અંબાણીના પુત્ર અનંતના લગ્નમાં બોમ્બ બ્લાસ્ટ કરવાની ધમકી આપનાર યુવકનું કનેક્શન વડોદરાથી નીકળ્યુ

અનંત-રાધિક અંબાણીના લગ્નમાં બોમ્બની ધમકી આપનાર યુવકની ધરપકડ વડોદરામાંથી કરવામાં આવી છે, ગત 13મીએ લગ્ન પ્રસંગમાં બોમ્બ બ્લાસ્ટની ધમકી સોશિયલ મીડિયા ઉપર આપી હતી, હવે મુંબઈ પોલીસ તેને મુંબઈ લઈ ગઈ છે.

ગત 13મીએ ટોચના ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના પુત્ર અનંત- રાધીકાના લગ્ન પ્રસંગમાં જીઓ કન્વેન્સન સેન્ટરમાં બોમ્બ બ્લાસ્ટ કરવાની ધમકી સોશિયલ મીડિયા ઉપર આપનાર યુવકનું કનેક્શન વડોદરાથી નીકળ્યો, બાપોદ પોલીસને સાથે રાખીને ધરપકડ કરવામાં આવી છે. હાલ વિરલ આસરાને મુંબઈ લઇ જવાયો છે. સોશિયલ મીડ઼િયા પર બોંબ બ્લાસ્ટની ધમકી આપનારા સામે મુંબઇ પોલીસે તપાસ શરુ કરી છે, જેણે ટ્વીટર પર અનંત-રાધીકાના લગ્ન પ્રસંગમાં બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી હતી. મુંબઈ પોલીસે વડોદરાના વિરલ કલ્પેશભાઈ આસરાની ધરપકડ કરી છે.

મુકેશ અંબાણીના પુત્ર અનંતના લગ્નમાં બોમ્બની ધમકી મળ્યા બાદ તપાસ તેજ થઈ હતી. મુંબઈ પોલીસે એક્સ હેન્ડલ વિશે તપાસ શરૂ કરી હતી, જેના પરથી આ ધમકી આપવામાં આવી હતી. સોશિયલ મીડિયા હેન્ડલ એક્સ પર એક સંદિગ્ધ પોસ્ટ કરવામાં આવી હતી. જેમાં લખ્યું હતું કે, અંબાણીના લગ્નમાં એક બોમ્બ.

મુંબઈ પોલીસે આ ટ્વિટને ગંભીરતાથી લઇન લગ્ન સ્થળ જીઓ કન્વેન્સન સેન્ટરની આસપાસ સુરક્ષા વધારી દેવામાં આવી હતી. પોલીસે લગ્ન સ્થળ અને એની આજુબાજુના વિસ્તારમાં બોમ્બ સ્કોડ અને ડોગ સ્કોડ ની મદદથી તપાસ કરી લગ્ન પ્રસંગમાં પહોંચનાર તમામ મહેમાનોની સઘન તપાસ કરાઇ હતી. મુંબઇ પોલીસ દ્વારા તપાસ કરાતા આ ટ્વીટ વડોદરાના વિરલ આશરા નામના વ્યક્તિએ કર્યું હોવાનું બહાર આવ્યું હતું.

ટ્વિટર એકાઉન્ટ @FFSFIR પર પોસ્ટ કરવામાં આવી હતી. તેમાં લખ્યું હતું કે, ‘મારા દિગમાં એક બહુ જ શર્મનાક વિચાર આવ્યો છે. જો અંબાણીના લગ્નમાં બોમ્બ આવી જાય, તો અડધી દુનિયા અહીંની તહી થઈ જશે. અનેક અરબ ડોલર માત્ર એક પિન કોડમાં… આ પોસ્ટ બાદ મુંબઈ પોલીસ સતર્ક થઈ ગઈ હતી.