ક્રિકેટ ઈતિહાસની અજીબ મેચ,એક પણ બોલ રમ્યા વિના ટીમ જીતી ગઈ

indonesia-kambodia

કંબોડિયા અને ઈન્ડોનેશિયા વચ્ચે મેચમાં બબાલ થતા કંબોડિયાના ખેલાડીઓએ મેચ રમવા કર્યો ઈનકાર
કોઈ બોલ નાખ્યા વિના જીત મળતા ઈન્ડોનેશિયાએ 4-2થી સીરિઝને પણ જીતી લીધી

ક્રિકેટ ઈતિહાસમાં અનેક એવી ઘટનાઓ બનતી હોય છે, જેને ક્યારેય ભૂલાવી શકાતી નથી, આવી અનેક મેચ તમે જોઈ હશે, જેને સારી અથવા કોઈ વિચિત્ર ઘટનાને લીધે તમે આજ સુધી ભૂલાવી શક્યા નથી. અમુક મેચ કોઈના કોઈ કારણે વર્ષો સુધી લોકોના મનમાં રહે છે. અમુક મેચ રેકોર્ડના કારણે યાદ કરવામાં આવે છે, તો અમુક મેચ બબાલના કારણે યાદ રાખવામાં આવે છે. તાજેતરમાં એક એવી જ મેચની ઘટના સામે આવી છે, જેમાં એક પણ બોલ રમ્યા વિના ટીમની જીત થઈ છે. આ મેચને લઈ ફેન્સ પણ હેરાન થયા છે.

કંબોડિયા અને ઈન્ડોનેશિયા વચ્ચે T-20 સીરિઝ રમાઈ રહી હતી. આ સીરિઝમાં કંબોડિયા અને ઈન્ડોનેશિયા વચ્ચે રમવામાં આવેલી એક મેચ દરમિયાન આવી જ એક ઘટના બની છે. આ મેચમાં જ્યારે કંબોડિયાની ટીમ બેટિંગ કરી રહી હતી, ત્યારે 12મી ઓવરમાં અંપાયરે કંબોડિયાના ખેલાડી લુકમાન બટ્ટને આઉટ આપ્યો હતો. અંપાયરના આ નિર્ણયથી લુકમાન ખુબ નારાજ થયો હતો. આટલું જ નહીં લુકમાન સાથે રમી રહેલા તેના પાર્ટનર પણ અંપાયરના આ નિર્ણયથી ખુબ નારાજ દેખાયા હતા. ત્યાર બાદ બંને ખેલાડીઓ પેવેલિયન પરત ગયા હતા અને ત્યારબાદ કંબોડિયાની ટીમે આગળ મેચ રમવા ઈનકાર કર્યો હતો.

આગળ મેચ ન રમવાના કંબોડિયાની ટીમના નિર્ણયથી રેફરી ખુબ જ નારાજ થયા હતા અને તેમણે ઈન્ડોનેશિયાને વિજેતા ટીમ જાહેર કરી હતી. બંને દેશ વચ્ચે T-20 સીરિઝ રમાઈ રહી હતી. આ સીરિઝમાં ઈન્ડોનેશિયા ટીમનું પ્રદર્શન ખુબ શાનદાર હતું. છેલ્લી મેચમાં કોઈ બોલ નાખ્યા વિના જીત મળતા ઈન્ડોનેશિયાએ સીરિઝને પણ 4-2થી જીતી છે.

સીરિઝમાં ઈન્ડોનેશિયાએ કંબોડિયા વિરુદ્ધ તમામ મેચ એક તરફી અંદાજમાં જીતી હતી. સાથે છેલ્લી મેચમાં કંબોડિયા પાસે જીતવાની તક હતી, પરંતુ ટીમે મેચ પૂરી ન રમીને મેચ ગુમાવી દીધી છે. આજ સુધી ક્રિકેટ ઈતિહાસમાં કોઈ પણ ટીમ દ્વારા આવો નિર્ણય લેવામાં આવ્યો નથી. આથી જ આ મેચને હવે ફેન્સ ઘણા દિવસ સુધી યાદ રાખશે.