ભારતે આપેલ 183 રનનાં ટાર્ગેટનો પીછો કરતા ઝિમ્બાબ્વેની ટીમ 20 ઓવરમાં 159 રન જ બનાવી શકી હતી
ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે 5 મેચની ટી20 સીરિઝ પૈકીની ત્રીજી T20 મેચ હરારેમાં રમાઈ રહી છે. મેચમાં ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો ફેંસલો કર્યો હતો. ભારતે 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવી 182 રન બનાવ્યા હતા. જવાબમાં ઝિમ્બાબ્વે 20 ઓવરમાં માત્ર 159 રન જ બનાવી શકી હતી.
https://x.com/ICC/status/1811043561195839622
ભારતે ત્રીજી T20 મેચમાં ઝિમ્બાબ્વેને 23 રનથી હરાવ્યું હતું. આ સાથે ભારતીય ટીમે 5 મેચની સિરીઝમાં 2-1ની લીડ મેળવી લીધી છે. ટીમ ઈન્ડિયાની જીતનો સિતારો ખુદ કેપ્ટન ગિલ હતો, પ્રથમ બેટિંગ કરવા આવેલી ભારતીય ટીમ માટે કેપ્ટન શુભમન ગિલે 66 રનની અડધી સદીની ઇનિંગ રમી હતી. યશસ્વી જયસ્વાલે પણ 36 રન બનાવ્યા હતા. તેના સિવાય ઋતુરાજ ગાયકવાડે પણ ઝડપી 49 રન બનાવ્યા હતા, જેના આધારે ભારતે પહેલા રમતા 182 રન બનાવ્યા હતા. જો કે ઋતુરાજ ગાયકવાડ તેની ફિફ્ટી ચૂકી ગયો.
ઝિમ્બાબ્વેને 183 રનનો વિશાળ ટાર્ગેટ મળ્યો હતો. ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ઝિમ્બાબ્વે આ વખતે પણ ખરાબ શરૂઆત બાદ રિકવર કરી શકી નહોતી. અવેશ ખાન અને વોશિંગ્ટન સુંદરે શરૂઆતની ઓવરોમાં જ ઝિમ્બાબ્વેના ટોપ-મિડલ ઓર્ડરનો નાશ કર્યો.અત્યાર સુધી સારા ફોર્મમાં રહેલો વેસ્લી માધવેરે માત્ર 1 રન બનાવીને આઉટ થયો હતો. કેપ્ટન સિકંદર રઝા ફરી એકવાર મોટી ઇનિંગ રમવામાં નિષ્ફળ રહ્યો હતો. જો કે ડીયોન માયર્સ અને ક્લાઈવ મદંડેએ 77 રનની ભાગીદારી કરીને પુનરાગમન કર્યું હતું, પરંતુ ટીમ 6 વિકેટ ગુમાવીને 159 રન સુધી જ પહોંચી શકી હતી.