રવાસ કરીને ફરી પૃથ્વીના ઓર્બિટમાં આવી જશે. ચંદ્રયાન-3ની સ્પીડ ઓછી કરવા માટે તેનું એન્જિન વિરુદ્ધ દિશામાં ચલાવવામાં આવશે. જેનાથી ચંદ્રયાન-3ની સ્પીડ ઓછી થશે. આ પ્રક્રિયાને ડિબુસ્ટિંગ કહેવામાં આવે છે.
…………………………………
ચંદ્રયાન-3ની અત્યાર સુધીની સફર…
- 14 જુલાઈના રોજ ચંદ્રયાન-3ને 170 કિમી x 36500 કિમીની ભ્રમણકક્ષામાં લોન્ચ કરવામાં આવ્યું હતું.
- 15 જુલાઈના રોજ પ્રથમ વખત ભ્રમણકક્ષા વધારીને 41762 કિમી x 173 કિમી કરવામાં આવી હતી.
- 17 જુલાઈના રોજ, ભ્રમણકક્ષા બીજી વખત વધારીને 41603 કિમી x 226 કિમી કરવામાં આવી હતી.
- 18 જુલાઈના રોજ, ભ્રમણકક્ષા ત્રીજી વખત વધારીને 51400 કિમી x 228 કિમી કરવામાં આવી હતી.
- 20 જુલાઈના રોજ, ભ્રમણકક્ષા ચોથી વખત વધારીને 71351 x 233 કિમી કરવામાં આવી હતી.
- 25 જુલાઈના રોજ પાંચમી વખત ભ્રમણકક્ષા વધારવામાં આવશે. ત્યારબાદ વાહન ચંદ્ર તરફ જશે.