હરિદ્વારમાં ભારે વરસાદને કારણે ગંગા નદીમાં અનેક ગાડીઓ તણાઈ ગઈ, રાજ્યમાં આગામી 5 દિવસ ભારે વરસાદનું એલર્ટ, જુઓ વીડિયો

haridwar-heavyrain

હરિદ્વારમાં ભારે વરસાદને કારણે ગંગાનું જળસ્તર વધી રહ્યું છે. આ દરમિયાન એક વીડિયો સામે આવ્યો છે જેમાં ઘણા વાહનો ગંગા નદીમાં તરતા જોવા મળી રહ્યા છે. જુઓ વીડિયો

https://x.com/ians_india/status/1807029808632651886

ઉત્તરાખંડના હરિદ્વારમાં ગંગા નદીમાં ભારે તોફાન જોવા મળ્યું છે. ભારે વરસાદના કારણે હરિદ્વારમાંગંગા નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે. અચાનક આવેલા વરસાદ બાદ સદભગ અડધો ડઝન ગાડીઓ ગંગા નદીમાં તણીઈ ગઈ હતી. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે એક પછી એક કેટલાય વાહનો પાણીમાં તણાઈ રહ્યા છે.

આજે બપોરે 3 વાગ્યે લગભગ અડધા કલાક સુધી પડેલા ભારે વરસાદે બહારગામથી આવતા યાત્રિકો માટે મુશ્કેલી સર્જી હતી. અહીં, ઉત્તર હરિદ્વારના ખડખડી ભૂપતવાલા વિસ્તારમાં ભારે મુશળધાર વરસાદે તબાહી મચાવી હતી. અહીં સૂકી નદીના કિનારે પાર્ક કરેલી વૈભવી કાર પાણીના જોરદાર પ્રવાહમાં કાગળની હોડીની જેમ તરતી થવા લાગી. ઉત્તરી હરિદ્વારમાં પાણી ભરાવાના કારણે લોકોના ઘરોમાં પાણી ઘુસી ગયા છે. ઉત્તરાખંડમાં ચોમાસાનું એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે.

નોંધનીય છે કે, ઉત્તર હરિદ્વારમાં સૂકી નદીની આસપાસ ઘણી હોટલો અને આશ્રમો બનાવવામાં આવ્યા છે. જ્યાં રોકાતા યાત્રાળુઓ અને અન્ય પ્રવાસીઓ તેમની કાર સૂકી નદીમાં પાર્ક કરે છે. હરિદ્વારમાં આજે અચાનક ભારે વરસાદ પડ્યો હતો. વરસાદને કારણે ગંગા નદીનું જળસ્તર અચાનક વધી ગયું હતું. જેના કારણે ડઝનબંધ વાહનો નદીમાં વહી ગયા હતા. ગંગા નદીમાં વહેતા વાહનોને જોવા માટે લોકોની ભારે ભીડ ઉમટી પડી હતી.

હરિદ્વારમાં હવામાન વિભાગે આજે વરસાદને લઈને કોઈ ચેતવણી જાહેર કરી ન હતી. સ્થાનિક પ્રશાસને પણ નદી કિનારે પાર્ક કરાયેલા વાહનો હટાવવા માટે કોઈ કાર્યવાહી કરી ન હતી. દરમિયાન, મુશળધાર વરસાદે સ્થાનિક વહીવટીતંત્રની વ્યવસ્થાને ખુલ્લો પાડી દીધી હતી.