મણિપુર-મ્યાનમાર સરહદ પર ફરી તણાવ ભર્યો માહોલ, 16 કુકી ગામોના સરપંચોએ બોર્ડર ફેન્સીંગનો કર્યો વિરોધ

મણિપુર-મ્યાનમાર બોર્ડર પર ફેન્સીંગનું કામ ફરી એકવાર વિવાદમાં સપડાયું છે. ભારત-મ્યાનમાર બોર્ડર પાસે સ્થિત 16 કુકી ગામોના સરપંચોએ જાહેરાત કરી છે કે તેઓ કોઈપણ રીતે સહકાર નહીં આપે.

મણિપુર-મ્યાનમાર સરહદ પર વાડ (બોર્ડર ફેન્સીંગ)નો બનાવવાનો પ્રોજેક્ટ ફરી એકવાર વિવાદમાં ફસાઈ ગયો છે. ભારત-મ્યાનમાર સરહદની નજીક આવેલા 16 કુકી ગામોના ગ્રામ સરપંચોએ જાહેરાત કરી છે કે, કોઈપણ રીતે સહકાર આપશે નહીં. તેમણે સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી સરકાર કુકી સમુદાયની રાજકીય માંગણીઓ પૂરી કરવા માટે નક્કર પગલાં નહીં લે ત્યાં સુધી બોર્ડર પર ફેન્સીંગ બનાવવાનો વિરોધ ચાલુ રહેશે. સંયુક્ત નિવેદનમાં ગામના આગેવનોએ જણાવ્યું હતું કે, પહેલાથી જ ઘણી રેલીઓ અને મેમોરેન્ડમ દ્વારા પોતાનો વાંધો વ્યક્ત કરી ચૂક્યા છે.

ન વળતર માંગશે, ન વાટાઘાટો કરશે
સરપંચોએ જણાવ્યું હતું કે તેઓ જમીન માટે ન વળતર માંગશે, નાતો સરકાર સાથે વાતચીતો કરશે. આ ફક્ત બોર્ડરનો જ નહીં પરંતુ (Free Movement System) ને સમાપ્ત કરવાના પ્રસ્તાવનો પણ વિરોધ કરી રહ્યા છે.

વિવાદનું મૂળ શું છે?
કુકી સંગઠનો લાંબા સમયથી અલગ વહીવટી માળખાની માંગ કરી રહ્યા છે. બીજી તરફ મેઇતેઈ સમુદાય આનો વિરોધ કરે છે અને મણિપુરની પ્રાદેશિક અને વહીવટી એકતા જાળવવાનો આગ્રહ રાખે છે. આ તણાવ સતત વધી રહ્યો છે.

હાલની પરિસ્થિતિ શું છે?
મણિપુર મ્યાનમાર સાથે ૩૯૮ કિલોમીટરની આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવે છે. અધિકારીઓના જણાવ્યા મુજબ, અત્યાર સુધીમાં સરહદના માત્ર ૧૦ કિલોમીટર પર જ વાડનું કામ પૂર્ણ થયું છે. જોકે, તાજેતરના વિરોધ પ્રદર્શનોને કારણે આગળનું કામ વધુ મુશ્કેલ બની રહ્યું છે.