11 સપ્ટેમ્બરથી 26 સપ્ટેમ્બર સુધી ભારેથી અતિભારે વરસાદ થવાની અંબાલાલ પટેલની આગાહી

ambalal-aagahi

11 સપ્ટેમ્બરથી જોરદાર વરસાદી સિસ્ટમ બનતા બિહારના, ઝારખંડ, ઓરિસ્સા અને વિશાપટ્ટનમના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની, તો કેટલાક ભાગોમાં 24 ઈંચ સુધી વરસાદ થવાની શક્યતા

ગુજરાતમાં થોડા દિવસથી વરસાદની તીવ્રતા ઓછી થઈ રહી છે. જોકે, હવામાન નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે, આ વખતે ગુજરાતમાં ઓક્ટોબર સુધી વરસાદ રહેશે તેમ જણાવવામાં આવ્યું છે. ગુજરાતના જાણીતા હવામાનના આગાહીકાર અંબાલાલ પટેલે ગુજરાતમાં હવે ફરીથી ધોધમાર વરસાદ પડવાની સિસ્ટમ ક્યારે પડશે તે અંગેની આગાહી કરી છે. અંબાલાલ પટેલે એમ પણ જણાવ્યું છે કે, આ વખતે એક પછી એક સિસ્ટમ બની રહી છે એટલે આ વખતનું ચોમાસું અનોખું છે.

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે 11 સપ્ટેમ્બરથી 26 સપ્ટેમ્બર સુધીમાં દેશનાં કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે. અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે, તારીખ 11 સપ્ટેમ્બરથી વાતાવરણમાં પલટો જોવા મળશે. દેશમાં એક ડિપ ડિપ્રેશન બની રહ્યું છે જેના લીધે બિહાર, ઝારખંડ, ઓરિસ્સા અને વિશાપટ્ટનમના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે. આના સિવાય કેટલાક ભાગોમાં 24 ઈંચ સુધી વરસાદ થવાની શક્યતા છે.

ગુજરાતના હવામાનમાં 11મી સપ્ટેમ્બરથી પલટો આવવાની શક્યતા છે. જેના લીધે પંચમહાલ, સાબરકાંઠા, હિંમતનગર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. ત્યાર બાદ પણ વરસાદી સિસ્ટમ સક્રીય હોવાથી વરસાદ ચાલુ રહેશે. તારીખ 17 સપ્ટેમ્બરથી તારીખ 26 સપ્ટેબર સુધી એક પછી એક વરસાદી સિસ્ટમ સક્રિય થવાથી ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, પૂર્વ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે. પંચમહાલના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. પંચમહાલના કેટલાક ભાગોમાં પૂરની સ્થિતિનું નિર્માણ થઈ શકે છે. કોઈ કોઈ વિસ્તારમાં અતિભારે વરસાદ થવાની પણ શક્યતા છે. દેશના મધ્ય ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે જેમાં કેટલાક ભાગોમાં પૂર પણ આવવાની શક્યતા છે. પૂર્વ મધ્યપ્રદેશમાં 10થી 12 ઈંચ જેટલો વરસાદ થવાની શક્યતા છે.