ઉદેપુર, માઉન્ટ આબુ, સહીત અંબાજી પંથકના ઉપરવાસમાં ભારે વરસાદને પગલે દાંતીવાડા ડેમમાં 85 % ઉપર એટલે કે ફુલ ડેમની કેપેસીટી 604 ફૂટની છે. જ્યારે અત્યારે 599 ફુટ ઉપર પાણી ભરાઈ જતા અત્યારે બે બારી ખોલી બનાસ નદીમાં પાણી છોડવામાં આવ્યું છે જ્યારે બનાસ નદીમાં અવરજવર ન કરવા માટે પણ તંત્ર દ્વારા વારંવાર સૂચનાઓ આપી હોવા છતાં પણ કેટલાક લોકો આ સૂચનાને અવગણી નદીમાં નાહવા જતા હોય છે. અને અવરજવર કરતા હોય છે જેના કારણે કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે ડીસામાં બનાસ નદીના કિનારે 10 થી વધુ જગ્યાએ પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. અને લોકોને બનાસ નદીમાં જતા અટકાવવામાં આવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે અગાઉ જ્યારે જ્યારે બનાસ નદીમાં પાણી છોડવામાં આવ્યું છે. ત્યારે ગ્રામીણ વિસ્તારના યુવાનો નદીમાં નાહવા જતા કે માછલી પકડવા જતા ડૂબી ગયા હોવાની ઘટનાઓ બની છે. ત્યારે આ વર્ષે આવી કોઈ દુર્ઘટના નસર્જાય અને તે માટે તંત્ર દ્વારા અગમચેતીના ભાગરૂપે ડીસા આજુબાજુમાં બનાસનદી પાસે પોલીસ કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા છે અને તંત્ર દ્વારા લોકોને બનાસ નદીમાં પાણી પાસે ન જાય તે માટે કડક સૂચનાઓ આપવામાં આવી રહી છે. જ્યારે ડીસા ખાતે બનાસનદી નદીના નીર પહોંચતા ધારાસભ્ય પ્રવીણ માળી સહીત સમર્થકોએ વધામણા કર્યા હતા. જ્યારે પ્રવીણ માળી દ્વારા ડીસા સહીત આસપાસના વિસ્તારોમાં જળસ્તર અતીસય ઉંડે જતા જળસંકટની સમ્સયાનુ નિરાકરણ લાવવા જે બનાસનદીનુ પાણી કચ્છના રણમાં જઈ વેડફાઈ જાય છે તેના કરતા ડીસા આસપાસના વિસ્તારોમાં નદી ઉપર ચેક ડેમ બનાવવા સરકારને લેખીતમાં રજુવાત પણ કરી છે.
બનાસ નદીમાં નીર આવતા ધારાસભ્યએ વધામણા કર્યા, લોકો પોતાનો જીવ ન ગુમાવે તે માટે તંત્ર એલર્ટ

સંબંધિત ન્યૂઝ
-
યુએસ બોર્ડર પર ૨૦ દિવસ જેલમાં રાખવામાં આવ્યો
06 February, 2025 -
રાજકોટના જામકંડોરણામાં રચાયો ઇતિહાસ, 511 દીકરીઓના ભવ્ય સમૂહ લગ્ન યોજાયા
05 February, 2025 -
એક્ઝિટ પોલમાં ઓછુ પણ વાસ્તવિક પરિણામો આવે છે : આપ નેતા રીના ગુપ્તા
05 February, 2025 -
ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ (યુસીસી) કાયદાની જરૂરિયાત ?
04 February, 2025 -
અયોધ્યામાં દલિત યુવતીની હત્યાના કેસમાં ૩ આરોપીઓની ધરપકડ
03 February, 2025