દહેજની ઇન્ડસ્ટ્રીયલ કલર અને ફૂડ ઇન્ગ્રેડીઇન્ટ્સ બનાવતી મલ્ટીનેશનલ રોહા ડાયકેમ કંપનીમાં અચાનક ધડાકા સાથે ભભૂકેલી આગે વસાહતને હચમચાવી દીધી હતી.
રોહા ડાયકેમ ૩૫,૦૦૦ સ્કવેર મીટરમાં ફૂડ અને ઇન્ડસ્ટ્રીયલ કલર, પીગમેન્ટ્સ, ડાઈઝ તેમજ ફેથલોસાઈનીનનું ઉત્પાદન કરે છે. કંપનીના દહેજ પ્લાન્ટમાં બપોરે આકસ્મિક ધડાકા સાથે વિકરાળ આગ ફાટી નીકળી હતી. ઘટના સાથે જ કંપનીમાં કામ કરતા કર્મચારીઓ બહાર દોડી આવતા તેમનો બચાવ થયો હતો. ફાયરનો કોલ મળતા જ ભરૂચ અને દહેજની અન્ય કંપનીના ૪ થી ૬ ફાયર ફાઈટરો ઘટના સ્થળે રવાના થયા હતા.
દહેજ મરીન પોલીસ, સેફટી એન્ડ હેલ્થ વિભાગ, ફેકટરી ઇન્સ્પેકટર તેમજ જીપીસીબી પણ સ્થળ પર દોડી ગયું હતું. વિકરાળ આગના કાળા ધુમાડાએ દહેજ વસાહત અને આસપાસના વિસ્તારોમાં ગભરાટનો માહોલ સર્જ્યો હતો. હાલ તો ફાયર ફાઈટરોએ આગ બુઝાવવા પ્રયત્નો હાથ ધર્યા છે જે બાદ જ ઘટનાનું કારણ બહાર આવી શકશે.
દહેજની રોહા ડાયકેમમાં બ્લાસ્ટ બાદ ભીષણ આગ ફાટી નીકળી , ફાયર, તંત્ર અને પોલીસ દોડતી થઈ
સંબંધિત ન્યૂઝ
-
સેન્સેક્સ 200 પોઈન્ટ તૂટ્યો, નિફ્ટી 24619 પર બંધ, FMCG શેરોને સૌથી વધુ અસર
09 December, 2024 -
૨૪ વર્ષીય યુવકને ભૂંડે ડંખ મારતા જીવ ગુમાવ્યો, ભાવનગર જિલ્લાના ગરીબપુરા ગામની ઘટના
09 December, 2024 -
મહારાષ્ટ્ર વિધાનસભાના પ્રોટેમ સ્પીકર તરીકે શપથ લીધા
07 December, 2024 -
તા ૨૫ થી ૩૧મી ડિસેમ્બર સુધી અ.મ્યુ.કો. દ્વારા કાંકરિયા કાર્નિવલ યોજાશે
06 December, 2024 -
૧ જાન્યુઆરી ૨૦૨૫થી હવે મીટર વગરની રિક્ષાના ચાલકને અપાશે દંડ
05 December, 2024