પુણેની સીરમની કોરોના વેક્સિન અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચી છે. વેક્સિનના સ્વાગત માટે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા તેમજ આરોગ્યસચિવ જયંતી રવિ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. નીતિન પટેલે વેક્સિનને લીલીઝંડી આપ્યા બાદ એને અમદાવાદ એરપોર્ટ પરથી અસારવા સિવિલ લઈ જવામાં આવી રહી છે. અમદાવાદ, ગાંધીનગર અને ભાવનગર માટે 2 લાખ 76 હજાર જેટલો જથ્થો અત્યારે આવ્યો છે, જેમાં અમદાવાદ માટે 1 લાખ 8 હજાર વેક્સિન આવશે. અમદાવાદ એરપોર્ટ પરથી અસારવા સિવિલ હોસ્પિટલ ખાતે વેક્સિનેશન સ્ટોરેજ ખાતે જથ્થો લઈ જવાશે. ગાંધીનગર માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં જથ્થો લઈ જવામાં આવશે.11 વાગે વેક્સિન અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ ખાતે આવી પહોંચી હતી. જ્યાં એરપોર્ટ પર વેક્સિનને વધાવવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ વિભાગ અને સિવિલ હોસ્પિટલના અધિકારી હાજર રહ્યા હતા. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ એરપોર્ટ પર આવી વેક્સિનનાં વધામણાં કર્યાં હતાં. એરપોર્ટ પર ચુસ્ત પોલીસ-બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. જેસીપી ગૌતમ પરમાર, ડીસીપી, એસીપી અને પીઆઇ સહિતના અધિકારીઓ એરપોર્ટ પર હાજર રહ્યા હતા.ભરૂચમાં 14-15 જાન્યુઆરીએ આવશે કોરોના વેક્સિનનો પ્રથમ લોટ
જ્યારે ભરૂચમાં 14-15 જાન્યુઆરીએ આવશે કોરોના વેક્સિનનો પ્રથમ લોટ આવશે, જેને આરોગ્ય શાખાના વેક્સિનેશન સ્ટોરેજ રૂમમાં રાખવામાં આવશે. ત્યાર બાદ 16 જાન્યુઆરીએ જિલ્લામાં 7 કેન્દ્રો પર 700 આરોગ્યકર્મચારીને કોરોના વેક્સિન આપવામાં આવશે.
1 લાખ 20 હજારનો જથ્થો અમદાવાદ સિવિલ અને 96 હજાર ડોઝ ગાંધીનગર સિવિલ પહોંચ્યો
સંબંધિત ન્યૂઝ
-
“આ સ્માર્ટ સીડરથી ખેડાણમાં સુધારો થયો છે : કેન્દ્રીય મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ
14 October, 2025 -
ઇન્સ્ટાગ્રામ પર લોકોને છેતરપિંડી કરનારા સાયબર છેતરપિંડી કરનારની ધરપકડ
13 October, 2025 -
સમજાતું નથી કે સરકાર કેવી રીતે કામ કરી રહી છે, કોંગ્રેસના સાંસદ કુમારી શેલજા
11 October, 2025 -
૧૯૫૧ની વસ્તી ગણતરીમાં, હિન્દુઓનો હિસ્સો ૮૪% હતો, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ
10 October, 2025 -
દિલ્હી: ‘આઈ એમ અ સર્વાઈવર‘ પુસ્તકના હિન્દી સંસ્કરણના લોન્ચિંગ પ્રસંગે, કેન્દ્રીય મંત્રી જી કિશન રેડ્ડી કહે છે,
09 October, 2025