ગોંડાથી 20 કિમી દૂર બપોરે લગભગ 2.30 વાગ્યે ચંદીગઢથી ગોરખપુર જતી ટ્રેનનો આ અકસ્માત થયો હતો
ઉત્તર પ્રદેશના ગોંડા જિલ્લામાં ટ્રેન અકસ્માત થયો છે. દિબ્રુગઢ એક્સપ્રેસના 10 થી 12 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા છે. મળતી માહિતી મુજબ આ ટ્રેન ચંદીગઢથી ગોરખપુર જઈ રહી હતી. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 4 મુસાફરોના મોત થયા હોવાના અહેવાલ છે.
ઉત્તર પ્રદેશના ગોંડામાં ગુરુવારે એક ટ્રેન દુર્ઘટના બની છે. ચંદીગઢથી દિબ્રુગઢ જઈ રહેલી દિબ્રુગઢ એક્સપ્રેસના 10થી 12 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા છે. ગોંડા નજીક ઝિલાહી રેલવે સ્ટેશન પાસે દિબ્રુગઢ એક્સપ્રેસ પાટા પરથી ઉતરી ગઈ છે. ટ્રેન પાટા પરથી ઉતરી જતાં મુસાફરોમાં ગભરાટ ફેલાયો હતો. લોકો ભયથી બૂમો પાડવા લાગ્યા. ટ્રેન ઉભી થતાં જ મુસાફરો બહાર આવી ગયા હતા. આ દુર્ઘટનામાં 4 વ્યક્તિનું મોત થયાની જાણકારી મળી રહી છે. અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે.
https://x.com/ANI/status/1813877746332012924
મળતી માહિતી મુજબ, ઉત્તર પ્રદેશના ગોંડામાં ગોરખપુર રેલ્વે સેક્શનની મોતીગંજ બોર્ડર પાસે એક મોટી ટ્રેન દુર્ઘટના ઘટી છે. અહીં ચંદીગઢથી દિબ્રુગઢ જઈ રહેલી દિબ્રુગઢ એક્સપ્રેસ (15904)નાં 10 થી 12 કોચ પાટા પરથી ઉતરી ગયા છે. ગુરુવારે આ ટ્રેન ચંદીગઢથી 11.39 કલાકે રવાના થઈ હતી. દુર્ઘટનાગ્રસ્ત ટ્રેનના ડબ્બામાં અનેક મુસાફરો ફસાયા છે. બચાવ અને રાહત માટે ટીમો રવાના કરવામાં આવી છે. રેલવેના તમામ વરિષ્ઠ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. આ દુર્ઘટનામાં ટ્રેનનો એક એસી કોચ ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થયો છે. આ રુટ પર આવતી અન્ય ટ્રેનો પ્રભાવિત થઈ છે. ટ્રેનમાં મુસાફરી કરી રહેલા એક મુસાફરે કહ્યું- ગોંડાથી 20 કિમી દૂર બપોરે લગભગ 2.30 વાગ્યે આ અકસ્માત થયો હતો. માનકાપુર સ્ટેશન અહીંથી 5 કિમી દૂર છે.
https://x.com/ANI/status/1813878334159454551
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ગોંડા જિલ્લામાં થયેલા ટ્રેન દુર્ઘટનાની નોંધ લીધી છે. તે અધિકારીઓને તાત્કાલિક સ્થળ પર પહોંચવા અને રાહત કાર્યને ઝડપી બનાવવા નિર્દેશ આપ્યા છે, ઇજાગ્રસ્તોની યોગ્ય સારવાર માટે પણ સૂચનાઓ આપી છે.
ઉત્તર પૂર્વ રેલવેના લખનૌ ડિવિઝને હેલ્પલાઇન નંબર જારી કર્યા
કોમર્શિયલ કંટ્રોલ: 9957555984
ફુરકેટીંગ(FKG): 9957555966
મારિયાની (MXN): 6001882410
સિમલગુરી (SLGR): 8789543798
તિનસુકિયા (NTSK): 9957555959
ડિબ્રુગઢ (DBRG): 9957555960
ગુવાહાટી સ્ટેશન હેલ્પલાઈન નંબર
0361-2731621
0361-2731622
0361-2731623