champions trophy 2025: ચેમ્પિયન્સ ટ્રોફી 2025ના સંગઠનને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જે મુજબ ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ(ICC)એ પુષ્ટિ કરી છે કે ચેમ્પિયન્સ ટ્રોફી 2025 હાઇબ્રિડ મોડલમાં જ યોજાશે. આવી સ્થિતિમાં ભારતીય ટીમ તેની ગ્રુપ સ્ટેજની તમામ મેચો દુબઈમાં રમશે. આ સિવાય દુબઈમાં સેમીફાઈનલ અને ફાઈનલ પણ યોજાઈ શકે છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર પાકિસ્તાને શરત રાખી છે. 2026 T-20 વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ શ્રીલંકાના કોલંબોમાં રમાશે. ભારત અને શ્રીલંકાએ સંયુક્ત રીતે આ ટુર્નામેન્ટની યજમાની કરી છે. ટીમ ઈન્ડિયાએ હાઈબ્રિડ મોડલમાં ચેમ્પિયન્સ ટ્રોફી યોજવાની માગ કરી હતી. એટલા માટે પાકિસ્તાન પણ ભારતમાં યોજાનારી વર્લ્ડ કપની મેચ તટસ્થ સ્થળ પર જ રમશે. પાકિસ્તાન ક્રિકેટ ટીમને આનું વળતર નહીં મળે. ઉપરાંત, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ 2027 પછી ICC મહિલા ટૂર્નામેન્ટનું આયોજન કરશે.
ચેમ્પિયન્સ ટ્રોફી 19 ફેબ્રુઆરીથી શરૂ થવાની છે, ટુર્નામેન્ટનું વિગતવાર શેડ્યૂલ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવી શકે છે. BCCI અને PCBની સંમતિ મળ્યા બાદ ICC શેડ્યૂલ જાહેર કરી શકે છે.
15માંથી 5 મેચ યુએઈમાં યોજાશે
8 ટીમ વચ્ચે 15 મેચની ટૂર્નામેન્ટ 19 ફેબ્રુઆરીથી શરૂ થવાની છે અને 9 માર્ચ સુધી ચાલશે, જોકે સત્તાવાર શેડ્યૂલ હજુ સુધી જાહેર કરવામાં આવ્યું નથી. ભારત તેની ગ્રુપ સ્ટેજની ત્રણેય મેચ UAEમાં રમશે. અહીં સેમીફાઇનલ અને ફાઇનલ પણ રમાશે. જ્યારે ટૂર્નામેન્ટની બાકીની 10 મેચ પાકિસ્તાનમાં યોજાશે. PCBએ મીટિંગમાં 4-5 માગણીઓ રજૂ કરી હતી, પરંતુ ICCએ મોટાભાગની માગણીઓ ફગાવી દીધી હતી.
PCBએ એવી પણ માગણી કરી હતી કે જો ભારત તટસ્થ સ્થળે રમવા માગે છે તો પાકિસ્તાનને તેના ગ્રુપમાંથી હટાવી દેવું જોઈએ. જેથી પાકિસ્તાને તેની તમામ ગ્રુપ મેચ હોમ ગ્રાઉન્ડ પર જ રમવી જોઈએ, પરંતુ બ્રોડકાસ્ટર્સ સાથે આઈસીસી અને બીસીસીઆઈએ પણ આ માગનો વિરોધ કર્યો, કારણ કે કોઈપણ ટૂર્નામેન્ટમાં ભારત-પાકિસ્તાનની મેચ બ્લોકબસ્ટર ઈવેન્ટ જેવી હોય છે. 1 માર્ચે દુબઈમાં ચેમ્પિયન્સ ટ્રોફીમાં બંને ટીમ સામસામે આવી શકે છે.
PCB ઈચ્છે છે કે તેની નાણાકીય વર્ષની આવકમાં 5.75 ટકાનો વધારો થાય. ઉપરાંત, 2031 સુધી, ભારતમાં યોજાનારી તમામ મોટી ઈવેન્ટ્સ માત્ર હાઈબ્રિડ મોડલમાં જ હોવી જોઈએ. ભારતે આ ટૂર્નામેન્ટ માટે પોતાની ટીમ પાકિસ્તાન મોકલવાની ના પાડી દીધી હતી. શરૂઆતમાં પાકિસ્તાન મક્કમ હતું કે ભારતે પાકિસ્તાનમાં આવવું પડશે, પરંતુ ભારતના કડક વલણ બાદ આખરે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે હાઇબ્રિડ મોડલ માટે સંમતિ આપી છે.
ચેમ્પિયન્સ ટ્રોફી 2025ના આયોજનને લઈને ચાલી રહેલી અટકળોનો અંત આવી ગયો છે. આ ટુર્નામેન્ટ પાકિસ્તાનમાં યોજાવાની છે. આવી સ્થિતિમાં સુરક્ષાના કારણોસર ભારત સરકારે પોતાની ટીમને પાકિસ્તાન મોકલવાનો સ્પષ્ટ ઈન્કાર કરી દીધો હતો. BCCI ટૂર્નામેન્ટને હાઇબ્રિડ મોડલમાં આયોજિત કરવાની માંગ પર અડગ હતું. આ માટે BCCI, PCB અને ICCની અનેક બેઠકો પણ યોજાઈ હતી.
ચેમ્પિયન્સ ટ્રોફી 19 ફેબ્રુઆરીથી 9 માર્ચ સુધી રમાશે
ચેમ્પિયન્સ ટ્રોફી 2025 19 ફેબ્રુઆરીથી શરૂ થશે અને 9 માર્ચ સુધી રમાશે.
ટુર્નામેન્ટમાં ટાઇટલ માટે 8 ટીમો વચ્ચે સ્પર્ધા થશે. આ દરમિયાન કુલ 15 મેચો રમાશે.
બીસીસીઆઈ અને પીસીબીની સહમતિ બાદ હવે ટુર્નામેન્ટનું શિડ્યુલ પણ ટૂંક સમયમાં જાહેર થઈ શકે છે.
તમને જણાવી દઈએ કે ભારત તેની ગ્રુપ મેચો દુબઈમાં રમશે.
આ ઉપરાંત અહીં એક સેમી ફાઈનલ અને ફાઈનલ મેચ પણ રમાશે.
ટૂર્નામેન્ટની અન્ય 10 મેચ પાકિસ્તાનમાં રમાશે.
ભારતે એકવાર ટાઇટલ જીત્યું છે.
ચેમ્પિયન્સ ટ્રોફીની વિજેતા ટીમ
- 1998: દક્ષિણ આફ્રિકા
- 2000: ન્યુઝીલેન્ડ
- 2002: ભારત-શ્રીલંકા
- 2004- વેસ્ટ ઈન્ડિઝ
- 2006- ઓસ્ટ્રેલિયા
- 2009- ઓસ્ટ્રેલિયા
- 2013- ભારત
- 2017- પાકિસ્તાન