26/11 હુમલાના માસ્ટરમાઈન્ડ “અબ્દુલ રહેમાન મક્કી”નું હાર્ટ એટેકથી મોત

abdul-makki

હાફિઝ અબ્દુલ રહેમાન મક્કીનું હાર્ટ એટેકથી અવસાન થયું. મક્કી લશ્કરનો વોન્ટેડ આતંકવાદી હતો. તે લશ્કરના નેતા હાફિઝ સઈદનો સાળો પણ હતો.

મુંબઈ હુમલાના કાવતરાખોરોમાંના એક હાફિઝ અબ્દુલ રહેમાન મક્કીનું મૃત્યુ થયું હતું. મક્કી હુમલાના માસ્ટરમાઈન્ડ હાફિઝ સઈદનો સંબંધી હતો અને પ્રતિબંધિત જમાત-ઉદ-દાવાનો નાયબ ચીફ પણ હતો. શુક્રવારે લાહોરમાં હાર્ટ એટેકથી તેમનું અવસાન થયું હતું. પાકિસ્તાની ટીવી ચેનલના અહેવાલ મુજબ હાફિઝ અબ્દુલ રહેમાન મક્કીનું મૃત્યુ હાર્ટ એટેકથી થયું હતું. મક્કી લશ્કરનો વોન્ટેડ આતંકવાદી હતો. તે લશ્કરના નેતા હાફિઝ સઈદનો સાળો પણ હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મક્કી છેલ્લા કેટલાક દિવસોથી બીમાર હતા અને લાહોરની એક ખાનગી હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી હતી. તેનું શુગર લેવલ ઘણું વધારે હતું.

‘વૈશ્વિક આતંકવાદી’ જાહેર કરાયો હતો

મે 2019માં પાકિસ્તાનમાં મક્કીની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ તેને લાહોરમાં નજરકેદ કરવામાં આવ્યો હતો. 2020 માં, પાકિસ્તાનની એક અદાલતે પણ તેને આતંકવાદી ધિરાણ સંબંધિત કેસોમાં દોષિત ઠેરવ્યો હતો અને તેને આજીવન કેદની સજા ફટકારી હતી. ત્યારથી તેના વિશે વધુ ચર્ચા થઈ નથી. જાન્યુઆરી 2023 માં, મક્કીને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC) દ્વારા પણ ‘વૈશ્વિક આતંકવાદી’ જાહેર કરવામાં આવ્યો હતો. આ અંતર્ગત તેમની સંપત્તિ જપ્ત કરવામાં આવી હતી, મુસાફરી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો અને હથિયારો પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો.

26/11નો માસ્તરમાઈન્ડ

મક્કીએ 26/11ના મુંબઈ આતંકી હુમલા માટે આતંકવાદીઓને ભંડોળ પૂરું પાડ્યું હતું. આ હુમલામાં 166 લોકો માર્યા ગયા હતા. આ હુમલા સામે સેનાની કાર્યવાહીમાં કુલ નવ આતંકવાદીઓ પણ માર્યા ગયા હતા. આ દરમિયાન એક આતંકી આમિર અજમલ કસાબ જીવતો પકડાયો હતો.

ભારતમાં સુરક્ષા એજન્સીઓના રડાર પર હતો

મુંબઈ આતંકવાદી હુમલા ઉપરાંત, મક્કી લાલ કિલ્લાના હુમલામાં તેની સંડોવણીને કારણે ભારતની સુરક્ષા એજન્સીઓના રડાર પર હતો. લાલ કિલ્લા પર હુમલો 22 ડિસેમ્બર, 2000 ના રોજ કરવામાં આવ્યો હતો. આ હુમલામાં મક્કી પણ સામેલ હતો. આ હુમલામાં લશ્કરના છ આતંકવાદીઓએ લાલ કિલ્લા પર હુમલો કર્યો અને કિલ્લાની સુરક્ષા કરી રહેલા સુરક્ષા દળો પર ગોળીબાર કર્યો.