પીએમ મોદીએ દેશના લોકોને ધનતેરસની શુભકામનાઓ આપતા કહ્યુ, દરેક વ્યક્તિ હંમેશા સ્વસ્થ, સમૃદ્ધ અને ખુશ રહે

ધનતેરસના અવસર પર નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે. તેમણે કહ્યું કે હું પ્રાર્થના કરું છું કે ભગવાન ધન્વંતરિના આશીર્વાદથી તમે બધા હંમેશા સ્વસ્થ, સમૃદ્ધ અને ખુશ રહો.

આ વર્ષે ધનતેરસની ચોક્કસ દિવસને લઈને કોઈ સમસ્યા નથી. બધા જ્યોતિષીઓ અને પંચાંગોના મતે 10મી નવેમ્બર એટલે કે આજના દિવસે ધનતેરસનો તહેવાર છે. આ અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને ધનતેરસની શુભેચ્છા પાઠવી હતી. પીએમ મોદીએ કહ્યું કે હું પ્રાર્થના કરું છું કે ભગવાન ધન્વંતરિના આશીર્વાદથી તમે બધા હંમેશા સ્વસ્થ, સમૃદ્ધ અને ખુશ રહો, જેથી વિકસિત ભારતના સંકલ્પને નવી ઉર્જા મળતી રહે.

ધનતેરસ પર ખરીદી અને ધન પૂજા કરવામાં આવે છે.

પીએમ નરેન્દ્ર મોદીએ X ઉપર ધનતેરસની શુભકામના આપતા પોસ્ટ કરીને લખ્યું કે સ્વાસ્થ્ય અને સમૃદ્ધિના પ્રતીક એવા ધનતેરસના શુભ તહેવાર પર દેશમાં મારા પરિવારના તમામ સભ્યોને હાર્દિક શુભેચ્છાઓ. હું પ્રાર્થના કરું છું કે ભગવાન ધન્વંતરિના આશીર્વાદથી તમે બધા હંમેશા સ્વસ્થ, સમૃદ્ધ અને ખુશ રહો, જેથી વિકસિત ભારતના સંકલ્પને નવી ઉર્જા મળતી રહે. તમને જણાવી દઈએ કે ધનતેરસના દિવસે કુબેર દેવ અને મા લક્ષ્મીની પૂજા સિવાય ખરીદી પણ કરવામાં આવે છે. એક પૌરાણિક માન્યતા છે કે ધનતેરસ પર કુબેર દેવની સાથે દેવી લક્ષ્મીની પૂજા કરવાથી આર્થિક સ્થિરતા સુનિશ્ચિત થાય છે.

ધનતેરસ એ મુખ્ય હિંદુ તહેવારોમાંનો એક છે. જે સમગ્ર દેશમાં ખૂબ જ આનંદ અને ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે. ધનતેરસ, સિદ્ધિ વિનાયક ગણેશ, ધનની દેવી મહાલક્ષ્મી અને કુબેરની પૂજાને સમર્પિત નવી ખરીદી માટેનો શુભ દિવસ છે. આ દિવસે સોના-ચાંદીના દાગીના, વાસણો, રસોડાનાં વાસણો, વાહનો, કપડાં, ઇલેક્ટ્રોનિક્સ અને અન્ય વસ્તુઓનું નોંધપાત્ર વેચાણ જોવા મળે છે. ઉલ્લેખનીય છે કે સાવરણી ખરીદવી વિશેષ શુભ માનવામાં આવે છે.

પૂજાનો શુભ સમય

ધનતેરસની પૂજાનો શુભ સમય સાંજે 5.47 થી 7.43 સુધીનો છે. આવી સ્થિતિમાં, આ શુભ સમય દરમિયાન પૂજા કરવી પણ સારું રહેશે. કારણ કે શુભ સમયે કરેલા કામનું ફળ પણ શુભ જ મળે છે. આ સિવાય પ્રદોષ કાલ સાંજે 5:30 થી 8:08 સુધી ચાલશે.