ઈરાન શરણાગતિ નહીં સ્વીકારે… રાષ્ટ્રીય ટેલિવિઝન પર સંબોધનમાં ખામેનીએ કહ્યું કે ‘જો અમેરિકા યુદ્ધમાં કૂદી પડશે, તો તેને ભારે કિંમત ચૂકવવી પડશે’

iranWarnAmerica

ખામેનીનો સંદેશ એક સરકારી ટેલિવિઝન એન્કર દ્વારા વાંચવામાં આવી હતી જ્યારે ખામેનીની તસવીર સ્ક્રીન પર ચમકી હતી. શુક્રવારે ઇઝરાયલી હુમલા શરૂ થયા પછી 86 વર્ષીય ખામેની પોતે સ્ક્રીન પર કેમ દેખાયા નહીં તે સ્પષ્ટ નથી.

ઈરાન-ઈઝરાયલ યુદ્ધમાં અમેરિકાનાં કૂદી પડવાની અટકળો વચ્ચે, ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેનીએ સ્પષ્ટપણે કહ્યું છે કે તેમનો દેશ કોઈપણ કિંમતે શરણાગતિ સ્વીકારશે નહીં. રાષ્ટ્રીય ટેલિવિઝન પર રાષ્ટ્રને સંબોધનમાં ખામેનીએ કહ્યું કે ઈરાન ક્યારેય શરણાગતિ સ્વીકારશે નહીં. તેમણે કહ્યું કે ઈરાનના લોકો તેમના શહીદોના લોહીને ક્યારેય ભૂલી શકશે નહીં. તેમણે કહ્યું કે જે લોકો દેશના હવાઈ ક્ષેત્રનું ઉલ્લંઘન કરે છે તેમને ક્યારેય માફ કરવામાં આવશે નહીં.

ખામેનીએ એમ પણ કહ્યું કે જો અમેરિકા ઇસ્લામિક રિપબ્લિકના દુશ્મનોને ટેકો આપશે તો તેને ગંભીર પરિણામો ભોગવવા પડશે. “અમેરિકનોએ જાણવું જોઈએ કે અમેરિકા દ્વારા કોઈપણ લશ્કરી હસ્તક્ષેપથી તેમને ભરપાઈ ન થઈ શકે તેવું નુકસાન થશે.”

ઈરાનના સુપ્રીમ લીડર આયાતુલ્લાહ ખામેનીએ બુધવારે એક સંદેશમાં કહ્યું હતું કે અમેરિકાએ સાંભળવું જોઈએ, અમે શરણાગતિ સ્વીકારીશું નહીં. ખામેનીએ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ચેતવણી આપતા કહ્યું હતું કે, ‘જો અમેરિકી સેના ઈઝરાયલ સામેના યુદ્ધમાં હસ્તક્ષેપ કરશે તો તેના પરિણામો ખરાબ આવશે.’

ખામેનીએ આ સંદેશ ઈરાનના રાષ્ટ્રીય ટીવી પર એક પ્રસ્તુતકર્તા દ્વારા વાંચવામાં આવ્યો હતો. ખામેનીએ કહ્યું હતું કે, ‘જે લોકો ઈરાનનો ઇતિહાસ જાણે છે તેઓ જાણે છે કે ઈરાન કોઈની ધમકીઓ સાંભળતું નથી. ઈઝરાયલે મોટી ભૂલ કરી છે અને તેને તેની સજા મળશે. ઈરાન લાદવામાં આવેલી શાંતિ કે યુદ્ધ સ્વીકારશે નહીં.’

આ પહેલા ખામેનીએ મંગળવારે મોડી રાત્રે ઈઝરાયલ સામે યુદ્ધની જાહેરાત કરી હતી. તેમણે X પર લખ્યું હતું – યુદ્ધ શરૂ થાય છે. અમે આતંકવાદી ઈઝરાયલને કડક જવાબ આપીશું. અમે તેમના પર કોઈ દયા નહીં બતાવીએ. આ જાહેરાત પછી ઈરાને ઈઝરાયલ પર 25 મિસાઈલ છોડ્યા હતા.

એક દિવસ પહેલા, યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને બિનશરતી શરણાગતિ સ્વીકારવાનું કહ્યું હતું. ટ્રમ્પે આયાતુલ્લાહ અલી ખામેનીને ચેતવણી આપી હતી કે તેઓ જાણે છે કે ઈરાનના સર્વોચ્ચ નેતા ક્યાં છુપાયેલા છે. એક પોસ્ટમાં, ટ્રમ્પે ઈરાનને બિનશરતી શરણાગતિ સ્વીકારવાનું કહ્યું હતું. એક પોસ્ટમાં તેમણે લખ્યું, ‘ઈરાનના આકાશ પર અમારું નિયંત્રણ છે. અમે જાણીએ છીએ કે સર્વોચ્ચ નેતા ક્યાં છુપાયેલા છે, પરંતુ અમે તેમને મારીશું નહીં.’

આ નિવેદનના એક દિવસ પછી ઇરાન તરફથી આવ્યું છે. દરમિયાન, ઇઝરાયલે બુધવારે સવારે ઇરાનની રાજધાની પર હવાઈ હુમલાઓ વધુ તીવ્ર બનાવ્યા. ઇઝરાયલે તેહરાનના બીજા વિસ્તાર પર હુમલાની ચેતવણી જારી કરી હતી, ત્યારબાદ આ હુમલાઓ કરવામાં આવ્યા હતા. આ ક્ષેત્રમાં અનિશ્ચિતતાનું વાતાવરણ છે અને ઇરાનના લશ્કરી અને પરમાણુ થાણાઓને નિશાન બનાવતા ઇઝરાયલી હવાઈ હુમલાના છઠ્ઠા દિવસે, તેહરાનમાં રહેતા મોટાભાગના લોકો પોતાના ઘર છોડીને ચાલ્યા ગયા છે. અમેરિકાએ પશ્ચિમ એશિયામાં ફાઇટર વિમાનો મોકલ્યા છે.