અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા નારોલ-નરોડા હાઇવે ઉપર સીટીએમ ચાર રસ્તા પર બ્રિજની નીચે લોકો રોડ ક્રોસ કરીને ન જાય તેના માટે બેરિકેડ મૂકી દેવામાં આવ્યા છે. બેરિકેડ મૂકી દેવાના કારણે હજારો લોકો અને વેપારીઓને દરરોજ તકલીફનો સામનો કરવો પડે છે. સ્થાનિક લોકો દ્વારા આ મામલે વિવિધ રીતે વિરોધ કરી અને બેરિકેડ હટાવવાની માંગ કરવામાં આવી રહી છે. આ ચાર રસ્તા ઉપર બેરિકેડ તેમજ રેલિંગ બનાવી દેવામાં આવી છે, જેના કારણે કોઈપણ વ્યક્તિ હાટકેશ્વરથી રામોલ તરફ અને રામોલથી હાટકેશ્વર તરફ જઈ શકતા નથી.
પોલીસ દ્વારા ટ્રાફિક સમસ્યાને નિવારવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન અને સ્થાનિક કોર્પોરેટરો સાથે સંકલન કર્યા બાદ આ બેરિકેડ અને રેલિંગ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. પણ સ્થાનિક વેપારીઓ અને લોકોનો આક્ષેપ છે કે, આ બેરિકેડ લગાવવાના કારણે લોકો હેરાન પરેશાન થાય છે. વાહનચાલકો રોંગ સાઈડમાં જતા હોવાથી અકસ્માત સાથે ટ્રાફિક થવાની સમસ્યા વકરી છે. લોકો રોંગ સાઈડમાં વધારે આવે છે.
અમદાવાદના સીટીએમ બ્રિજ નીચે બેરિકેડ્સ લગાવાતાં લોકો પરેશાન, સ્થાનિકો દ્વારા બેરિકેડ હટાવવાની માંગ
સંબંધિત ન્યૂઝ
-
“ગઈકાલે રાત્રે 8 વાગ્યે, મેં 100% ઇથેનોલ ફાઇલ પર હસ્તાક્ષર કર્યા. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી
13 June, 2026 -
મમતા બે ધાર્મિક સમુદાયો વચ્ચે સંઘર્ષ ઉશ્કેરે છે, સ્વાર્થ મત બેંક માટે, ફરિયાદી તુષાર કાંતિ દાસ
12 June, 2026 -
દિલ્હી: ભારત સરકાર, નાગાલેન્ડ અને આસામ વચ્ચે એમઓયુ પર હસ્તાક્ષર સમયે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ
11 June, 2026 -
“ગઈકાલે જ, ૮૬,૦૦૦ લોકોને આયુષ્માન ભારત હેઠળ મફત સારવાર મળી, નીતિ આયોગના ભૂતપૂર્વ સભ્ય ડૉ. વી.કે. પોલ
10 June, 2026 -
કોઈએ મને દબાણ કર્યું નથી; હું મારી મરજીથી મુસ્લિમ બન્યો છું, આયુષ મલિક, મોહમ્મદ અલી
09 June, 2026
