હરિયાણા વિધાનસભા ચૂટણીમાં 2 કોરડ વોટરમાંથી 25 લાખ મતોની ચોરી: રાહુલ ગાંધી

બિહારમાં મતદાન પહેલા ગાંધીએ વધુ એકવાર મત ચોરીના મુદ્દા પર મોટી પ્રેસ કોન્ફરન્સ યોજીને ચૂટણી પંચ પર ગંભીર સવાલો ઉઠાવ્યા.

નવી દિલ્લી: કોગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ઠીક બિહારની ચૂટણીના મતદાનના એક દિવસ પહેલા જ હરિયાણા વિધાનસભામાં થયેલી વોટ ચોરી પર પ્રેસ કોન્ફ્રસ યોજી અને ચૂટણી પંચ પર ગંભીર સવાલો ઉઠાવ્યા હતા. આ પહેલાં 7 ઓગસ્ટ અને 18 સપ્ટેમ્બરના રોજ પ્રેસ કોન્ફરન્સ યોજીને કર્ણાટક અને મહારાષ્ટ્રમાં મત ચોરીના આરોપ લગાવ્યા હતા.

રાહુલે દાવો કર્યો હતો કે તેમની પાસે પુરાવા છે કે હરિયાણામાં 25 લાખ 41 હજાર મતદારો નકલી હતા, એટલે કે હરિયાણામાં દર 8 મતદારોમાંથી 1 મતદાર નકલી હતો. તેમણે પ્રેસ મિત્રોને પોતાના પ્રેઝન્ટેશનમાં હરિયાણાની મતદાર યાદી બતાવતા કહ્યું કે બ્રાઝિલની એક મોડલે હરિયાણા ચૂંટણી દરમિયાન 10 બૂથ પર 22 વાર મત આપ્યો. આ રીતે 2024ની હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં લાખો મતોની ચોરી થઈ, ‘હરિયાણા ચૂંટણીમાં બ્રાઝિલિયન મોડેલે સીમા-સ્વીટી નામ તરીકે મતદાનો કર્યાના ગંભીર આરોપ લગાવ્યા હતા.

ભારતમા બ્રાઝિલિયન મૉડલ

ગાંધીએ આરોપ લગાવ્યો કે મુખ્ય ચૂંટણી કમિશનર સહિત અન્ય બે કમિશનરોએ હરિયાણામાં ભાજપની જીત સુનિશ્ચિત કરવા તેમની સાથે સાંઠગાંઠ કરી હતી. તેમણે એવો દાવો કર્યો કે તેઓ પીએમ મોદી સાથે સાંઠગાંઠમાં હતા. રાહુલ ગાંધીએ કહ્યું કે ઓપરેશન સરકાર ચોરીએ હરિયાણામાં કોંગ્રેસની પ્રચંડ જીતને હારમાં ફેરવી દીધી. વધુમાં “અમને શંકા છે કે મત ચોરી બૂથ સ્તરે નહીં, પરંતુ રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે થઈ રહી છે.”

તેમણે કહ્યું કે હરિયાણામાં એક લાખથી વધુ મતદારો નકલી ફોટોગ્રાફ્સ ધરાવે છે. મતદાર યાદીમાં ઘણા મતદારોના ઘર નંબર શૂન્ય છે. કોંગ્રેસના નેતાએ આરોપ લગાવ્યો કે નકલી મતદારોની કોઈ ઓળખ હોતી નથી અને મતદાન કર્યા પછી ગાયબ થઈ જાય છે, જેના કારણે તેમને ઓળખવામાં મુશ્કેલી પડે છે. તેમણે કહ્યું કે તપાસમાં જાણવા મળ્યું છે કે 500 મતદારોનું સરનામું એક જ હતું.

ગાંધીએ સૌથી પહેલાં હરિયાણા CM નાયબ સિંહ સૈનીનો વીડિયો બતાવ્યો, કહ્યું કે ચૂંટણીના બે દિવસ પછી CMએ એક બાઇટ આપી, જેમાં તેમણે વ્યવસ્થાનો ઉલ્લેખ કર્યો. હવે આ વ્યવસ્થા શું છે. આ પછી જે પરિણામ આવ્યું હરિયાણામાં કોંગ્રેસ ચૂંટણી હારી ગઈ. મતદારનું ઉદાહરણ આપતા રાહુલએ કહ્યું, “દલચંદ ઉત્તર પ્રદેશ અને હરિયાણામાં મતદાર છે. તેમનો પુત્ર પણ હરિયાણામાં મતદાર છે અને ઉત્તર પ્રદેશમાં મતદાન કરે છે. આવા હજારો લોકો છે જેમના ભાજપ સાથે સંબંધો છે. મથુરાના સરપંચ પ્રહલાદનું નામ પણ હરિયાણામાં ઘણી જગ્યાએ મતદાર યાદીમાં છે.”

મતદાર યાદીમાં એક મહિલાનો ફોટો 223 વાર ફોટો જોવા મળ્યો

રાહુલે બ્રાઝિલિયન છોકરીનો ફોટો પણ બતાવ્યો. તેમણે કહ્યું કે તેમનું નામ હરિયાણાની મતદાર યાદીમાં છે. ક્યારેક તેણીએ સ્વીટી, ક્યારેક સીમા અને ક્યારેક સરસ્વતીના નામથી મતદાન કર્યું. બે પોલિંગ બૂથની મતદાર યાદીમાં એક મહિલાનો ફોટો 223 વાર જોવા મળે છે. ચૂંટણી પંચને બતાવવું પડશે કે આ મહિલા આટલી વાર કેમ આવી.

રાહુલ ગાંધીએ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર પર પણ પ્રહાર કરતા કહ્યું કે તેમણે દાવો કર્યો હતો કે જેમની પાસે ઘર નથી તેમના માટે ઘરના નંબર શૂન્ય તરીકે નોંધાયેલા છે. ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સનો એક વીડિયો, જેમાં બેઘર લોકોને મતદાર યાદીમાં સૂચિબદ્ધ તેમના સરનામાં અંગે માહિતી આપવામાં આવી હતી, રાહુલની પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ચલાવવામાં આવ્યો હતો. રાહુલ ગાંધીએ કહ્યું કે તેમણે આ બાબતની તપાસ કરી હતી. મુખ્ય ચૂંટણી કમિશનરે દેશના લોકોને ખુલ્લેઆમ ખોટું બોલ્યા હતા.