સુરતના પુણા કુંભારીયા રોડ પર મોર્નિંગ વોક પર નીકળેલી મહિલાનું કારની અડફેટે મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું હોય છે. ત્યારબાદ મૃતક મહિલાના પરિવારજનોએ સાસરિયા સામે આક્ષેપો કર્યા હોય છે. જેથી પોલીસે તપાસ શરુ કરતા પતિનો ફાંડો ફૂટી ગયો હોય છે. મૃતકના પરિવારજનોના આક્ષેપો સાચા નીકળ્યા છે. જેમાં મહિલાનું કાર અડફેટે મોત નહી પરંતુ તેની હત્યા કરવામાં આવી હોય છે. હત્યા પણ મહિલાના પતિએ તેના એક મિત્ર સાથે મળીને કરી હોય છે. પતિએ પહેલા પત્નીનું ગળું દબાવી બેભાન કરી દીધી હોય છે. બાદમાં તેના માથા પરથી ટ્રકનું ટાયર ફેરવી દીધું હોય છે. સમગ્ર ફાંડો ફૂટતા પોલીસે મૃતકના પતિ અને તેના મિત્રની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.પતિની પૂછપરછમાં ફાંડો ફૂટ્યો
સારોલીગામ ખાતે આવેલી સારથી રેસીડેન્સીમાં રહેતા અનુજકુમાર સોહનસિંગ યાદવ તેની પત્ની શાલીની સાથે રહેતો હતો. ગત 8-1-2021 ના રોજ પતિ અનુજ તેની પત્નીને લઈને મોર્નિંગ વોક પર નીકળ્યો હતો. દરમ્યાન સર્વિસ રોડ પર અજાણ્યો ઇસમ તેની પત્નીને અડફેટે લઈને ફરાર થઇ ગયો હતો. જેમાં તેનું પત્નીનું મોત નીપજ્યું હોવાની વાત વહેતી મૂકાઈ હતી. આ ઘટના અંગે અનુજે પુણા પોલીસ મથકમાં ફરિયાદ પણ નોંધાવી હતી. પરંતુ શાલીનાના માતા-પિતાને શંકા હતી કે, તેની દીકરીનું અકસ્માત નહિ પણ તેની હત્યા કરવામાં આવી છે. આ મામલે પરિવારજનોએ ગંભીર આક્ષેપો કરતા સુરત ક્રાઈમ બ્રાન્ચે પણ આ મામલે તપાસ શરુ કરી હતી. જેમાં પોલીસે CCTV ફૂટેજ, સગા સંબંધીઓની પૂછપરછ અને પતિ અનુજની કડક પૂછપરછ કરતા જે હકીકત સામે આવી તે જાણીને ખુદ પોલીસ પણ ચોંકી ઉઠી હતી.
સુરતમાં પત્નીનું અકસ્માતમાં મોત ખપાવનાર પતિનો ભાંડો ફૂટ્યો, મિત્ર સાથે મળીને ગળુ દબાવી હત્યા કર્યા બાદ ટ્રકનું ટાયર ફેરવી દીધેલું
સંબંધિત ન્યૂઝ
-
અમદાવાદ મંડફ્રના આંબલિયાસણ-વિજાપુર રેલવે સેક્શનનું ગેજ રૂપાંતરણ કાર્ય પૂર્ણ
15 October, 2025 -
“આ સ્માર્ટ સીડરથી ખેડાણમાં સુધારો થયો છે : કેન્દ્રીય મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ
14 October, 2025 -
ઇન્સ્ટાગ્રામ પર લોકોને છેતરપિંડી કરનારા સાયબર છેતરપિંડી કરનારની ધરપકડ
13 October, 2025 -
સમજાતું નથી કે સરકાર કેવી રીતે કામ કરી રહી છે, કોંગ્રેસના સાંસદ કુમારી શેલજા
11 October, 2025 -
૧૯૫૧ની વસ્તી ગણતરીમાં, હિન્દુઓનો હિસ્સો ૮૪% હતો, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ
10 October, 2025