જીતના નશામાં ભાન ભૂલ્યો ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર મિચેલ માર્શ, વર્લ્ડ કપ ટ્રોફી પર રાખ્યો પગ, ફોટો સોશ્યલ મીડિયા પર વાયરલ થતા લોકોએ કર્યો ટ્રોલ

mitchell-with-trophy

વર્લ્ડ કપની ટ્રોફી પર પગ મૂકનારા મિશેલ માર્શ પર ભડક્યા નેટીઝન્સ, કહ્યું કે ‘જરા તો આદર કરો, સન્માન કરતા શીખો…’

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ગઈકાલે અમદાવાદમાં વર્લ્ડકપની ફાઈનલ મેચ રમાઈ હતી. આ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 6 વિકેટથી હરાવ્યું હતું. ઓસ્ટ્રેલિયાએ છઠ્ઠીવાર વર્લ્ડ કપ જીત્યો હતો. ભારતની હારને કારણે લાખો ચાહકો નિરાશ થયા હતાં. આ જીત બાદ ઓસ્ટ્રેલિયન ટીમે શાનદાર ઉજવણી કરી હતી. તેમના સેલિબ્રેશનની ઘણી તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. જોકે તેમાંનો એક ફોટો જોઇને નેટીઝન્સને ભારે આઘાત લાગ્યો છે.

ફાઈનલમાં જીત્યા બાદ ઓસ્ટ્રેલિયાનું ઘમંડ આસમાને પહોંચી ગયું છે. ભારત સામેની જીત પછી ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર મિશેલ માર્શનો એક ફોટો સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે વર્લ્ડ કપ ટ્રોફીનો અનાદર કરતો જોવા મળી રહ્યો છે. સોશિયલ મીડિયા પર વાઈરલ થયેલ ફોટોમાં ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર વર્લ્ડ કપ ટ્રોફી પર પગ રાખીને બેઠેલો જોવા મળી રહ્યો છે. આ તસવીર પર યૂઝર્સ પ્રતિક્રિયા આપી રહ્યા છે. કેટલાક લોકો આને ટ્રોફીનું અપમાન બતાવી રહ્યા છે તો કેટલાક વધુ પડતા આત્મવિશ્વાસની વાત કરી રહ્યા છે. આ સાથે જ કેટલાક લોકોએ તેને વર્લ્ડ કપ ટ્રોફીનું સન્માન કરવાની સલાહ આપી છે.

ઓસ્ટ્રેલિયન ટીમના ઓલરાઉન્ડર મિચેલ માર્શના શરમજનક કૃત્યથી લોકો નારાજ છે અને સોશ્યલ મીડિયા પર તેની ટીકા કરી રહ્યા છે. માર્શની આ તસવીર ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સે તેના ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. આ જોઇને ભારતીય ફેન્સ ભડકી ગયા અને થોડી જ વારમાં આ તસવીર સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ ગઈ. સોશ્યલ મીડિયા યુઝર્સે ટ્રોફી સાથે માર્શના આ પોઝને ખોટો ગણાવ્યો છે અને કહ્યું છે કે તેણે ટ્રોફીનું અપમાન કર્યું છે. માર્શના આ કૃત્યને લોકો ઓસ્ટ્રેલિયન ટીમનો ઘમંડ ગણાવી રહ્યા છે.

વાયરલ તસવીરમાં પાર્ટી દરમિયાન ઓસ્ટ્રેલિયન ખેલાડીની મિચેલ માર્શ વર્લ્ડ કપની ટ્રોફી પર પગ રાખી બેઠેલો જોવા મળ્યો હતો. આમ જીતના નશામાં ભાન ભૂલ્યો હોય તેમ આ ખેલાડી જાણતા અજાણતા ટ્રોફીનું અપમાન કરી બેસ્યો હતો. ઓસ્ટ્રેલિયન ખેલાડીની આ શરમજનક હરકતને લઈ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ ફોટાને સૌપ્રથમ ઓસ્ટ્રેલિયન કેપ્ટન પેટ કમિન્સે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેઅર કર્યો હતો. મિચેલ માર્શને લઈને સોશ્યલ મીડિયા પર યુઝર્સનું કહેવું છે કે ભારતીય ટીમ એક દિવસ ઓસ્ટ્રેલિયાનું આ ઘમંડ ચોક્કસપણે તોડી નાખશે.

વર્લ્ડ કપ 2023ની ફાઈલન ભારત હાર્યુ છે. છત્તા ફેન્સ ભારતીય ખેલાડીઓને સપોર્ટ કરતા જોવા મળી રહ્યાં છે. સતત 10 મેચ જીત્યા બાદ ફાઈનલ હારતા મેદાન પર ભાઉક દ્રશ્યો સર્જાયા હતા.