Budget 2025: 12 લાખ સુધીની આવક પર કોઈ ટેક્સ નહીં, 75 હજાર રૂપિયાનું સ્ટાન્ડર્ડ ડિડક્શન પણ મળશે

Budget2025

કરદાતાઓ છેલ્લાં 4 વર્ષનું IT રિટર્ન એકસાથે ફાઇલ કરી શકશે
વરિષ્ઠ નાગરિકો માટે TDS મર્યાદા ₹50 હજારથી વધારીને ₹1 લાખ કરવામાં આવી

આજે કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમણે લોકસભામાં બજેટ 2025 (Budget 2025) રજૂ કરી દીધું છે. આ બજેટમાં સામાન્ય જનતા ખાસ કરી પગારદાર કર્મચારીને મોટી રાહત મળી છે. નાણાંમંત્રી નિર્મલા સીતારમણે ટેક્સ સ્લેબમાં ફેરફાર કરવાની જાહેરાત કરી છે. હવેથી 12 લાખ સુધીની આવક પર કોઈ ટેક્સ લાગશે નહીં.

નિર્મલા સીતારમણના બજેટમાં આવકવેરા ભરનારાઓને મોટી રાહત મળી છે. હવે નોકરી કરતા લોકો જો નવી કર વ્યવસ્થા પસંદ કરશે તો તેમણે ₹12.75 લાખ સુધીની વાર્ષિક આવક પર કોઈ ટેક્સ ચૂકવવો પડશે નહીં.

જુઓ આ રીતે મળશે લાભ…

₹0 થી ₹4 લાખ0%
₹8 થી ₹12 લાખ10%
₹4 થી ₹8 લાખ15%

સરકાર 87A હેઠળ બીજા અને ત્રીજા સ્લેબનો ટેક્સ માફ કરશે. આ સિવાય ₹75 હજારનું સ્ટાન્ડર્ડ ડિડક્શન પણ મળશે. આ રીતે નોકરી કરતા લોકોની કુલ ₹12.75 લાખની આવક કરમુક્ત થઈ જશે. આ રાહત માત્ર નોકરિયાત લોકો માટે છે. અન્ય કોઈપણ સ્ત્રોતમાંથી આવકના કિસ્સામાં કર મુક્તિની મર્યાદા માત્ર ₹12 લાખ હશે.

  • લેટેસ્ટ ઇન્કમ ટેક્સ સ્લેબ (નાણાકીય વર્ષ 2025-26)
ટેક્સ સ્લેબરેટ
રૂ. 4,00,000 સુધીNIL
રૂ. 4,00,001 થી રૂ. 8,00,0005%
રૂ. 8,00,001 થી રૂ. 12,00,00010%
રૂ. 12,00,001 થી રૂ. 16,00,00015%
રૂ. 16,00,001 થી રૂ. 20,00,00020%
રૂ. 20,00,001 થી રૂ. 24,00,00025%
રૂ. 24,00,000 ઉપર 30%
  • ઇન્કમ ટેક્સ સ્લેબ (નાણાકીય વર્ષ 2024-25)
ટેક્સ સ્લેબરેટ
રૂ. 3,00,000 સુધીNIL
રૂ. 3,00,001 થી રૂ. 7,00,0005% (ટેક્સ રિબેટ 87A હેઠળ)
રૂ.7,00,001 થી રૂ. 10,00,00010% (ટેક્સ રિબેટ 87A હેઠળ રૂ. 7 લાખ સુધી)
રૂ. 10,00,001 થી રૂ. 12,00,00015%
રૂ. 12,00,001 થી રૂ. 15,00,00020%
રૂ. 15,00,000 ઉપર 30%

આ ઉપરાંત હવે તમામ કરદાતાઓ છેલ્લાં 4 વર્ષનું IT રિટર્ન એકસાથે ફાઇલ કરી શકશે. અગાઉ આ મર્યાદા 2 વર્ષની હતી, જ્યારે વરિષ્ઠ નાગરિકો માટે TDS મર્યાદા ₹50 હજારથી વધારીને ₹1 લાખ કરવામાં આવી છે.