ગુજરાતમાં હજુ ભારેથી અતિભારે વરસાદની આગાહી, અમદાવાદ, સુરત, રાજકોટ સહિત આટલા જિલ્લામાં થશે મેઘમહેર

varsad-ni-aagahi

ગુજરાતમાં હવામાન વિભાગે ફરીથી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે, તાજેતરમાં જ આવેલા અત્યંત ભારે વરસાદ અને તેની પૂરની સ્થિતિમાંથી ગુજરાત બેઠું થાય તે પહેલાં જ ફરીથી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થયો છે.

રાજ્યમા વહેલી સરવાથી દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં સારો એવો વરસાદી વરસી રહ્યો છે,ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે તારીખ 3 સપ્ટેમ્બરથી 11 સપ્ટેમ્બરમાં રાજ્યના દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય-ઉત્તરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. જેમાં આજે અતિભારે વરસાદને પગલે છોટા ઉદેપુર, નર્મદા, સુરત જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે પંચમહાલ, દાહોદ, વડોદરા, ભરૂચ, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, બનાસકાંઠા જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદને પગલે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યાં છે. 3 સપ્ટેમ્બરે અતિભારે વરસાદને પગલે ભરૂચ અને સુરત જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

બંગાળની ખાડી સતત સક્રીય હોવાને કારણે અને તેમાં એક બાદ એક સર્જાઈ રહેલા લૉ-પ્રેશરને લીધે ભારતના અનેક વિસ્તારોમાં સતત વરસાદ પડી રહ્યો છે. હાલ પણ મહારાષ્ટ્રથી ગુજરાત તરફ આગળ વધી રહેલા ડીપ્રેશનની અસરને કારણે આ આખું અઠવાડિયું રાજ્યમાં વરસાદ પડવાની શક્યતા છે. ગુજરાતના કેટલાક ભાગોમાં તારીખ 3 સપ્ટેમ્બરથી 11 સપ્ટેમ્બર સુધીમાં વરસાદ થવાની શક્યતા રહેશે.

તારીખ 6 સપ્ટેમ્બરથી 11 સપ્ટેમ્બર વચ્ચે લગભગ દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. મધ્ય ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. પંચમહાલના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. સૌરાષ્ટ્રના ભાગોમાં હળવાથી ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ હળવાથી ભારે વરસાદ થવાની શક્યતા રહેશે.

હવામાન વિભાગની આગાહી મુજબ 3 સપ્ટેમ્બરે ભરૂચ અને સુરતમાં અત્યંત ભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ આપ્યું છે. આ સિવાય ભાવનગર બોટાદ આણંદ વડોદરા નર્મદા તાપી ડાંગ નવસારી વલસાડ દમણ દાદરા નગર હવેલીમાં છૂટા છવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટ છે.

તો 4 સપ્ટેમ્બર કચ્છ બનાસકાંઠા, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં છુટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. મોરબી, સુરેન્દ્રનગર, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, સુરત, તાપી, ડાંગમાં છૂટા છવાયા સ્થળોએ ભારે વરસાદ સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે.

5 સપ્ટેમ્બરે કચ્છ, પાટણ, બનાસકાંઠા, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે.

તો 6 સપ્ટેમ્બરથી વરસાદનું જોર ઘટશે. નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં યેલો એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે 7 સપ્ટેમ્બરે નવસારી, દાદરા નગર હવેલી, વલસાદમાં છુટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે.