૩ પીઆઈ વચ્ચે મારામારીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ

ખેડા જિલ્લામાં નડિયાદ ટાઉન, નડિયાદ પશ્ચિમ અને વડતાલ પોલીસ સ્ટેશનના પીઆઈ સહિત કેટલાક લોકો વચ્ચે મારામારીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થતાં ચકચાર મચી છે. શિસ્તબદ્ધ ગણાતા પોલીસ વિભાગના અધિકારીના આ વીડિયોને ગંભીરતાથી લઈ એસપી દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે, સાથે ત્રણેય પીઆઈની તાત્કાલિક અસરથી લીવ રિઝર્વમાં નિમણૂક કરી દેવાઈ છે.