PM શેખ હસીના અને તેમના બહેન રેહાનાએ બાંગ્લાદેશ છોડી દીધો
હજારો પ્રદર્શનકારી ઓ PM હાઉસમાં ઘૂસતા શેખહસીનાંએ પીએમ આવાસ છોડ્યું
બાંગ્લાદેશમાં અનામત વિરોધી આંદોલન હિંસક બન્યા બાદ PM શેખ હસીનાએ સોમવાર, 5 ઓગસ્ટે રાજીનામું આપી દીધું હતું. આર્મી ચીફ જનરલ વકાર-ઉઝ-ઝમાને આ વાતની પુષ્ટિ કરી છે. તેમણે ઢાકામાં પત્રકાર પરિષદમાં કહ્યું કે હવે સેના વચગાળાની સરકાર બનાવશે.
બીજી તરફ ઢાકામાં સ્થિતિ કાબૂ બહાર છે. આર્મી ચીફે લોકોને શાંતિ સ્થાપિત કરવાની અપીલ કરી છે. કહ્યું કે અમે પરિસ્થિતિને કાબૂમાં લાવીશું. શ્રદ્ધા રાખો.

બાંગ્લાદેશનાં પીએમ શેખ હસીનાંએ વડાપ્રધાન આવાસ છોડી દીધું છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે તેમણે રાજીનામું આપ્યું હોવાના પણ સમાચાર છે, જોકે, તેની હાલ કોઈ પુષ્ટી થઈ નથી.
બાંગ્લાદેશમાં આરક્ષણ વિરોધી આંદોલન સોમવારે વધારે ઉગ્ર બન્યું છે. ભારે હિંસાને કારણે પરિસ્થિતિ ગંભીર બની છે. લોકો રસ્તા પર આંદોલન પર ઉતરી આવ્યા છે. દરેક જગ્યાએ તોડ ફોડ સાથે સરકારી મિલકતોને આગ લગાવી ભારે નુકસાન પહોંચાડી રહ્યા છે. હજારો પ્રદર્શનકારીઓ આજે વડાપ્રધાન શેખ હસીનાના આવાસમાં ઘુસી ગયા હતા. આ દરમિયાન પીએમ શેખ હસીનાએ વડાપ્રધાન આવાસ છોડ્યું હોવાનો પણ દાવો કરવામાં આવી રહ્યો છે.

ન્યૂઝ એજન્સી AFPએ સૂત્રોનો હવાલો આપીને જણાવ્યું કે બાંગ્લાદેશનાં વડાપ્રધાન શેખ હસીના ઢાકા પેલેસ છોડીને કોઈ સુરક્ષિત સ્થાને શિફ્ટ થઈ ગયા છે. જ્યારે અન્ય મીડિયા રિપોર્ટ્સમાં એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે પીએમ હસીના અને તેમના બહેન રેહાનાએ દેશ છોડી દીધો છે અને મિલિટ્રી હેલિકોપ્ટર દ્વારા ભારત પહોંચી ગયા છે. PM શેખ હસીનાએ સોમવારે બપોરે 2:30 વાગ્યે લશ્કરી હેલિકોપ્ટરમાં ઉડાન ભરી હતી. શેખ હસીનાએ રાજીનામું આપ્યું હોવાના પણ સમાચાર છે, જોકે, તેની હાલ કોઈ પુષ્ટી થઈ નથી. જોકે બીબીસીના અહેવાલ મુજબ શેખ હસીનાએ રાજીનામું આપી દીધું છે.
બાંગ્લાદેશી ન્યૂઝપેપર પ્રોથોમ અલોના જણાવ્યા પ્રમાણે અનેક જગ્યાએ પ્રદર્શનકારી અને પોલીસ વચ્ચે વિવાદ થયો છે. પ્રદર્શનકારીઓએ તંગેલ અને ઢાકામાં મેઇન હાઈવે પર કબજો કરી લીધો છે. એક રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે લગભગ 4 લાખ લોકો હસીના સરકાર વિરુદ્ધ રસ્તા પર ઉતારી આવ્યા છે.
રાજીનામું આપ્યા બાદ શેખ હસીના ભારત આવવા રવાના થઈ હોવાના સમાચાર સામે આવ્યા છે. બાંગ્લાદેશમાં ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે. વિદ્યાર્થીઓ અનામતને લઈને રસ્તા પર ઉતરી આવ્યા છે અને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.