ભાજપ,કોંગ્રેસ,આપ ત્રિપાંખિયો જંગ વચ્ચે માતર બેઠક પર અપક્ષ ઉમેદવાર મહિપતસિંહથી કોને ફાયદો થશે

ભાજપ,કોંગ્રેસ,આપ ત્રિપાંખિયો જંગ વચ્ચે માતર બેઠક પર અપક્ષ ઉમેદવાર મહિપતસિંહથી કોને ફાયદો થશે

ખેડાની માતર બેઠક ભાજપ જાળવી રાખશે.? શું મહિપતસિંહ થી કોગ્રેસને ફાયદો થશે.

ખેડા

મધ્યા ગુજરાતના ખેડા જિલ્લાની સાત બેઠકમાંથી એક બેઠક ભાજપ માટે ખૂબ મહત્વની છે. આ બેઠક માતર વિધાનસભાની છે. ૨૦૦૭માં સાંસદ સભ્ય દેવુસિંહ ચૌહણ પણ આ બેઠક પરથી ધારાસભ્ય પદે ચૂટાયા હતા. ત્રિપાંખિયો જંગમાં શું આ વખત ભાજપ માતર સીટ જાળવી રાખશે.? ભાજપે કલ્પેશ પરમારને મેદાનમાં ઉતાર્યા છે. તો બીજી બાજુ કોંગ્રેસે સત્ત બે વખત હારેલા ઉમેદવાર સંજય પટેલને ટિકિટ આપી છે. ત્યારે આપ માંથી લાલજી પરમારને ટિકિટ મળી છે. આ ત્રિપાંખિયો જંગને પડકારવા અપક્ષ ઉમેદવાર મહિપતસિંહ ચૌહણે પુરેપુરી તૈયારી શરુ કરી દિધી છે. ડોર ટુ ડોર કેમ્પેન્ગિની શરુઆત પણ કરી દિધી છે.

દેવુસિંહ ચૌહાણની નજરમાં માતર બેઠક સૌથી મહત્વની છે. માતર વિધાનસભા પર નજર કરીએ તો ભાજપ, કોંગ્રેસ, સાથે આમ આદમી પાર્ટી પણ ઝંપલાવ્યું છે. અપક્ષ ઉમેદવાર મહિપતસિંહ પણ ચૂટણી લડવાના છે. જેના કારણે અહિંયા ચાર પાંખિયો જંગ ખેલાશે. છેલ્લા વર્ષ ૨૦૦૨ થી ભાજપ સત્તામાં આવી રહિ છે. તો શું આ વખત ૨૦૨૨માં ભાજપ સીટ જાળવી રાખશે. તેના પર સૌની નજર રહેશે. બે ટર્મથી જીતીને આવતા કેસરિસિંહ ચૌહણને બદલીને આ વખતે ભાજપે એક યુવા ચહેરો કલ્પેશ પરમારને ટિકિટ આપી છે. જ્યારે કોંગ્રેસે બે વાર હારેલા સંજયભાઇ પટેલને ત્રીજીવાર ટિકિટ આપી છે.

માતર વિધાનસભાની બેઠક પર ખેડા, વસો એમ ત્રણ તાલુકાનો સમાવેશ થાય છે. અને આ વર્ષે કુલ ૨,૪૮,૯૮૬ મતદાર છે. વર્ષ ૨૦૦૨ થી ભારતીય જનતા પર્ટીનો માતર સીટ પરથી કબજાે છે

વર્ષ ૨૦૦૨માં રાકેશ રાવ (એડવોકેટ) ૫૧,૪,૩૩ વોટથી વિજય થયા ત્યારે કોંગ્રેસ માથી ધીરુભાઈ ચાવડાને ૪૧.૪.૧૫ મત મળ્યા હતા

વર્ષ ૨૦૦૭માં દેવુસિંહ ચૌહાણ ૫૬,૯,૧૪ મતથી વિજય થયા ત્યારે કોંગ્રેસ માથી ભાજપમાં આવેલા નરહરિ અમીને ૪૯,૧,૧૫ મળ્યા હતા

વર્ષ ૨૦૧૨માં દેવુસિંહ ચૌહાણને ૭૧,૦૦,૨૧ મતથી વિજય થયા ત્યારે કોંગ્રેસ માથી ભાજપમાં આવેલા નરહરિ અમીને ૬૪,૫,૩૪ મળ્યા હતા જ્યારે ૧૧૫ માતર બેઠક પરથી ૨૦૧૪માં બાય ઈલેક્શન થયું ત્યારે ભાજપમાંથી કેસરિસિંહ ચૌહાણને ૫૯,૫,૭૬ મતથી વિજેતા થયા હતા. કોંગ્રેસ પક્ષમાથી કાળીદાસ પરમારને ૫૦,૯,૬૬ મત મળ્યા હતા.

વર્ષ ૨૦૧૭માં કેસરિસિંહ ચૌહાણને ૮૧,૫૦,૯ મતથી વિજય થયા હતા ત્યારે કોંગ્રેસથી સંજયભાઈ પટેલને ૭૯,૧,૦૩ મત મળ્યા હતા.