અમ્યુકો દ્વારા ૩૬ જેટલા ફુડ વેન્ડર્સના ભાડા ઘટાડવાનો ર્નિણય

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં લો ગાર્ડન ખાતે આવેલા હેપ્પી સ્ટ્રીટમાં અગાઉ કાર્યરત હતા એવા ૩૬ જેટલા ફુડ વેન્ડર્સના ભાડા ઘટાડવાનો ર્નિણય કરવામાં આવ્યો છે, જેને પગલે હવે મહિને માત્ર રૂા.૧૫૦૦૦નું ભાડું નક્કી કરવામાં આવ્યું છે. આ ર્નિણયથી હેપ્પી સ્ટ્રીટ ફરીથી ધમધમશે, તેમ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગભાઈ દાણીએ જણાવ્યું હતું…