ભારતે U-19 વર્લ્ડ કપની ફાઈનલમાં ઇંગ્લેન્ડને 412 રનનો ટાર્ગેટ આપ્યો છે. ટીમે હરારે સ્પોર્ટ્સ ક્લબમાં ટૉસ જીતીને બેટિંગ પસંદ કરી હતી. ભારતે 50 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 411 રન બનાવ્યા હતા. કનિષ્ક ચૌહાણ 37 રન બનાવીને અણનમ પરત ફર્યા હતા. જવાબમાં ઇંગ્લેન્ડે પાંચ ઓવર પછી 1 વિકેટે 19 રન બનાવ્યા છે. બેન ડોકિન્સ અને બેન મેયસ ક્રીઝ પર છે. જોસેફ મોરિસ 17 રન બનાવીને આઉટ થયો, તેને આરએસ અમ્બ્રીસે ક્લીન બોલ્ડ કર્યો. ભારતીય બોલરોએ પ્રથમ બે ઓવરમાં એક પણ રન આપ્યો ન હતો. વૈભવ સૂર્યવંશી 80 બોલમાં 175 રન બનાવીને આઉટ થયો હતો. તેણે 218.75ની સ્ટ્રાઈક રેટથી બેટિંગ કરતા 15 ચોગ્ગા અને 15 છગ્ગા ફટકાર્યા હતા. કેપ્ટન આયુષ મ્હાત્રે (53 રન)એ અડધી સદી ફટકારી હતી. છેલ્લે કનિષ્ક ચૌહાણે 20 બોલમાં 37* રન બનાવ્યા. તો અભિજ્ઞાન કુંડુએ 40, વેદાંત ત્રિવેદીએ 32 અને વિહાન મલ્હોત્રાએ 30 રન બનાવ્યા હતા. ઇંગ્લેન્ડ તરફથી જેમ્સ મિન્ટોએ 3 વિકેટ ઝડપી હતી. સેબેસ્ટિયન મોર્ગન અને એલેક્સ ગ્રીનને 2-2 વિકેટ મળી હતી.
ઈન્ડિયાએ ઇંગ્લેન્ડને 412 રનનો ટાર્ગેટ આપ્યો, વૈભવે 80 બોલમાં 175 રન ફટકાર્યા
સંબંધિત ન્યૂઝ
-
ઈન્ડિયાએ ઇંગ્લેન્ડને 412 રનનો ટાર્ગેટ આપ્યો, વૈભવે 80 બોલમાં 175 રન ફટકાર્યા
06 February, 2026 -
રાજ્યસભામાં પીએમ મોદી કહે છે, “ગઈકાલે શું થયું – કોંગ્રેસના ‘યુવરાજ’, જેમના ‘શાતીર દિમાગ’ છે
05 February, 2026 -
સાંસદ રાહુલ ગાંધી દ્વારા કેન્દ્રીય મંત્રી રવનીત સિંહ બિટ્ટુ પર કરાયેલી ટિપ્પણી
04 February, 2026 -
લોકસભામાં રાહુલ ગાંધીએ કહ્યું, “મોદીજી ગુસ્સે ભરાયા છે.
03 February, 2026 -
રાહુલગાંધીની વાતને લઈને તમામ રાજનૈતિક પાર્ટીના બયાન
02 February, 2026
