અમરેલી: ગુજરાતના અમરેલી જિલ્લામાં ગ્રીન એનર્જી ક્ષેત્રે એક મહત્વપૂર્ણ પહેલ થવા જઈ રહી છે. અમરેલી તાલુકાના શેડુભાર ગામે ગોપીનાથ બાયો CNG LLP પ્લાન્ટ નું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. સંચાલકોના જણાવ્યા મુજબ આ ગુજરાતનો પ્રથમ અને ભારતનો બીજો એવો પ્લાન્ટ હશે, જેમાં મુખ્યત્વે નેપિયર ઘાસ સહિત વિવિધ કૃષિ અવશેષોમાંથી બાયો CNG LLP ઉત્પાદન કરવામાં આવશે. કરોડો ના ખર્ચે તૈયાર થઈ રહેલો આ પ્લાન્ટ આગામી આઠ મહિનામાં કાર્યરત કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. આ પ્લાન્ટ શરૂ થયા બાદ ખેડૂતોને કૃષિ આધારિત આવકનું નવું સાધન મળી શકે છે. ખાસ કરીને નેપિયર ઘાસની ખેતી કરતા ખેડૂતોને પ્લાન્ટ માટે ઘાસનું સીધું વેચાણ કરવાની તક મળશે. બીજી તરફ, પ્લાન્ટના સંચાલન, કાચા માલના સંગ્રહ, કાપણી, પેકિંગ, પરિવહન સહિતની વિવિધ કામગીરીમાં સ્થાનિક યુવાઓ અને અન્ય લોકોને રોજગારીની તકો ઊભી થવાની શક્યતા છે.
અમરેલીમાં કરોડોના ખર્ચે ગુજરાતનો પ્રથમ દેશ નો બીજો ગોપીનાથ બાયો CNG LLP પ્લાન્ટ
સંબંધિત ન્યૂઝ
-
અમરેલીમાં કરોડોના ખર્ચે ગુજરાતનો પ્રથમ દેશ નો બીજો ગોપીનાથ બાયો CNG LLP પ્લાન્ટ
10 September, 2026 -
કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું, “બુલેટ ટ્રેનનું ઉદ્ઘાટન 2027 માટે નક્કી કરવામાં આવ્યું છે.
09 September, 2026 -
‘મને ખબર નથી કે નવસારીમાં માવાની ટેવ આવી કે નથી, સૌરાષ્ટ્ર વાળા ઘણાં, માવાથી મુક્તિ મેળવો’: PM મોદી
08 September, 2026 -
વડા પ્રધાન કાલે તેમને રાષ્ટ્રને સમર્પિત કરશે, કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે
07 September, 2026 -
દિલ્હી: “આજે, અમે ‘કોકરોચ જનતા પાર્ટી ડેમોક્રેટિક’ શરૂ કરી, ડેમોક્રેટિકના સ્થાપક, મનીષ બ્રહ્મભટ્ટ
03 September, 2026
