પાકિસ્તામાં બે દાયકા બાદ વસંતનું પુનરુત્થાન: કડક સુરક્ષા સાથે ત્રણ દિવસીય પતંગ મહોત્સવ

લાહોરમાં વસંતપંચમીનો તહેવાર પાછો આવ્યો, તેની સાથે ઉજવણી અને સંસ્કૃતિ પણ પરત ફરી છે.

ગભગ બે દાયકાથી પાકિસ્તાન વસંતપંચમીના તહેવારોના રંગોથી વંચિત રહ્યું છે. એક આખી પેઢી વસંતની યોદોના ફોટોઓ અને કૌટુંબિક વાર્તાઓ શાંભળીને તહેવાર વિશે જાણીને મોટી થઈ છે. લાહોરની શેરીઓમાં અને છતો પર ગુંજતો “બો કાટા” નો અવાજ ફક્ત એક સ્પર્ધા જ નહીં પરંતુ સાંસ્કૃતિક પ્રતિક્રિયાનું એક માધ્યમ હતો. વર્ષોથી આકાશ અને લોકોના ઘરોની છત શાંત હતી. પતંગ ચઢાવત દોરીઓથી કપાઈ ગયેલી આંગળીઓ, ધાબા ઉપરની ભીડ અને મોજમસ્તીની યાદો એક સ્મરણ બની ગઈ હતી.

આજે પણ પતંગની ઉજવણીની ભાવના કોઈના મનનમાં ઓછી થઈ ન નથી. પાકિસ્તામાં વસંત પંજાબનો સૌથી મોટો સાંસ્કૃતિક ઉત્સવ છે. જે લાહોરની ઓળખમાં ઊંડે સુધી વણાયેલો, વર્ષોથી આ તહેવાર ઉજવામાં ન આવતો હોવાથી આકાશ ખાલી જ નહીં, પણ સાંસ્કૃતિક શાંતિ પણ છવાઈ જતી.

એક સમયે “પતંગોના શહેર” તરીકે ઓળખાતું લાહોર આજે તેની સૌથી જીવંત ઓળખ ગુમાવી ચૂક્યું હતો. વસંત પંચમીની તારીખ પરંપરાગત રીતે હિન્દુ કેલેન્ડર દ્વારા નક્કી કરવામાં આવે છે.

સુરક્ષા કારણોસર 2007માં આ તહેવાર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, મુખ્યત્વે મૃત્યુ અને ગંભીર ઇજાઓની સંખ્યામાં વધારો થવાને કારણે. પ્રતિબંધના કારણે શહેરની એક આખી પેઢીને તે સાંસ્કૃતિક વારસાથી વંચિત રહી.

છેલ્લા 20 વર્ષના પ્રતિબંધ પછી, કડક સુરક્ષા માળખા હેઠળ, વસંતપંચમી તહેવાર તારીખ 6, 7 અને 8 ફેબ્રુઆરી 2026 એ ઉજવવા આવશે છે. 1 થી 8 ફેબ્રુઆરી સુધી પતંગોના વેચાણ અને ખરીદીને મંજૂરી આપવામાં આવી છે. મોટા અવાજે સંગીત, ડીજે અને સાઉન્ડ સિસ્ટમ પર સખત પ્રતિબંધ મૂકવામા આવ્યો છે.

પંજાબમાં 2001 માં પતંગ ઉડાવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, પ્રતિબંધો હોવા છતાં, દર વર્ષે ઘણા લોકોના કોટેડ ધાતુના તારો, કાંચની દોરીના કારણે જીવ ગુમાવતા હોવાથી પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. ધાતુ, રાસાયણિક, કાચથી કોટેડ, નાયલોન અથવા અન્ય કોઈપણ જોખમી પતંગના દોરીનો ઉપયોગ, કબજો, વેચાણ અથવા વેચવા પર પ્રતિબંધિત છે. બધી પ્રવૃત્તિઓ લાગુ કાયદા અનુસાર જ કરવી જોઈએ.

શું છે વસંત?
લાહોરમાં વસંતની ઉત્પત્તિ ઐતિહાસિક અને સાંસ્કૃતિક પરંપરાઓનો એક અનોખો સંગમ છે. બાર માસમાં જો કોઇ ઋતુની રાહ જોવાતી હોય તો તે છે વસંત. લાહોરમાં વસંતએ પ્રાચીન હિન્દુ તહેવાર વસંત પંચમી પર આધારિત છે, જે માઘ મહિનાના પાંચમા દિવસે ઉજવવામાં આવે છે. મૂળરૂપે, તે પીળા સરસવના ફૂલોના ખીલવા સાથે લણણી અને વસંતના આગમનની ઉજવણી કરતું હતું.

શીખ પ્રભાવ: 19મી સદીમાં મહારાજા રણજીત સિંહના શાસનકાળ દરમિયાન લાહોરમાં વસંતનો ભવ્ય ઉજવણી થયો હતો. તેમણે રાજદરબારમાં વસંત મેળાઓનું આયોજન જ નહોતું કર્યું, પરંતુ પતંગ ઉડાડવાને પણ આ તહેવારનો એક આવશ્યક ભાગ બનાવ્યો હતો. રણજીત સિંહ અને તેમની રાણી મોરન પીળા વસ્ત્રો પહેરીને વ્યક્તિગત રીતે પતંગ ઉડાડતા હતા.

સૂફી પ્રભાવ: 12મી સદી દરમિયાન, સૂફી કવિ અમીર ખુસરોએ તેને સૂફી દરગાહો (જેમ કે નિઝામુદ્દીન ઔલિયાની દરગાહ) માં દાખલ કર્યો, ધીમે ધીમે તેને મુસ્લિમ સમુદાયમાં પણ એક સાંસ્કૃતિક ઓળખ બનાવી.

હકીકત રાયની શહાદત: લાહોરમાં વસંતનો ૧૮મી સદીના યુવાન હકીકત રાય સાથે પણ ઐતિહાસિક સંબંધ છે, જે આ દિવસે પોતાની શ્રદ્ધા માટે શહીદ થયા હતા. તેમની યાદમાં લાહોરમાં એક મોટો મેળો ભરાયો હતો.

આધુનિક લાહોરનુ સસ્વરૂપ: સમય જતાં, તે ધાર્મિક સીમાઓ પાર કરીને એક બિનસાંપ્રદાયિક સાંસ્કૃતિક ઉત્સવ બની ગયો, જ્યાં લોકો તેમના છાપરા પરથી પતંગ ઉડાડતા, પીળા કપડાં પહેરતા અને સંગીત સાથે ઉજવણી કરતા.